________________
યુગવીર આચાર્ય
માતા પણ બાળકોની સેવા પામીને સંતોષ અનુભવે છે. નાનાને માથે હાથ ફેરવે છે. મોટાને આરામ લેવા ઈશારો કરે છે. ગમગીનીભરી રાત વધતી જાય છે.
તમે બધાં હજી સુધી જાગે છે?” “ના બા! તમે ફિકર ન કરો. તમને કેમ છે?”
“મને? મને ઠીક છે, ભાઈ!” વટપ્રદનગરના ઊંચા મિનારાઓને ગોદમાં દાબીને કાળી રાત જામતી જતી હતી. અને એક ભરેલાં ઘરબારવાળી પ્રેમાળ માતાના જીવન પર મૃત્યુની રાતના કાળા ઓછાયા પથરાતા જતા હતા.
બા, વૈદ્ય આવી ગયા. તે કહેતા ગયા છે કે શેક બરાબર થશે તો સવારે આરામ થઈ જશે. દવા પણ આપી ગયા છે.”
ભાઈ! શેક તે તમે કર્યા જ કરે છેને. દવા તે રાત્રે મારે ક્યાં લેવી છે. તમે બધાં મારી પાસે જ છેને મારી કેટકેટલી સેવા કરે છે? ભાઈ છગન ! તું તે હવે ઊંઘી જા.” શબ્દમાં વાત્સલ્ય ગૂંજતું હતું, મેહમાયાના વલવલાટ નહોતા.
“ બા! મને ઊંઘ જ નથી આવતી.” “ના, બેટા. હવે તે તું ઊંઘી જ જા.” “સારું બા !”
ડીવાર માતા-પુત્ર શાન્તિથી પથારીમાં સૂઈ રહ્યાં. પણ અચાનક માતાએ જ શાન્તિને ભંગ કર્યો.
ભાઈ! આજ સાંજનું મને બરાબર ચેન નથી .