SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ઃ ચડનારને ચડવા દો, પાડો નહિ? આચારશુદ્ધિ વિના સમ્યત્ત્વ ટકે નહિ ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી પીઠિકામાં ફરમાવી ગયા કે શ્રી અરિહંતદેવના વચનના અનુયોગ સિવાય, સાચો વિવેક જાગતો નથી અને તેવો વિશિષ્ટ વિવેક જાગ્રત ન થાય, ત્યાં સુધી હેય તથા ઉપાદેય પદાર્થોના સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન થતું નથી, હેય-ઉપાદેયના વાસ્તવિક જ્ઞાન વિના રાગ, દ્વેષ અને મોહ ઘટતા નથી, એ ઘટે નહિ ત્યાં સુધી દુઃખ દૂર થતું નથી અને સુખની ભાવના ફળતી નથી. ભગવાન શ્રી અરિહંતદેવની વાણીને ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં “ચરણકરણાનુયોગ મુખ્ય છે. ત્રણે અનુયોગના ફળરૂપ અને ચારે અનુયોગમાં પ્રધાન “ચરણકરણાનુયોગ” છે. એના વિના બાકીના ત્રણે અનુયોગો આત્માને જે વસ્તુની જરૂર છે તે આપી શકતા નથી. સાધ્યની સિદ્ધિ માટે, ચોથા અનુયોગની પ્રાપ્તિ કે રુચિ વિના, ત્રણે અનુયોગો ઉપયોગી થઈ શકે તેમ નથી. એ ત્રણે અનુયોગોની સહાયથી ચોથો બહુ મજાનો, શુદ્ધ અને રસાળ બને, તો એ ત્રણે અનુયોગો ઉપયોગી છે. માટે જચોથો અનુયોગ મુખ્ય છે. શ્રી ગણધરદેવે રચના પણ પહેલી આ શ્રી આચારસૂત્રની કરી, કારણ કે તે “ચરણકરણાનુયોગને પ્રતિપાદન કરનારું પ્રથમ અંગસૂત્ર છે. આચાર, એ મુખ્ય વસ્તુ છે. આચારશુદ્ધિ વિના વિચારશુદ્ધિ પણ થતી નથી. અયોગ્ય આચારમાં રહેલો કોઈ આત્મા વિચારશુદ્ધિ કદાચ પામી પણ જાય, પરંતુ એનું દૃષ્ટાંત ન લેવાય. બહુલતા તો, આચારશુદ્ધિ વિના સંપૂર્ણ વિચારશુદ્ધિ ભાગ્યે જ હોય, નથી કહીએ તો ચાલે. અયોગ્ય આચાર કરવા પડે માટે કરે અને કરવા માટે કરે એ બેમાં અંતર છે. થઈ જાય છે એમાં અને કરવા પડે છે એમાં ઘણું અંતર છે. સમ્યગ્દષ્ટિ આત્મા, દુનિયાદારીના આચારને કરવાની ઇચ્છાવાળો નથી હોતો, તેનો પ્રશંસક નથી હોતો, છતાં એના હાથે થઈ જાય છે, એને પણ કરવા પડે છે તે વાત જદી. છતાં એમાં એ લીન તો નથી જ થતો. થઈ જાય અથવા કરવા પડે માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy