________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१ – અન્યક્તિ – नन्वनन्तरभेदद्वयमेवाभिसम्भन्त्स्य ते न व्यवहितम् ? तदेतदेतावद् व्याख्यानमल्पधियः 'क्रशयति गौरवं च जायते, तस्मादस्तु क्रमभेदः।
अपि च स्वल्पकाल-स्वामित्वादिविशेषादप्यौपशमिकादियुज्यते क्रमः, आन्तर्मोहूर्तिकत्वादल्पकाल औपशमिकः, अल्पस्वामिकश्चायम्, यतो न खलु बहुविधाः प्राणिनः प्राप्नुवन्ति तादृशं परिणतिविशेषम्, तदनन्तरं क्षायिकः, 'तत्सामान्यभेदत्वाद् बहुतर(भेद-)काल-स्वामित्वाच्च, ततः क्षायोपशमिको बहुतरभेद-काल-स्वामित्वात्, ततः औदयिकः पूर्वस्वामिसाधर्म्यात् तदन्यकर्माश्रयत्वाच्च, ततः पारिणामिको महाविषयत्वादत्यन्तभेदाच्च पूर्वकेभ्य इति।
– હેમગિરા - સમાધાનઃ વિશેષ પ્રયોજન એ છે કે પ્રવચનમાં બતાવેલ ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક ક્ષાયોપથમિક ઇત્યાદિ કમ જ જો સૂત્રમાં રાખવામાં આવે તો એને જોતાં કોઈને આવો સંદેહ થાય કે ક્ષાયિક ભાવના ભેદ પ્રદર્શક સૂત્રમાં રહેલ ‘’ શબ્દ દ્વારા શું ક્ષાયિક ભાવનાં અનંતરમાં રહેલ ઔપથમિક ભાવનાં બે ભેદ લેવા કે પરંપરામાં રહેલ ઔદયિક ભાવના ૨૧ ભેદ લેવા?
શંકાઃ એવો સંદેહ કેમ થાય ? કારણકે અનંતર એવા ઔપથમિક ભાવના બે ભેદ જ ગ્રહણ કરાશે ને ? વ્યવહિત એવા ઔદયિક ભાવના ભેદ ગ્રહણ નહીં કરાય.
સમાધાનઃ આ આટલું (કમભેદ વિનાનું) વ્યાખ્યાન અલ્પબુદ્ધિવાળાઓને કલેશ પમાડે છે અર્થાત્ સમજવું કઠણ પડે છે અને ગૌરવ થાય છે, તેથી કમભેદ કર્યો તે યોગ્ય છે.
કમભેદના અન્ય કારણો છે. વળી અલ્પકાળ, સ્વામિત્વ આદિ વિશેષતાની અપેક્ષાએ પણ ઔપશમિકાદિ (ભાવોનો છે) કમ (સૂત્રમાં દર્શાવ્યો છે તે) યોગ્ય છે. તે આ પ્રમાણે -- ઔપશમિક ભાવ એ અંતર્મુહૂર્તની સ્થિતિવાળો હોવાથી અલ્પકાલીન છે તથા આ ઔપશમિક ભાવ અલ્પ સ્વામીવાળો છે કારણકે ખરેખર ઘણાં પ્રકારના પ્રાણીઓ તેવા પ્રકારની (ઔપથમિક ભાવની) વિશિષ્ટ પરિણતિને પામતાં નથી.
તેના પછી ક્ષાયિક ભાવ કહ્યો છે કારણકે આ ક્ષાયિક ભાવમાં પથમિક ભાવ કરતાં સામાન્ય જ તફાવત છે. તથા (ઔપશમિક ભાવ કરતાં ઘણાં (= ૯) પ્રકારવાળો, બહુ (= અનંત) કાળ રહેનારો અને ઘણાં (= અનંતા) સ્વામીવાળો છે. ત્યાર પછી ક્ષાયોપથમિક ભાવ કહ્યો કારણકે (ક્ષાયિક ભાવના ૯ ભેદ કરતાં) ઘણાં (= ૧૮) ભેજવાળો, ઘણાં (= અનંત) કાળવાળો, તેમજ ઘણાં ( અનંતા) સ્વામીવાળો છે
ત્યારબાદ ઔદયિક ભાવ કહ્યો, કારણકે પૂર્વના (ક્ષાયોપથમિક ભાવના) સ્વામીના સાધર્મ્સવાળો છે. વળી તે ઔદયિક ભાવ તેનાથી (= ઘાતકર્મથી) અન્ય એવા અઘાતી કર્મના આશ્રયવાળો પણ છે. ૨. શનિ - ૫ (ાં. માં.). ૨. તમ7 સામાન્યએ - મુ. (ઉં.) રૂ. સ્વાર્ધ - ૫. (. મા.) 1