________________
635
–૮: બધું જ છ કાય જીવોની રક્ષા માટે ? - 45
– ૧૦૭
“પૂર્વનાં ત્રણે અધ્યયનોમાં કહેલા અર્થાધિકારોથી સહિત થયેલા આત્માએ કષ્ટકારી તપને સેવનાર તાપસ આદિ લોકોના અષ્ટગુણ એશ્વર્યને જોઈને
પણ સમ્પર્વમાં દઢ રહેવું - આ અર્થાધિકાર છે.” પાંચમા “લોકસાર નામના અધ્યયનમાં –
"पञ्चमे त्वयम् चतुरध्ययनार्थस्थितेनासारपरित्यागेन लोकसाररत्नत्रयौद्युक्तेन भाव्यमिति।"
“પ્રથમનાં ચારે અધ્યયનમાં કહેલા અર્થમાં સ્થિત થયેલા આત્માએ અસાર વસ્તુઓના પરિત્યાગપૂર્વક લોકમાં સારભૂત “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકારિત્રરૂપ રત્નત્રય, તેની આરાધનામાં ઉઘુક્ત રહેવું – આ
અર્થાધિકાર છે.” છઠ્ઠા ધૂત' નામના અધ્યયનમાં –
“षष्टेत्वयम्- प्रागुक्तगुणयुक्तेन निसङ्गतायुक्तेनाप्रतिबद्धन भाव्यमिति ।" “પૂર્વનાં અધ્યયનોમાં કહેલા ગુણોથી યુક્ત એવા આત્માએ નિસંગતાયુક્ત'
અને “અપ્રતિબદ્ધ થવું' - આ અર્વાધિકાર છે” સાતમા મહાપરિણા' નામના અધ્યયનમાં –
"सप्तमे त्वयम्- संयमादिगुणयुक्तस्य कदाचिन्मोहसमुत्थाः परीषहा उपसर्गा वा प्रादुर्भवेयुस्ते સભ્ય સોટવ્યા”
“સંવમાદિક ગુણોથી સહિત એવા મહાત્માને કોઈક સમયે મોહના યોગે ઉત્પન્ન થયેલા પરિષહો અથવા ઉપસર્ગો પ્રાદુર્ભાવ પામે, તે સર્વે સમ્યક
પ્રકારે સહન કરવા યોગ્ય છે. આ અર્થાધિકાર છે.” આઠમા ‘વિમોક્ષ' નામના અધ્યયનમાં "अष्टमे त्वयम्-निर्वाणम् अन्तक्रिया सा सर्वगुणयुक्तेन सम्यग् विधेयेति ।"
“ઉપરનાં આઠે અધ્યયનોમાં કહેલા જે ગુણોથી યુક્ત એવા આત્માએ
નિર્વાણ' નામ અંતક્રિયા સખ્યપ્રકારે કરવા યોગ્ય છે.” નવમા ઉપધાનશ્રત' નામના અધ્યયનમાં – "नवमे त्वयम् - अष्टाध्ययनप्रतिपादितोऽर्थः सम्यगेवंवर्द्धमानस्वामिना विहित इति ।"
આઠે અધ્યયનોમાં પ્રતિપાદન કરેલ અર્થ, એ રીતે સમ્યક પ્રકારે શ્રી વર્ધમાન સ્વામીએ કરેલું છે – આ અર્થાધિકાર છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org