SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૩ – કાઢીને, છાતી ફુલાવીને ન જ ચલાય. એ બધું બહાર ! શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો હાથ જોડીને જ ઊભા રહેવાય. જે જાતની રીતભાત હોય તે મુજબ જ બોલાય. આ મર્યાદા સમજાય, પળાય, તો તો સૂત્રનું વાંચન ફળે. એ તો અનુભવસિદ્ધ છે કે મર્યાદાને છોડી આ શાસ્ત્રને વાંચનારા વિરોધી બની, આ શાસ્ત્રના દુશ્મન બન્યા છે. શાથી? મર્યાદા ન સ્વીકારી માટે ! હરેક શાસનવર્તી આત્માએ આ મર્યાદા સ્વીકારવાની છે. તર્યા પણ તે જ, કે જેમણે મર્યાદા સ્વીકારી. એ મર્યાદા આજે કેમ ખૂંચે છે ? કહેવું જ પડશે કે જીવન સ્વછંદી બન્યાં માટે ! માનસિક સ્થિતિ ક્ષણેક્ષણે પલટાય છે. ઘણા એવા છે, કે જેમને એક પણ ઉત્તમ વિચાર હૃદયમાં આવતો નથી : અને કદાચ આવી જાય, તો આવેલો ટકતો નથી. એનું કારણ ? મર્યાદા નથી ! પૂર્વે કુટુંબોની પણ મર્યાદા અજબ હતી કે અનિચ્છાએ પણ ધર્મનું પાલન થતું. ચક્રવર્તીના ઘોડા બળવાન રહે, માટે બળાત્કારે બ્રહ્મચર્ય પળાવવામાં આવે છે, તેમ ધર્મકુટુંબમાં અનિચ્છાએ પણ ધર્મનું પાલન થઈ જાય છે. મર્યાદામાં ટકનારની જ મુક્તિ ! સભા : બળ તો કસરતથી મળે કે બ્રહ્મચર્યથી ? બ્રહ્મચર્ય વિના કેવળ કસરતથી ન મળે. આથી ત્યાં પણ બ્રહ્મચર્યની યોજના છે, તો આત્માના કલ્યાણ માટે કેમ નહિ ? છોકરાને સ્કૂલમાં શું કરવા મૂકો છો ? એને મરજી થાય, એ પોતાની મેળે કહે, ત્યારે જ સ્કૂલમાં મૂકવો એ નિયમ કરી શકો છો ? બાળકને સ્કૂલ જવાના સંસ્કાર નાખવા જ નહિ, એની રમતગમતની ઇચ્છાની આડે આવવું જ નહિ, એ કબૂલ છે ? એ આત્માને મરજી મુજબ વર્તવા દોને ! તિજોરીમાંથી પૈસા ફેંકે તો ફેંકવા દોને ! એ અજ્ઞાનને જ્ઞાની બનાવવાનો તમને હક્ક શો ? સભા : સોળ વર્ષની અંદર બાળક હિતાહિત ન સમજે, માટે માબાપને તેમ કરવું પડે છે. ત્યારે સોળ વર્ષની અંદરના બાળકને માબાપ હિતાહિત જોઈ સન્માર્ગમાં જોડે એ કબૂલ છે ને ? એમ કરવામાં ગુનો તો નથી ને ? સભા: એ તો જુદું થયું. એ જુદુ શાથી લાગે છે ? એ જુદું લાગે ત્યાં જ વાંધો છે. આજે કહેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy