________________
sri
- ૯ : જૈનશાસનનો પાયો સમજ્જ - 46
– ૧૪૩
આપે એવો કચરો કાઢનારો માણસ રાખે, કારણ કે આજે પાઈ છે, કાલે હીરો હોય. નાણાં શાહુકારને ધીરાય, ડૂબતી બેંકમાં નાણાં ન જ મુકાય. પાંચ હાથની પેઢી અને પાંચ-પચાસ લાખની મિલકત જાળવવા માટે આ બધું કરવું પડે અને આખું ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન જાળવવા શું શું કરવું જોઈએ, તે હજી શીખવાડવું જ પડે ? ત્યાં જેમ બાપ દીકરાને બધું કહે, કડવું પણ કહે અને પરિણામની એ મીઠાશનું દર્શન કરાવે કે “જો આમ વર્તીશ અને આ રીતે પેઢી ચલાવીશ, તો મારે તો બે મોટર છે અને તું તો ચાર મોટર રાખી શકીશ.' - તેમ હું પણ કહું છું કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રત્યે બહુમાન કરશો તો પરિણામે મુક્તિપદને પામશો. આ મીઠાશ ઓછી છે ? ખાંડ-સાકર તમારે ત્યાં હોય, પણ અમારે ત્યાં તો મુક્તિ એ જ મીઠાશ ! વચમાં સ્વર્ગાદિ ઔષધ ખાતર મીઠાશ દેવી પડે એ વાત પણ ખરી, પરંતુ બધાં ઔષધ સાકર લગાડેલી ક્વિનાઈન જેવાં ન હોય. એવાં પણ ઔષધ હોય કે જેમાં સાકર નુકસાન કરે. અત્યારે એવા કટુ ઔષધની જરૂર છે, કે જેથી વિષમ વાતાવરણથી બચી શકાય. અત્યારે પંપાળવાની જરૂર નથી. શાસ્ત્ર કહે છે કે પંપાળવા યોગ્ય હોય ત્યારે પંપાળવા. પંચમકાળ, હુંડાવસર્પિણી, કૃષ્ણપક્ષીયા જીવ, એમાં ખરાબ સંસર્ગ વધતા જાય, આવા સંયોગોમાં પંપાળવા કેમ જ બેસાય ? હિતૈષી બાપ પણ બાળકને ચૂંટી સાથળમાં ખણે કે જે બતાવાય જ નહિ. સંસારીની દૃષ્ટિએ એ સુબાપ. એ જ રીતે આ શાસનમાં પણ બધું “સુ” જોઈએ ! સુદેવ, સુગુરુ, સુધર્મ, સુમાબાપ, સુમિત્ર : બધું જ “સુ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org