________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ -
-
538
દુકાને તો હાંસી પણ ન હોય, કારણ કે એથી તો પેઢીનું વજન ઘટે. એટલે પેઢી ઉપર તો ભાવતાલની અને માલની જ વાતો હોય. વેપારની જ વાતો હોય ત્યાં હાંસી-ઠઠ્ઠા ન જ હોય. મિત્રને પણ કહી દેવું પડે કે, ભાઈ ! આડીઅવળી વાતો માટે ઘેર આવજે . ઘરે પણ દીવાનખાનામાં નહિ; એનાં તો સ્થાન જ જુદાં, કારણ કે એમાં આબરૂ નથી. આથી સ્પષ્ટ છે કે ઉત્તમ સાધના કરવી હોય, ત્યાં વાત પણ સારવાળી જ હોવી જોઈએ. સાર વિનાની વાત કરનારા અને સાંભળનારા અજ્ઞાની છે, પણ જ્ઞાની નથી. ત્રણે અનુયોગોનો સાર ચરણકરણાનુયોગ છે. માટે એનું કદી જ વિસ્મરણ ન થવું જોઈએ.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની કોરી વાતો કાંઈ મોક્ષમાં ન લઈ જાય. વિદ્વાનમાં ખપવા કે પ્રસિદ્ધિમાં આવવા માટે તત્ત્વની વાતો કરવાની નથી! તત્ત્વની વાતો તો “ચરણકરણાનુયોગ” તરફ સંપૂર્ણપણે ઝૂકવા અને ઝુકાવવાનું સામર્થ્ય કેળવવા માટે જ કરવાની છે.
“ચારે અનુયોગોમાં “ચરણકરણાનુયોગ મુખ્ય છે, અને એ મેળવવા માટે જ પ્રથમના ત્રણ અનુયોગો સેવવાના છે.” આટલી વાત જો બરાબર સમજાઈ જાય : તો તરત જ આત્માની બધી દશા પલટાઈ જાય : પણ એ તરફ ઝોક નમવો જોઈએ. અત્યારે તો એક જ વાત છે કે “વાતો બધી કરો, પણ ધ્યેયને સ્પર્શે જ નહિ. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, દાન, શીલ તપ, એ બધું કરવાનું કહો, પણ શાને માટે, એ પંચાતમાં ન ઊતરો!! એનું કારણ એ જ છે કે એ આવે એટલે દુનિયા તરફનો રસ ઊતરી જાય છે.
“શ્રાવકને સેવા, પૂજા, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણનું કહો, પણ શાને માટે એ ન કહો.” આમ કહેવાનું કારણ એ જ છે કે “શાને માટે ?' એ સમજાયું, એટલે દુનિયાનો રંગ છોડવો પડે છે અને અહીં રંગ જોડવો પડે છે. પણ હું કહું છું કે ક્રિયા બધી કરો, પણ એ વિના એટલે કે જ્યાં સુધી દુનિયાનો રંગ છૂટે નહિ અને આચરણનો રંગ આત્માને લાગે નહિ ત્યાં સુધી બધું ધૂળ ઉપર લીંપણ જેવું છે.
સભા : ક્રિયા તદ્દન નિષ્ફળ?
ના, નિષ્ફળ એવું નહિ. ફળ માન્યું. ફળનો ઇન્કાર નથી. પણ પછી શું? માનો કે ઠેઠ નવ રૈવેયક સુધી પહોંચાડ્યા, પછી શું? ચાલનારો ચાલે તે ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org