________________
२९७
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् सूत्रम् :- *औपपातिक-चरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषोऽनपवायुषः॥२/५२॥ भाष्यम् :- औपपातिकाश्चरमदेहा उत्तमपुरुषा असङ्ख्येयवर्षायुष इत्येत ऽनपवायुषो भवन्ति ।
- સ્થિતિ के वाऽपवायुष इत्यन्यतराख्यानेऽन्यतरपरिज्ञानं भवति लघुत्वाच्चानपवायुषः सूत्रेण दर्शयति → (औपपातिक इत्यादि सूत्रम्।) अनपवायुषो निर्धार्यन्तेऽमुना योगेन, तच्चावधारणं तत्र' शब्देनाख्याति भाष्यकारः। औपपातिका इत्यादि भाष्यम् । उपपातजन्मानो नारक-देवाः, चरमः अन्त्यो देहो येषां ते चरमदेहाः = पुनर्देहग्रहणं ये न करिष्यन्ति, उत्तमपुरुषास्तीर्थकर-चक्रवर्ति-बलदेव-वासुदेवादयः । केचिदभिदधते → नास्ति सूत्रकारस्योत्तमपुरुषग्रहणमिति तत् कथं तीर्थकरादिसङ्ग्रह इति चेत्, एवं च मन्यन्ते चरमदेहग्रहाद् ग्रहीष्यन्ते, कथम् ? ये किल चरमदेहास्ते नियमत एवोत्तमा भवन्ति, उत्तमास्तु चरमदेहत्वेन भाज्या वासुदेवादय इति, तस्मादनार्षमुत्तमपुरुषग्रहणमिति, उभयथा च भाष्यमुपलक्ष्यते
સૂત્રાર્થ ઔપપાતિક, ચરમદેહવાળા, ઉત્તમ પુરુષો તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવો અન૫વત્યે આયુષ્યવાળા હોય છે. ૨/૫૨ા.
ભાષ્યાર્થઃ ઔપપાતિક, ચરમદે હવાળા જીવો, ઉત્તમ પુરુષો અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા આ જીવો અનપત્યે આયુષ્યવાળા હોય છે.
- હેમગિરા - એકને કહેવામાં અન્યનું પરિજ્ઞાન (= બોધ) થાય છે અને અનપવર્યાયુષ્યવાળા જીવો અલ્પ હોવાથી (સૂચીકટાહન્યાયથી) પ્રથમ તે અનપવર્ય આયુષ્યવાળાને ૨/૫૨ સૂત્રથી દેખાડે છે.
અનપવર્યાયુના ચોકકસ પાત્રો : સૌ પતિ... ઇત્યાદિ ૨/૫૨ સૂત્ર છે. એમાં અનપવર્ઘ આયુષ્યવાળા જીવોનો નિર્ણય / નિર્ધારણ કરાય છે અને તે નિર્ધારણની અવધારણા ‘તત્ર' શબ્દથી ભાષ્યકારશ્રી જણાવે છે.
‘ૌપપતિ' ઉપપાત જન્મવાળા નારક અને દેવો હોય છે. ચરમ એટલે અંત્ય દેહ છે જેઓનો તે ચરમ દેહવાળા કહેવાય અર્થાત્ જેઓ ફરીથી દેહને ગ્રહણ કરશે નહિ. તથા ઉત્તમ પુરુષો એટલે તીર્થકર, ચકવર્તી, બળદેવ અને વાસુદેવ વગેરે. (આ બધા અનપત્યે આયુષ્યવાળા હોય છે.)
કોઈક કહે છે કે – સૂત્રકારશ્રીએ પ્રસ્તુત સૂત્રમાં ઉત્તમ પુરુષ પદનું ગ્રહણ નથી કર્યું (પરંતુ પછીથી ઉમેરવામાં આવ્યું છે. આ વિશે એક પ્રશ્ન ...)
પ્રશ્ન : જો ‘ઉત્તમ પુરુષ' પદનું ગ્રહણ સૂત્રકારશ્રીએ ન કર્યું હોય તો (અન્યના મતે સૂત્રમાં) તીર્થંકરાદિનો સંગ્રહ કઈ રીતે થશે ? અને જો તેઓ (અન્ય મતવાળા) આ પ્રમાણે ૨. વાડ - મુ. (.)જુઓ પરિશિષ્ટ-૬ ટીપણી-૩૨