________________
-
-
૩૯
567
- ૩ઃ એ સડાને દૂર કરો ! - 40 – દોરડું તોડવા બચકાં ભરે. વારુ, એ વખતે એને વહાલું કોણ લાગે ? છોડાવવા આવે છે, કે વધુ બાંધવા આવે તે ? કોઈ ઉપકારી આવી પહોંચે અને મને છોડાવે' - એવી ભાવના હોય કે બીજી ? બૂમ પણ શી મારે ? દોડો, દોડો, બળી જાઉં છું, મરી જાઉં છું. કોઈ ઝટ છોડાવો !' એ જ કે બીજી ? એ જ. એ વખતે તેના હૃદયમાં છૂટવા સિવાયની બીજી ભાવના પણ ન હોય અને કોઈ ન આવે ત્યાં સુધી રાડો પાડતો જાય તથા સાથે દાંતથી બચકાં ભરી દોરડું કાપવાનું કામ પણ ચાલુ જ હોય! આમ છતાં એને કોઈ છોડાવનાર ન મળે, તો “દોરડું તૂટતું નથી, મરી ગયો, ઝટ આવો, છોડાવો !” એવા જોરપૂર્વક વચનથી ઘાંટા પાડે અને મનથી પણ પોતાની કમનસીબી માટે નિઃશ્વાસ નાખતાં એ જ ચિતવતો હોય કે કોઈ આવતું નથી. અરેરે ! હવે હું શી રીતે અને ક્યારે છૂટીશ ?' જેમ જેમ અગ્નિની જ્વાળા વધતી જાય, તેમ તેમ તેવા પ્રયત્નો તે જોરબંધ કરે. શરીરબળ વાપરી ધમપછાડા કરે, બૂમો પણ જોરથી મારે અને જ્વાળા વધે તેમ છૂટવાની ભાવના પણ વધતી જ જાય, તીવ્ર બનતી જાય. મંદ તો ન જ બને. એ વખતે જો કોઈ આવીને દોરડું તોડી બચાવે તો એને તે ઉપકારી માને, અને પોતાના પ્રયત્નથી તૂટે તો પાપ છૂટું એમ માને. પણ તે પછી તે ત્યાં ઊભો રહે ખરો ? નહિ જ. છૂટ્યો કે તરત ભાગવા જ માંડે અને ભાગતાં ભાગતાં કદાચ ભડાકામાંથી પસાર થવું પડે તો તેમ પણ કરે, દાઝી જવાય એવા અંગારાને અડકી જવાય તો પણ વાંધો નહિ, પણ નાચે, કૂદે અને નીચે પડતું પણ મૂકે. નીચે પથરો હોય તો પણ વિચાર ન કરે. કદાચ દેવતાના અંગારાથી ફોલ્લા પડશે તો દવા થશે એમ માને, હાડકાં ભાંગશે તો સંધાશે ને બે મહિના બીમારી ભોગવી સાજા થવાશે એમ માને, પણ ત્યાંથી ભાગે જ. જ્યારે બાહ્ય અગ્નિના ભયથી બચવાની ઇચ્છાવાળાની આ દશા હોય, તો આખા સંસારને અગ્નિ સમાન માનનારા અંતરાત્માની આ કારમાં કર્મબંધનોથી છૂટીને ભાગવા માટેની કેવી મનોદશા હોય ?
સભા સંસાર દુઃખરૂપ જ ક્યાં મનાય છે ? આ ભાવના કયા ગુણઠાણાની ?
ચોથા ગુણઠાણાવાળાની આ ભાવના હોઈ શકે. એમાં તરતમતા હોય, પણ નિરૂપણ તો અંતિમ જ થાય. સંસારને અગ્નિ સમાન માનતો અંતરાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org