________________
૨૦૩ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 74 પ્રકાશવા શ્રુતનો જ આધાર લેવો પડે. પાંચ જ્ઞાનને પ્રકાશિત કરનાર કેવળ શ્રુતજ્ઞાન જ છે. શાસન શ્રુતજ્ઞાનના આધારે છે, નહિ કે કેવળજ્ઞાનના આધારે ! બધા મુનિ ચાલે શ્રુતના આધારે કહ્યું કેવલીએ એ વાત સાચી, પણ અમારે આધાર શ્રુતનો ! શ્રી જિનેશ્વરદેવના અભાવે શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનાગમનો જ આધાર છે. શ્રી જિનેશ્વરદેવ તો અમુક કાળમાં જ હોય અને પોતાની હયાતીના સમયમાં પણ અમુક અમુક સ્થાનમાં જ હોય. આજે રાજગૃહીમાં હોય તો કાલે બીજે હોય. એક શ્રી જિનેશ્વરદેવ કંઈ એકીસાથે બધે જ ન હોય, એટલે તે સમયનાઓ માટે પણ બાકીનાઓને તો આધાર શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનો તથા શ્રી જિનેશ્વરદેવના આગમનો જ છે. સમવસરણમાં પણ શ્રી જિનેશ્વરદેવ પોતે તો એક જ દિશામાં વિરાજે છે અને બાકીની ત્રણ દિશામાં તો શ્રી જિનેશ્વરદેવનાં પ્રતિબિંબ જ હોય છે. શ્રી તીર્થંકરદેવના પ્રભાવે દેવતાઓ પ્રતિબિંબ કરે તે પણ પ્રભુના જેવા જ દેખાય. કોઈ એમ ન જાણે કે પ્રતિબિંબ છે. બધાને પ્રભુ જ જણાય. શ્રી જૈનશાસનમાં શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ પણ તેમની જેમ શાશ્વતી જ છે. એક માણસનું નામ સાંભળ્યું હોય, એટલા માત્રથી તેને શોધો તો ઝટ પત્તો ન લાગે, પણ ફોટો જોયો હોય તો તરત જ પત્તો લાગે. આકૃતિ એ ભાવનાની વધુ ઘાતક છે. નામમાં તો ગુણો સંભળાય, પણ આકૃતિમાંથી તો ગુણોની ધારા છૂટે. આથી જ શ્રી જૈનશાસનમાં ચારે નિક્ષેપો માન્ય છે. એ જ સંબંધમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ચોવીસે શ્રી જિનેશ્વરદેવની સ્તવના કરતાં લખે છે કે –
“નામ કૃતિદ્રવ્યમા પુનત્રિનાળનમા.
ક્ષેત્રે રાત્રે ૨ સર્વસ્મિાત સમુપાશ્મિ પા” સર્વ ક્ષેત્રમાં અને સર્વ કાળમાં નામ, આકૃતિ (સ્થાપના) દ્રવ્ય અને ભાવથી ત્રણે જગતના લોકોને પવિત્ર કરતા શ્રી અરિહંતદેવોની અમે ઉપાસના કરીએ છીએ.”
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એક પણ વસ્તુ એવી નથી, કે જેને આપણી ઇચ્છા મુજબ માની લેવાય. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સઘળી જ વસ્તુને શ્રી જિનેશ્વરદેવોએ અને શ્રી જિનેશ્વરદેવના માર્ગે જ ચાલતા સૂરિપુરંદરોએ દર્શાવેલી મર્યાદા મુજબ જ મનાય અને એને માટે આધાર એક શ્રુતનો જ! હવે જે આત્મા એને જ ન માને એ કેમ ચાલે ? ખરેખર, પ્રભુશાસનની મર્યાદા જ ઊંચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org