SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ –– ઉ48 પૈસા સાચવવા જોઈએ એમ સમજો છો તો તિજોરીમાં રાખવા એમ તમને કહેવું પડે છે ? તિજોરીમાં પૈસા રાખવાનું તથા કૂંચી કેડે (કમ્મરે) ભિડાવવાનું કોણે શીખવાડ્યું ? એ તમે ઝટ કેમ શીખી ગયા ? કારણ એ જ છે કે “કોઈ ઉપાડી જશે તો ભીખ માગીશું.' - એમ તમે સમજો છો, તેમ અહીં પણ આ તત્ત્વો માનતા હો તો તે રીતે કહેવું પડે અને વર્તવું પડે, ખરું ને ? ખરી વાત એ છે કે આસ્તિકતાની કાર્યવાહી સ્વીકારવી નથી અને નાસ્તિકનું ઉપનામ ગમતું નથી એવી દશા છે ! શાહુકારીની રૂએ ચૂકવવું નથી અને દેવાળિયા કહેવરાવું પાલવતું નથી, આવું કેટલા દી નભશે ? આસ્તિકતામાંયે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનનારનો નંબર વધે. કેટલાક આસ્તિક એવા પણ છે, કે જેઓને શ્રી વિતરાગદેવના આગમપ્રણીત ધર્મનો સ્પર્શ નથી થયો એવાને બાજુ રાખીએ, પણ જેઓ પોતાને શ્રી વીતરાગદેવના અનુયાયીઓ મનાવે છે, તેઓ ભગવાન શ્રી મહાવીરદેવના નામે દુનિયાની કાર્યવાહી કરવા માગે તેઓનું શું ? ક્ષેત્ર ને કાળ કયાં જોવાય ? - ભગવાન શ્રી મહાવીરદેવને માનનારો જમાનાનો ગુલામ કઈ રીતે થઈ શકે ? જમાનો જોઈને જે વિહિત રીતે ફેલાવાય, તે વિહિત રીતે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને ફેલાવે એ ખરું, પણ જમાનાના નામે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને ટક્કર લાગે તેવી કાર્યવાહી તે કઈ રીતે કરે ? સકલાતની ગાથા જાણો છો ને ? “નામ તિદ્રવ્યભાવે પુનન્નિનળનમ્ ક્ષેત્રે રાત્રે સમિ-તઃ સમુપમ સારા” “સર્વ ક્ષેત્રમાં અને સર્વકાળમાં નામ, આકૃતિ (સ્થાપના), દ્રવ્ય અને ભાવ, એ ચારે નિક્ષેપાઓથી ત્રણે જગતના જીવોને પવિત્ર કરતા શ્રી અરિહંતદેવોની અમે ઉપાસના કરીએ છીએ.” આ રીતે માની શ્રી અરિહંતદેવનો પૂજારી બનેલો આત્મા શ્રી અરિહંતદેવને તથા તારકની આજ્ઞાની અધીનતા મૂકી જમાનાને વળગે ? એમ વિચારે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પણ અત્યારે કેમ કામ લાગે ? ચિત્રકાર રંગ પૂરવા માટે ચિત્રમાં વારંવાર જુએ કે ચિત્રમાં કાણાં પાડવા માટે જુએ ? સભા ક્ષેત્રે કાને ૨' આ કહ્યું તો હેમચંદ્રાચાર્યે કહ્યું ને!, એમ કહે છે તેનું શું ? આમ કહેનારા એ ખરા જ છૂપા નાસ્તિકો છે. એમ કહીને જ તે જનતાને ધર્મહીન કરી પોતાની દુષ્ટ નેમ પાર પાડવા ઇચ્છે છે, પણ એ નેમમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy