SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - • 62 શિક્ષણ બધા માગે છે, અશિક્ષિત રહેવા કોઈ ન ઇચ્છે, પણ જે હેતુ માટે શિક્ષણ લેવાનું છે, તે વસ્તુ તો રોમેરોમ પરિણમવી જોઈએ જ ને? “ભણેલાથી તો આમ જ વર્તાય' - એ તો પરિણમન થવું જ જોઈએ ને ? શાહુકારની છાપ કઈ ? અર્ધી રાત્રે નાણાં આપે, કબૂલાતથી એક મિનિટ પણ મોડું ન કરે, જરા પણ વચનફેર ન બોલે, તે શાહુકાર. શાહુકાર કહેવરાવવું અને પેલી બધી ક્રિયાને આઘી રાખવી તે કેમ ચાલે ? શિક્ષણ આપવું અને શિક્ષણ ફળે એવા પ્રયત્નો કશા જ ન કરવામાં આવે, તો શિક્ષણ ફળે કઈ રીતે ? શિક્ષણ પામેલો આત્મા ઉત્પાતિયો કેમ જ બને ? ધાર્મિક હેતુ વગરના શિક્ષણથી જ ઉત્પાત જાગે છે. અને એવું શિક્ષણ મેળવેલાઓ સમાજમાં કંટકરૂપ જ બને છે. સભા : રોજ બને છે. બને છે માટે તો રોજ એ પીંજણ કરવું પડે છે. ભગવાન શ્રી મહાવીરદેવનો યોગ નહોતો થયો ત્યાં સુધી શ્રી ઇંદ્રભૂતિજીને “હું સર્વજ્ઞ’ એમ હતું, પણ યોગ થયા પછી એ તરત જ નીકળી ગયું. મિથ્યાજ્ઞાન મિથ્યા મટીને સમ્યફ થયું. તેમ જ શિક્ષણ માટે સમજવું. શિક્ષિત તો એવો હોય કે દરેકને તેની સાથે વાત કરવાનું મન થાય. આથી સમજી શકશો કે જ્ઞાનપ્રાપ્તિનો હેતુ ચરણની રચિ. એટલે કે પાપથી પાછા વળવાની રુચિ ઉત્પન્ન કરવાનો જ હોવો જોઈએ. શ્રી આચારાંગનાં અધ્યયનો કેટલાં અને ક્યાં ક્યાં? આથી જ ચારે અનુયોગોમાં “ચરણકરણાનુયોગ'ની પ્રધાનતા વર્ણવવામાં આવે છે અને એ અનુયોગનું મુખ્યતયા પ્રતિપાદન આ “શ્રી આચારાંગ” નામનું પ્રથમ અંગસૂત્ર છે અને તે બારે અંગોમાં સારભૂત હોઈ સૌથી પ્રથમ છે. આ શ્રી આચારાંગસૂત્રનાં અધ્યયનોની સંખ્યા ને તેનાં નામ દર્શાવતાં ફરમાવે છે કે – "सत्थपरिण्णा 'लोगविजओ य सीओसणिज्ज "सम्मत्तं । तह "लोगसारनामं 'धुयं तह महापरिण्णाय ।।१।। अट्ठमए य 'विमोक्खो 'उवहाणसुयं च नवमगं भणियं । इच्चेसो आयारो आयारग्गणि सेसाणि ।।२।।" एष नवाध्ययनरूप आचारो, द्वितीयश्रुतस्कन्धाध्ययनानि तु शेषाणि - आचाराग्राणीति ।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy