________________
દર્શાવ્યું છે અને એમ આ ગ્રંથ (ગ્રંથના પ્રથમ ભાગ) સમાપ્ત થાય છે. વચ્ચે વચ્ચે તેઓશ્રીએ વર્તમાન વાતાવરણને સ્પર્શીને પણ વિવેચન કરેલ છે. તેમજ કેટલાંક આદર્શ જીવન ચરિત્રના પ્રસંગો રજૂ કરેલ છે. આ બધાની મહત્તા ! તો વાચક વાંચવાથી જ સમજી શકે.
રચના પ્રસંગે :
આ વ્યાખ્યાનો તેઓ શ્રીમદે પોતાના પરમગુરુદેવ તથા પૂ. ગુરુદેવ સાથે મુંબઈલાલબાગમાં વિ. સં. ૧૯૮૫ના કરેલ ચાતુર્માસ દરમ્યાન અપાયાં છે. મુંબઈમાં આ પૂ. પ્રવચનકાર મહાત્માનાં વ્યાખ્યાનોએ નવચેતના પ્રગટાવી હતી અને ધર્મદ્રોહીઓના ઉન્માદભર્યા આટલા પ્રયત્નો છતાં, પ્રવૃત્તિમય મુંબઈ નગરીમાં રોજ બે હજારથી વધુ સંખ્યામાં શ્રોતાગણ આ પ્રવચનો પ્રસંગે હાજરી આપતો. બાકી તે વખતના મુંબઈના વાતાવરણની ઝાંખી તો “જૈન પ્રવચન, ભાગ-પહેલો” નામના ગ્રંથમાં કરાવાયેલ હોઈને અને જ્જતા એથી પરિચિત હોઈને, તે સંબંધી વિશેષ ઉલ્લેખ અત્રે તેટલો મહત્વનો નથી. ‘શ્રી આચારાંગ-ધૂતાધ્યયન'નાં આ માત્ર ૨૨ વ્યાખ્યાનો જ છે, જ્યારે એની પૂરી સંખ્યા તો લગભગ પાંચસો જેટલી હોવાનું સંભવે છે.
અંતિમ ઃ
ગ્રંથ અને ગ્રંથકારનો પરિચય જો કે સામાન્ય દૃષ્ટિએ ખૂબ લાંબો થઈ જ્વા પામ્યો છે, પરંતુ આમાં તો માત્ર વસ્તુ નિર્દેશ જ છે અને તે આવશ્યક જ હતો. શક્ય છે કે - પાઠકો અને જિજ્ઞાસુઓ માટે આ વધુ રસપ્રદ નીવડશે. બાકી વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજા ફરમાવે છે કે - ‘શ્રોતાને લાભ થાઓ કિંવા નહિ, પરંતુ શુભાશયવાળા વક્તાને તો લાભ થાય જ છે’ - તે જ રીતે લખનારને તો એનું સુફ્ત મળી જ ગયું છે અને એની ઇચ્છા પણ એ જછે કે - વાંચનાર પણ એવું જ સુફ્ત ઇચ્છે ઃ એવી કાર્યવાહી અને એવી શુભેચ્છામાં તો એકાંતે કલ્યાણ સમાયેલું છે, કારણ કે - તેની ઉત્પત્તિ સર્વોત્કૃષ્ટ ભાવનામાંથી થાય છે અને તે ભાવના છે -
“સવિ જીવ કરું શાસનરસી”
(‘વીરશાસન’ કાર્યાલય તરફથી પ્રકાશિત “શ્રી આચારાંગ-ધૃતાધ્યયન” પુસ્તકમાંથી)
44
Jain Education International
ગ્રંથ અને ગ્રંથકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org