SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦: સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા ઃ મિથ્યાત્વ એ જ મહાદોષ અને સમ્યકત્વ એ જ મહાસગુણ: પરમ ઉપકારી ટીકાકારમહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા , ચોથા અધ્યયનનો સંબંધ દર્શાવતાં ફરમાવી ગયા કે પ્રથમનાં ત્રણે અધ્યયનો દ્વારા સૂત્રકારમહર્ષિએ સાત પદાર્થોનું પ્રતિપાદન કર્યું અને એ સાતે પદાર્થો તત્ત્વરૂપ છે, તથા તેના અર્થની જે શ્રદ્ધા, તેનું જ નામ સમ્યકત્વ છે. શ્રી સૂત્રકારમહર્ષિએ પ્રથમ “શસ્ત્રપરિજ્ઞા' નામના અધ્યયન દ્વારા “જીવ, અજીવ, આશ્રવ અને સંવર' - આ ચાર તત્ત્વો કહ્યાં : બીજા લોકવિજય” નામના અધ્યયન દ્વારા “બંધ અને નિર્જરા આ બે તત્વો કહ્યાં : અને ત્રીજા “શીતોષ્ણીય' નામના અધ્યયન દ્વારા “મોક્ષ' તત્ત્વનું પ્રતિપાદન કર્યું. આ રીતે પ્રતિપાદન કરેલ સાતે તત્ત્વોની અર્થપૂર્વક શ્રદ્ધા એનું જ નામ સમ્યક્ત્વ છે, કારણ કે જીવ અને અજીવ તત્ત્વનું અનંતજ્ઞાનીઓએ જે રીતે નિરૂપણ કર્યું છે તેનું તે રીતે શ્રદ્ધાન થયા વિના તે અનંત જ્ઞાનીઓની આજ્ઞા મુજબ આશ્રવથી અટકી, બંધથી બચવાની અને સંવરની સાધનામાં સાવધાન થઈ, નિર્જરાને કરવાની તથા તે દ્વારા મોક્ષ મેળવવાની સાચી ઇચ્છા જાગ્રત થતી જ નથી. એ જાતની ઇચ્છા જાગ્રત થયા વિના, કદી જ આત્મા સમ્યગ્દષ્ટિ બની શકતો નથી અને સમ્યક્ત્વપ્રાપ્તિ થયા વિના ગમે તેટલી નિવૃત્તિ કરવા છતાં, સ્વજન, ધન અને ભોગનો ત્યાગ કરવા છતાં, અને અનેક પ્રકારનાં દુ:ખોને વેઠવા છતાં પણ મુક્તિ મળી શકતી જ નથી. આ વાત સમજાવવા માટે શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા દષ્ટાંતપૂર્વક સમજાવતાં ફરમાવે છે કે "कुणमाणोऽवि य किरियं, परिचयतोऽवि सूयणधणभोए । दितोऽवि दुहस्स उरं, न जिणइ अंधो पराणीयं ।।१।।" “જેમ અંધ આત્મા, ક્રિયા કરવા છતાં પણ, વજન, ધન અને ભોગોનો પરિત્યાગ કરવા છતાં પણ અને દુઃખને હદય આપવા છતાં પણ, એટલે કે અનેક પ્રકારનાં દુઃખને હૃદયથી ભોગવવા છતાં પણ, દુશમનના સૈન્યને જીતી શકતો નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy