SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ 609 – ૬ : સમાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ : - 43– ૮૧ શ્રાવકનો બધાનો હેતુ કેવળ એક જ કે મોક્ષમાર્ગને અખંડિત રાખવો. એમાં સહાય કરનાર દેવનું સ્મરણચિહ્ન પણ રખાય. બધાનો સંબંધ મોક્ષમાર્ગ સાથે છે : સંસારની સાથે તો નથી જ. મોક્ષમાર્ગના અર્થી તરીકે અહીં આવો, અને જો એ માટે આવો તો તમારામાં રહેલી બદીઓ સાંભળવા તૈયાર રહો અને સાંભળીને એ બદીઓ કાઢવાનો યથાશક્તિ પ્રયત્ન કરો. જ્યાં સુધી તમે તમારી ખામી ન સમજો, ત્યાં સુધી દેનારો મોક્ષમાર્ગ દે કઈ રીતે ? આજે કહે છે કે “સાધુને આ શી પંચાત ? “નીતિ પાળો, જૂઠું ન બોલો' - એવા સીધા ઉપદેશ જ આપવા જોઈએ.” હું કહું છું કે એવા ઉપદેશ આપીએ અને એ પણ કહેવાય છે, પણ એટલા માત્રથી સાંભળનારા સારા થાય ? સંપૂર્ણ ન જ થાય, અમે કહીએ કે “નીતિ પાળો, જૂઠું ન બોલો.” પછી કોઈ પૂછે કે “એ બધું પાળવું શા માટે ?' એના જવાબમાં અમારે કાંઈ કહેવું કે મૌન જ રહેવું ? સભા : કહેવું છે કે, પાપથી બચવા માટે. એટલે તો જે કહેવાય છે, તેમાં બધું આવી જ જાય છે. વારુ, પાપ કેટલાં? સભા : અઢાર. એ અઢારમાં મોટામાં મોટું પાપ પાપને પાપ ન માનવું' તે છે. છેલ્લે અઢારમું પાપસ્થાનક મિથ્યાત્વશલ્ય છે તે ! એ મોટામાં મોટું પાપ છે. આ વિશ્વમાં જે આત્મા પાપને પાપ ન માને તે મોટામાં મોટો પાપ, મોટામાં મોટો નાસ્તિક, ઢોંગી અને ધૂર્ત છે. ઢોંગી અને ધૂર્ત એટલા જ શબ્દો ન પકડતા, પણ આખું વાક્ય લેજો. હિંસા કરનારો, જૂઠું બોલનારો, ચોરી કરનારો તથા વ્યભિચારી જેટલો પણ પાપી નથી, એટલો પાપી પાપને પુણ્ય માનનારો છે. એનાથી કસાઈ પણ સારો, કારણ કે એ પણ કહે છે કે, પેટ પડ્યું છે માટે કરું છું, પણ વાજબી કરું છું, એમ એ નથી કહેતો. જે આત્માને “પાપને પાપ કહેવું' એ પણ ભયંકર લાગતું હોય, તે આત્મામાં સમ્યક્ત્વ હોઈ શકતું જ નથી. એવો માણસ આત્માને પણ માને છે એવું કોણે કહ્યું? “માનું છું' એમ દેખાડતો હોય તો પણ તે ઢોંગી છે માત્ર દુનિયામાં પૂજાવા અને માનપાન માટે જ તે આત્માને કબૂલ કરનાર છે, પણ નહિ કે વાસ્તવિક રીતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy