________________
૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા ઃ | 47
મિથ્યાત્વ એ જ મહાદોષ અને
ભૂતકાળના નિકૂવો અને સમ્યક્ત એ જ મહાસણ :
આજના કુલાંગારો વચ્ચેનો તફાવત :
• શાસનરક્ષકોની જવાબદારી : વિષય : સમત્વ વિનાનાં તપ, જ્ઞાન અને ચારિત્ર નકામાં. શાસન રક્ષા માટે
સત્વ જરૂરી સમ્યક્ત્વની ચાલુ વાતનો દોર આગળ ચલાવતાં પરમ તારક ગુરુદેવશ્રીએ આ પ્રવચનના પ્રારંભમાં નિયુક્તિકારકૃત ગાથાઓની સાક્ષી આપીને સમ્યકત્વનું મહત્ત્વ સમજાવ્યું છે. સમ્યક્ત્વ હોય તો જ તપ જ્ઞાન ચારિત્રાદિ ગુણો કામના બાકી નકામા, નુકસાન કરનારા - એ વાત વિગતે સમજાવી છે. ત્યાર બાદ વર્તમાનની પરિસ્થિતિના અનુસંધાનમાં પૂર્વકાળના નિહનવો કેવા હતા અને એની સામે આજના શાસનદ્રોહીઓ કેવી ઉપમાને વરેલા છે એ મુદ્દો ખૂબ જ જ્વલંત શબ્દોમાં રજૂ કર્યો છે. આજના પરિપ્રેક્ષ્યમાં શાસનરક્ષક સુસાધુ અને સુશ્રાવકોની શું ફરજ થઈ પડે છે, એ માટે શું શું અને કેવી કેવી રીતે કરવું પડશે એ બધી વાતોની ધારદાર રજુઆત કરવામાં આવી છે. શાસનરક્ષા માટે જાતના માન-અપમાનને ગૌણ કરી કેવા પ્રયત્નો કરવા જોઈએ એનું સુંદર ધ્યાન આપ્યું છે.
મુવાક્યાતૃત • સારી-નરસી વસ્તુનું પરિણામ આત્માની પરિણતિ ઉપર છે. ૦ આગળ સમ્યક્ત્વ થશે એ ભાવનાથી જે સમ્યકત્વ પ્રત્યે બેદરકાર રહે અને મિથ્યાત્વ સેવે, તેને
ભવાંતરમાં પણ તેવી સુંદર સામગ્રી નથી મળતી. સમ્યગ્દષ્ટિ આત્મા તો મોક્ષની સાધનામાં ઉદ્યમની જ પ્રધાનતા માનનાર હોય છે. • જે આત્માઓ મિથ્યાત્વને આધીન થઈ પોતાની હઠ ન છોડે અને ઉન્માર્ગની પ્રવૃત્તિ વધાર્યે જ
જાય, તે આત્માઓ ગમે તેવા હોય તો પણ તેઓને સંઘ બહાર કરવાની આ શાસનમાં ભારેમાં
ભારે આજ્ઞા છે. • જેઓ ગાઢ મિથ્યાત્વના ઉદયે “મારું તે જ સાચું' - પછી ભલે સાચું હોય કે ખોટું હોય ! “આ
માનતા થઈ ગયા તેઓએ જ પ્રભુશાસનમાંથી પોતાનું સ્થાન ગુમાવ્યું. આગમના અમુક વચન ઉત્થાપે તે નિનવ કહેવાય. પણ જેઓ આજે ઘણી વસ્તુને ઉત્થાપે છે અરે એટલું જ નહિ પણ સીધાનું ઊંધું જ કરે છે, તેઓને માટે શું કહેવું, તે માટે શબ્દ જ નથી જડતો. • વિચાર કર્યા વિના જ અયોગ્ય રીતે મૌનના ઉપાસક બનવું, એ કોઈ પણ રીતે યોગ્ય નથી. • ઉપદેશની ફરજ સાધુની અને અમલની ફરજ શ્રાવકોની. • જગત ઇચ્છા મુજબ તો વર્તી રહ્યું છે : હવે એ સ્વેચ્છાચારિતામાં ધર્મ બતાવી જગતની વધા
પાયમાલી ન કરો. • શાસનસેવા કરતાં દ્રવ્યપ્રાણ જાય તો પણ ભાવપ્રાણ તો ખીલવાના જ છે, તો પછી ફીકર શી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org