________________
હA૭
–૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે : - 45
– ૧૨૧
તેઓ ધર્મોસમાજમાં કદી જ ફાવી શકે તેમ નથી : કારણ કે તેઓ પોતાના પૂર્વાચાર્યોને સારામાં સારી રીતે પિછાણે છે, અસ્તુ. જેઓ આચાર્ય મહારાજાઓના કથનને માનવા તૈયાર નથી તેઓ ભગવાન મહાવીર થયા એ પણ શા ઉપરથી માને છે ? અર્થાત્ કહો ને કે, એ પાપાત્માઓ તો હૃદયથી ભગવાન શ્રી મહારવીદેવને પણ નથી જ માનતા ? વારુ, એ રીતે કશું જ નહિ માનનારા તેઓ પોતાના સાતમી પેઢીના દાદાનું નામ શી રીતે કહી શકે છે? ત્યાં તો તેઓ ઝટ કહે છે કે અમારા બાપાજી કહે છે તેથી. તો અહીં પણ એ જ ઉત્તર છે. બાકી જેઓને મનગમતી જ વાતો માનવી હોય તેઓ માટે તો સુધરવાનો કોઈ ઉપાય જ નથી.
ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના કથન મુજબ કોઈ પણ ક્ષેત્રમાં અને કોઈ પણ કાળમાં શ્રી અરિહંતદેવથી યોગ્ય આત્માને ઉપકાર ન થાય એમ છે જ નહિ, કારણ કે એ તારકોના શાસનમાં તો વગર કો ન બને તેવી વાતોની ના જ પાડી છે. જેટલાની હા પાડી છે તે બને એવાની જ જિનકલ્પ સ્વીકારવાની ના કહી, કારણ કે તે તારકોએ જોયું કે, હવેના જીવોમાં એ તાકાત નથી. પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય, તથા યથાખ્યાત ચારિત્રની પણ ના પાડી. આ ‘સામાયિક અને છેદોપસ્થાપનીય' બે ચારિત્રની જ હા કહી. અને એનાથી શાસન ચાલવાનું. જે ન બની શકે તેવું હતું, તેની તો તારકોએ પોતે જ ના કહી. કેવા ઉપકારી ? હવે એ તારકોએ યોગ્ય અને ઉપકારક જાણીને જે રાખ્યું, તેને પણ ઉખેડવાના પ્રયત્નો, એ તો ઇરાદાપૂર્વકના પોતાની જાતને જ ઉખેડવાના પ્રયત્નો છે ! ભગવાન શ્રી મહાવીરદેવને માનનારાઓને આ બધું સમજાવવાનું હોય?
ઊંચામાં ઊંચા દેવ તથા ઊંચામાં ઊંચા ગુરુ તમને મળ્યા અને તેઓની સેવા સ્વીકારી, તે છતાં પણ, શરીરસેવામાં ધર્મ નથી એ કહેવાનું બાકી રહે ? શરીરસેવામાં ધર્મ તો પછી અધર્મ ક્યાં? “સાત લાખ' રોજ બોલો છો, ચોરાશી લાખ જીવયોનિને ખમાવો છો એ શું છે ? નાશ કર્યો હોય, નાશ કરાવ્યો હોય, નાશ કરવાની અનુમોદના કરી હોય, તેની આલોચના છે. શરીરસેવા પાપસ્થાનક ન હોય તો પછી આલોચના શી? અઢારે પાપસ્થાનકની આલોચના તો કરો છો ને ? પાપસ્થાનકની આલોચના હોય પણ પૂજાની આલોચના હોય ? નહિ, શાથી? આજ્ઞા છે. ઘરબાર ચલાવવાં, ચૂલો સળગાવવો, આ લાભની ક્રિયા કે પાપની? શ્રી જિનેશ્વરદેવે શું આની છૂટ આપી છે?નહિ, તો શા માટે કરો છો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org