________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- लेश्याः षड्भेदाः → कृष्णलेश्या, नीललेश्या, कापोतलेश्या, तेजोलेश्या, पद्मलेश्या, शुक्ललेश्येति । एते एकविंशतिरौदयिकभावा भवन्ति ॥२/६॥
– સ્થાતિ - लिश्यते एकीभवतीत्यर्थः। अनेकत्वेऽपि परिणामस्य परिस्थूरकतिपयभेदकथनमेव सुज्ञानत्वात् क्रियते, न त्वशेषपरिणामभेदाख्यानमशक्यत्वात्, इत्याह → षड्भेदा इति । सम्प्रति तारतम्यविशुद्धिक्रममाविर्भावयन् पठति→ कृष्णलेश्येत्यादि। कृष्णा चासौ लेश्या' च कृष्णलेश्या सर्वत्रैवमायोज्यम् ।
लेश्येति परिणाम उक्तः स कथं कृष्णादिवर्णसम्बन्धी स्यादात्मनः? उच्यते → द्विविधा लेश्या द्रव्यभावभेदतः। तत्र द्रव्यलेश्याः कृष्णादिवर्णमात्रम्, भावलेश्यास्तु कृष्णादिवर्णद्रव्यावष्टम्भजनिता परिणामाः २ कर्मबन्धस्थिते विधातारः, श्लेषद्रव्यवद् वर्णकस्य चित्राद्यर्पितस्ये ति, तत्राविशुद्धोत्पन्न"
ભાષ્યાર્થ-લેશ્યા ૬ પ્રકારે છે - કુણલેશ્યા, નીલ શ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પઘલેશ્યા, શુકલલેશ્યા. આ પ્રમાણે આ ૨૧ ઔદયિક ભાવો હોય છે ૨/iા.
- હેમગિરા - પરિણામ જે આત્મા સાથે ચોંટે છે, અર્થાત્ એકમેક થાય છે તે વેશ્યા. પરિણામ (= લેશ્યા) અનેક પ્રકારે હોવા છતાંય સુખેથી જાણી શકાય તેથી સ્થૂલ કેટલાક (પરિણામોના) ભેદનું કથન જ અહીં કરાય છે, પણ સર્વ (અનંત) પરિણામોના ભેદનું કથન નથી કરાતું કારણકે તે કરવું અશક્ય છે. એથી (ભાષ્યમાં સ્કૂલ રીતે ભેદોને જણાવવા માટે) “પમેતાઃ' એવા પદને ભાષ્યકારશ્રી કહે છે. હમણાં તરતમતાવાળી વિશુદ્ધિના કમને પ્રગટ કરતાં ભાષ્યકારશ્રી ... ઇત્યાદિ ભાષ્યને કહે છે. કૃષ્ણ એવી જે લેશ્યા તે કૃષ્ણ વેશ્યા. આ રીતે (આ વિગ્રહ) સર્વત્ર (નીલલેશ્યાદિ સર્વ પદોમાં) યોજી લેવું.
લેશ્યાની પરિભાષા છે શંકા લેશ્યા એટલે પરિણામ એ પ્રમાણે કહેવાયું છે, તો તે આત્માનો પરિણામ કૃષ્ણ વગેરે વર્ણ સંબંધી = આશ્રિત શી રીતે હોઈ શકે? (આત્મા તો અરૂપી છે)
સમાધાન લેશ્યા ૨ પ્રકારે છ + દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા. ત્યાં દ્રવ્યલેશ્યા એ માત્ર કૃણાદિ વર્ણ રૂપ છે જ્યારે ભાવલેશ્યા તો કૃષ્ણ વગેરે વર્ણવાળા દ્રવ્યોને સહારે ઉત્પન્ન થયેલી કર્મબંધની સ્થિતિને કરનારા એવા પરિણામ સ્વરૂપ છે. ચિત્ર વગેરેમાં કરાયેલા રંગના શ્લેષ ( ચિકાશવાળા) દ્રવ્ય જેવી ભાવલેશ્યા જાણવી (એટલે કર્મ એ રંગ સરખા છે જ્યારે એ રંગની અંદર રહેલ શ્લેષદ્રવ્ય જેવી છે એમ જાણવું). ૨. ને કઈર્તા - મુ. (છું. મા.) ૨. દ્વિવ્યા° - માં. રૂ. રામર્મ - મુ. (ઉં. મા.) 1 ૪. વન્દન° - ૫. (ઉં. મા.) ૬. Hપન્નમેષ - મુ. (. મા.)