________________
૯૭
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩
——
———
624
સ્વરૂપ આદિ સમજાય. આત્મા જીવોના નાશની પ્રવૃત્તિથી પાછો ફરે, ત્યારે જ સાચો અહિંસક બને. જ્ઞાનીઓએ જીવોનું સ્વરૂપ જે બતાવ્યું છે તે પાપથી બચવા માટે, નહિ કે પાપમાં ભળવા માટે !
અહિંસક થવાની ભાવના આવે, તો તરત જ આત્માની દશા પલટાય અને કોઈ કહે કે “આમાં જ્ઞાનીએ ઘણા જીવ કહ્યા છે – તો તરત જ તે કહે કે “તો હું નહિ ખાઉં.” અહિંસક થવાની ભાવનાવાળા આત્માને અભણ્યના ભક્ષણથી બચતાં વાર જ નહિ લાગે. એ તો એમ જ કહે છે અને માને છે કે શરીરનું મમત્વ છૂટતું નથી, માટે એના ટકાવ પૂરતું જ ખાવું પણ પડે છે. એવા આત્માઓને અભક્ષ્યના ભક્ષણથી બચાવવા બહુ જ સહેલા છે. એવાઓ ‘કાચા દૂધ, દહીં કે છાશમાં કઠોળ ભળે તો જીવોત્પત્તિ થાય છે એમ જાણે, કે તરત જ તે કહે કે તો હવેથી નહિ વાપરીએ. સમજવા માટે પ્રશ્ન કરે એ વાત જુદી, પણ એવી વસ્તુઓ વાપરે તો નહિ જ. પણ આજનાઓ તો કહે છે કે “એમાં સ્વાદ બહુ આવે છે.” અભણ્યનું ભક્ષણ રસનાની લાલસાથી થાય છે; નહિ તો પાંચ વાગે જમેલો માણસ પાછો રાત્રે ખાય શું કામ ? શું પેટ માગે છે એથી એ ખાય છે ? નહિ જ, પેટ માટે નહિ પણ શોખથી ખાય છે ! એ શોખ લાગવાથી તો આજે કેટલાક, જીવને જીવ તરીકે નથી માનતા ! જીવોની એવી ઉત્પત્તિ આદિને ઝીણવટપૂર્વક વર્ણવતા શાસ્ત્રને નથી માનતા ! એવા અપૂર્વ અને અનુપમ જ્ઞાની પુરુષોને પણ નથી માનતા ! ખરેખર, રાગ એ એવો ભયંકર દુર્ગુણ છે, કે જે વીતરાગને પણ ન માનવા દે. રાગીને વીતરાગ સાથે મેળ ન ખાય. જો રાગની સામે થવાય તો તો આ બધું ગમે, પણ આ તો રાગના સાથી થવું છે, અરે, સાથી નહિ, પણ સેવક અને તે પણ વગર પગારના ! રાગની સામે જેટલી વસ્તુ, તેની સામે જ આજની લડાઈ ! આજના મોરચા કોની સામે
સભા : શ્રી વીતરાગદેવ અને તેમના શાસનની સામે !
તો હવે વિચારો કે એવાઓને જૈનત્વ ક્યાંથી રૂચે અને આ બધું ગમે શી રીતે? મૂળમાં જ ખામી હોય ત્યાં શું થાય ? ભણાવો, ગણાવો, હોશિયાર બનાવો, પણ મૂળમાં જ એવું પોષો, કે જેના યોગે જેટલું આપો તેટલું બધું જ લાભદાયી જ નીવડે. સ્તનપાનથી જ એવું રેડો. એવા ઉત્તમ શબ્દો બોલો કે દૂધ પીતાં પણ બાળક એ જ ગ્રહણ કરે. આ જ તો શિક્ષણ જ જુદું. એવું જ સંભળાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org