SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : સદાચારનું મહત્ત્વ સમજો ! - 38 ત્યાં જાય તો ખરો જ, કોઈ પણ ગામે કે ઝૂંપડે જઈને ભટકાય તો ખરો જ, પણ જ્યાં જવું હોય ત્યાં ન જવાય તો શું ? જવું હોય પૂર્વ દિશાના ગામમાં ને જવાય સામેની દિશાના ગામમાં, તો થાય શું ? નુકસાનભરી નિષ્ફળતા કે બીજું કાંઈ ? એ જ. એ તો દુનિયાની સાધનાની ક્રિયા છે. જો એ પણ નિષ્ફળ ન જવા દેવાય અને નુકસાન ઊભું ન થવા દેવાય, તો ધર્મક્રિયા કેમ તેવી રીતે નિષ્ફળ જવા દેવાય ? એવી ક્રિયાનું ફળ તો મળ્યું પણ પરિણામ શું ? એવી ક્રિયાના યોગે પણ અમુક મળશે તો ખરું જ, પણ તે ધ્યેય અને ધ્યેય તરફના પ્રેમ વિનાની હોવાથી જે મેળવવાનું છે, તેનાથી છેટા જવાશે. એ જ ફળમાં બેસી રહેવું હોય, તો કંઈ ફળનો ઇન્કાર નથી : પણ કહું છું કે આવી ભાવનાને લઈને જ ધ્યેય ઉપર ધ્યાન અપાતું નથી. ‘ક્રિયાનું ફળ કંઈક તો મળશેને !' આમ મનમાં હોય છે, પણ એ કામનું શું ? મળ્યું અને ધક્કો મારીને ગયું, એમાં વધ્યું શું ? ધ્યેયપૂર્વક યતી થોડી ક્રિયાથી પણ અનુપમ લાભ મળે અને પરિણામે સાધ્યની સિદ્ધિ થાય. યારિત્રહીન જ્ઞાની સદ્ગતિનો ભાગીદાર નથી ! 533 શ્રી નાગકેતુને પૂજન કરતાં પુષ્પમાંથી નાનો સર્પ નીકળ્યો અને ડસ્યો. પણ એ ચલાયમાન ન થયા. શાથી ? એમણે નક્કી કર્યું હતું કે શરીર મારું નથી અને છોડવાનું તો છે જ. મમતા છોડેલી હતી. આવો પ્રસંગ આવે ત્યારે ારીરના મોહની ખાતર ધર્મને છોડવામાં ડહાપણ નથી. શરીર આત્માને ઉપકારી છે એમ નથી, પણ જો આવી ક્રિયામાં રત રહે તો શરીર પણ ઉપકારનું સાધન છે. શરીર ખાતર ધર્મને ફેંકી દેવા ઇચ્છે, એ તો શરીરનો રસિયો કહેવાય. ધર્મ વિનાનું શરીર, ધર્મક્રિયામાં રત નહિ એવું શરીર, આત્માને બાડનાર છે. કેવળજ્ઞાન થાય ક્યારે ? ધ્યેયશુદ્ધિ હોય તો ! પ શ્રી નાગકેતુને ત્યાં જ કેવળજ્ઞાન થયું. આથી કહું છું કે શરીર મારું નથી બને તે છોડવાનું છે, એ ધ્યાન ધર્મીમાત્રને હોવું જોઈએ. જે આવા ધ્યેયવાળો શે, તે અણીને વખતે ધર્મનો નાશ નહિ થવા દે. આ ધ્યેય ન હોય તો એ કઈ ખતે ઉત્તમ વસ્તુનો નાશ કરે એ કહેવાય નહિ. શરીર પહેલું કે ધર્મ ? ધર્મનું સાધન શરીર એ ઠીક, પણ શરીર ધર્મથી રહેલું છે, એમ તો ન જ મનાય. ધર્મનું સાધન શરીર ખરું, પણ પહેલું શું ? નાનીએ તો શ૨ી૨ને ધર્મનું સાધન કહ્યું, પણ આજના એ શ૨ી૨સેવકોએ તો મેને ધર્મથી પણ પહેલું માન્યું અને મનાવવા માંડ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy