________________
623
- ૭ : શિક્ષણનો હેતુ શ?- 44 – – ૯૫ “પહેલું શસ્ત્રપરિક્ષા, બીજું લોકવિજય, ત્રીજું શીતોણિકા, ચોથું સમ્યકત્વ, પાંચમું લોકસાર, છઠું ધૂત, સાતમું મહાપરિજ્ઞા, આઠમું વિમોક્ષ ને નવમું ઉપધાનશ્રત.” આ નવ અધ્યયનરૂપ શ્રી આચારાંગસૂત્ર છે અને બીજા
શ્રુતસ્કંધનાં અધ્યયન તો શ્રી આચારાંગસૂત્રની ચૂલિકારૂપે છે.” રાગના સેવક વીતરાગની સેવા ન કરી શકે ?
નવ અધ્યયનરૂપ શ્રી આચારાંગસૂત્રના “શસ્ત્રપરિજ્ઞા' નામના પહેલા અધ્યયનમાં “જીવસંયમ' નામનો અર્થાધિકાર છે, એટલે કે એમાં પ્રથમ જીવનું અસ્તિપણું - વિદ્યમાનપણું સાબિત કર્યા પછી પૃથ્વીકાયાદિક જીવોની સિદ્ધિ કરી, તે સર્વ જીવોની હિંસાથી કેમ બચી શકાય, એ વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
આ જ વસ્તુનું પ્રતિપાદન કરતાં શ્રી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
"तत्र शस्त्रपरिज्ञायामयमर्थाधिकारो- 'जियसंजमो' त्ति जीवेषु संयमो जीवसंयमः, तेषु हिंसादिपरिहारः, स च जीवास्तित्व-परिज्ञाने सति भवत्यतो जीवास्तित्वविरतिપ્રતિપાનમત્રાર્થોપાર: “
“નવ અધ્યયન પૈકીના પ્રથમ “શસ્ત્રપરિજ્ઞા' નામના અધ્યયનમાં જીવસંયમ” નામનો અર્થાધિકાર છે. જીવોનો સંયમ એટલે જીવોની હિંસા આદિનો પરિહાર છે, અને તે, જીવોના અસ્તિપણાનું જ્ઞાન થાય ત્યારે જ થાય છે? માટે આમાં પ્રથમ જીવોના અસ્તિત્વનું પ્રતિપાદન અને તે પછી તેની હિંસાદિથી વિરતિનું પ્રતિપાદન, એ આ અધ્યયનનો અર્થાધિકાર છે?”
આ આખાયે અધ્યયનનો સાર જીવોની રક્ષામાં છે. કારણ કે “અહિંસા' એ આ ધર્મનું મૂળ છે. સ્વ અને પરની અહિંસા માટે તો આ ધર્મની સ્થાપના છે. “અવ્યાબાધ પદ' જોઈએ, તે અહિંસા વિના મળે કઈ રીતે ? બીજાને વ્યાબાધાપીડા કરનારાને શું “અવ્યાબાધ પદ' મળે ? “અવ્યાબાધ પદ” એટલે મોક્ષ. ત્યાં જવું છે, કે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ સંસારમાં રહેવું છે ? જેને અહીં જ રહેવું હોય, તેને માટે આ તીર્થની સ્થાપના જ નથી. તમે કોઈને દુઃખી કરો અને તમે સુખી થાઓ, એ કદી જ નહિ બને !
મુક્તિના અર્થીએ અહિંસક બનવું જ જોઈએ. જે અહિંસક ન બને, તે મુક્તિએ ન જ જાય. અને અહિંસક બનનારે હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમજવું જ જોઈએ. હિંસાથી ત્યારે જ બચાય, કે જ્યારે જીવનું અસ્તિત્વ અને તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org