________________
on – ૧૧ : દર્શનના ઉદ્યોતથી જ્ઞાનનો ઉધોત: - 48 - ૧૭૩ એના સુખનો સાક્ષાત્કાર થયો તે એને ન ભૂલે. નિમિત્ત મળ્યું કે ઝટ પામે. ચૌદ પૂર્વી નિગોદમાં જાય પણ પાછા ઝટ નીકળે. સમ્યગ્દર્શન પામ્યા પછી તો સમય નિયત. અર્ધપુદ્ગલ પરાવર્તનની અંદર એનો ભવનિસ્તાર થાય જ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સમય એ. એથી વહેલો પણ થાય. અકામ નિર્જરા એવી થાય કે સીધો ઝટ ઠેકાણે પડે.
સમ્યગ્દર્શનથી પણ દેશવિરતિનો અને તેથીયે સર્વવિરતિનો, મુક્તિને માટે નિયત થયેલો સમય ઓછો સમજવો ! સમ્યકત્વ પામ્યા પછી વધુમાં વધુ થાય તો કંઈક ન્યૂન અર્ધપુલ પરાવર્તન : બાકી અંતર્મુહૂર્તમાં પણ વિસ્તાર થાય. શ્રી મરૂદેવા માતા સમ્યકત્વ, વિરતિ, કેવળજ્ઞાન અને મુક્તિ બધું ત્યાં ને ત્યાં પામ્યાં. સમ્યકત્વ બાદ અંતર્મુહૂર્તમાં પણ મુક્તિ થાય, એનો નિષેધ નથી. નિગોદમાંથી નીકળી, કેળનો ભવ કરી, તરત મરૂદેવા થયાં. નરક વગેરે કંઈ જોયું જ નથી. સમ્યક્ત પણ હાથી ઉપર થયું. વિરતિ, કેવળજ્ઞાન અને મુક્તિ બધું ત્યાં જ થયું. સકામ નિર્જરા ને અકામ નિર્જરાનો ભેદ :
સકામ નિર્જરા એટલે ધર્માનુષ્ઠાનાદિ આરાધવાથી કર્મક્ષય થાય તે; અને અકામ નિર્જરા એટલે ઇચ્છા વિના પણ આપત્તિ આવે, કર્મનો વિપાક ભોગવવો પડે અને તેને લઈને કર્મક્ષય થાય તે ! નિગોદમાં અવ્યક્ત વેદનાનો સુમાર નથી, પણ વ્યક્ત વેદના વધારેમાં વધારે નારકીમાં છે. ત્યાં તો પીડાની કારમી ચીસો પડે. નારકીમાં તો પાંચ ઈંદ્રિયો પણ છે, જ્ઞાન પણ છે, પણ નિગોદની તો વાત જ પૂછો મા ! ત્યાંથી નીકળનારા જીવો અકામ નિર્જરાના યોગે બહાર આવે. નદીમાં બધા પથરા અથડાય છે, પણ બધા ગોળ થાય?નહિ. કારણ?ભવિતવ્યતા. જેના ઉપર વધુ ઘસારો થયો અને જે એવી રીતે ઘસાયા તે ગોળ થયા. એમ જે આત્માના કર્મ પર અકામ નિર્જરાનો વધુ ઘસારો થયો, તે જલદી બહાર આવે. અકામ નિર્જરા જીવ માત્રને ચાલુ છે : પ્રમાણ ઓછું-વધતું હોય. કર્મમળ ઓછો થયા વિના ગુણપ્રાપ્તિ ન થાય. સમ્યકત્વપૂર્વકના તપથી સકામ નિર્જરા સમ્યકત્વ વગરના લાંઘણથી અકામ નિર્જરા ! મિથ્યાદષ્ટિનાં કર્મ ભવિતવ્યતાથી ખસે, જ્યારે સમ્યગ્દષ્ટિ એ માટે પ્રયત્ન કરે. આટલી લાયકાત વધી.
સભા : તિર્યંચોમાં પણ એવું જ્ઞાન ને એવી શક્તિ હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org