________________
૧૧૭
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩
એવો રાજધર્મ તથા ગૃહસ્થધર્મ ભગવાને કહ્યો. આમ કહેનારને કોઈ પૂછતુંય નથી કે એમ કહેવાની ભગવાનને જરૂર શી હતી ? ઉપદેશ ક્યાં હોય ? જે વસ્તુ ઉપદેશ વિના ન થતી હોય ત્યાં ભગવાન શ્રી મહાવીરસ્વામીજીની પહેલાં, એટલે કે એ તારકે ઉપદેશ કર્યો તે પહેલાં આ બધું એટલે રાજ્ય અને ઘરબાર ચલાવવાં, પેઢી ચલાવવી, એ બધું ચાલતું કે નહિ ? રાજ્ય ચલાવતાં ચલાવતાં ઘરબાર ચલાવતાં ચલાવતાં એના જ પ્રભાવે મુક્તિએ કોણ ગયું ? કોઈ જ નહિ; તો શ્રી જિનેશ્વરદેવે માર્ગ મુક્તિનો સ્થાપ્યો કે સંસારનો ?
સભા : એ તો ઋષભદેવની વાત કરે છે.
શ્રી ઋષભદેવસ્વામીએ શું કહ્યું એ કહો. ઋષભકુમારે કે ઋષભરાજાએ શું કહ્યું ? - એની સાથે નિસ્બત નથી : પણ શ્રી ઋષભદેવજીએ શું કહ્યું ? –એની સાથે સંબંધ છે. વળી એમણે પણ સંસાર છોડતાં સર્વ સાવધયોગનું પચ્ચખ્ખાણ કેમ કર્યું ?
રાષ્ટ્રધર્મ શું મુક્તિ અપાવે છે ?
સભા : રાષ્ટ્રધર્મ ક્યારે સ્થાપ્યો ?
તમે જાણો ! કેવળજ્ઞાન થયા બાદ શું કહ્યું એ તો કહો ! વારુ, તમારા કહેવા મુજબ જો રાષ્ટ્રધર્મ સ્થાપ્યો એમ માનીએ, તો કહો કે રાષ્ટ્રનો તે તા૨કે ત્યાગ કેમ કર્યો ? અને તે પછી શ્રી ભરતજીએ પણ શ્રી બાહુબળીજી સમક્ષ એમ કેમ કહ્યું કે ‘જે રાજ્યને ભવતરુનું બીજ ન માને તે અધમ છે અને એ જાણવા છતાં હું નથી છોડતો, માટે હું તો અધમમાંયે અધમ છું ?' જો રાષ્ટ્ર એટલે કે રાષ્ટ્રને લગતી પ્રવૃત્તિઓ કરવામાં જ ધર્મ જહતો, તો શ્રી ભરતજીએ રાજ્યને ભવતરુનું બીજ કેમ કહ્યું ? અને એમ ન માને તેને અધમ કેમ કહ્યો ? તથા પોતાને અધમમાં અધમ કેમ જણાવ્યા ? શ્રી ભરતજી કોની આજ્ઞાથી આ બોલી શકે ? જો રાષ્ટ્રની જીત એ જ ધર્મ હોત તો શ્રી ઋષભદેવસ્વામીની આજ્ઞાના પાલનમાં જ આત્મશ્રેય માનનાર શ્રી ભરત મહારાજ રાજ્યને સંસારવૃક્ષનું બીજ (કારણ) માનત ? શ્રી ભરતજી કોના પુત્ર ? શ્રી ઋષભદેવસ્વામિના ને ?
644
વારું, ધર્મ કોને કહેવાય ? દુર્ગતિમાં પડતા જંતુસમૂહને બચાવે અને સાર્વ ગતિમાં સ્થાપન કરે તે જ ધર્મ ને ? તો રાજ્ય દુર્ગતિથી બચાવે કે દુર્ગતિમાં લ જાય ? કલ્પસૂત્રમાં આવતી હરિવંશની ઉત્પત્તિ સાંભળીને ! રાજ્યાદિક, - અં કારણ શાનું ? નરકનું કે સ્વર્ગનું ? શ્રી બ્રહ્મદત્ત અને શ્રી સુભૂમચક્રવર્તીને કય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org