________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
३०३ भाष्यम् :- एभ्य औपपातिक-चरमदेहासङ्ख्येयवर्षायुर्व्यः शेषा मनुष्यास्तिर्यग्योनिजाः *सोपक्रमा निरुपक्रमाश्चापवायुषोऽनपवायुषश्च भवन्ति।
- કુન્દપ્તિ - नोक्ताः, एतानि प्राणापाननिरोधादीनि किल चरमदेहेषु सम्भवन्त्येव नोच्छिन्दन्तीति सोपक्रमा भण्यन्ते, केचित् तत्र निरुपक्रमा येष्वेतानि न सम्भवन्तीत्यपीति।
इदानीं सामर्थ्य लब्धमर्थं दर्शयति → एभ्य इत्यादि। उक्तलक्षणेभ्यः औपपातिकादिभ्यो व्यतिरिच्यमानाः शेषाः। ते च नियमतो मनुष्याः तिर्यञ्चो वा आयुरुभयथा भजन्ते, प्राणापाननिरोधादिकारणकलापोपक्रम्यत्वात् सोपक्रमायुषः केचित्, केचित् तु न तैरुपक्रम्यन्त इति निरुपक्रमायुषः ।
ભાષ્યાર્થ : આ ઔપપાતિક, ચરમશરીરી અને અસંખ્ય વર્ષનાં આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યો સિવાયનાં શેષ મનુષ્યો અને તિર્યંચો સોપકમ અને નિરુપક્રમ તથા અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. અર્થાત્ અપવર્યં આયુષ્યવાળા સોપકમ અને અનપર્યં આયુષ્યવાળા નિરુપકમ હોય છે.
- હેમગિરા - છે તે વાત નથી કહી. માત્ર ચરમદે હવાળાઓની વાત કરી છે. આ પ્રાણાપાનનાં નિરોધ વગેરે ઉપક્રમો ચરમ દેહવાળા જીવોમાં (જે સોપકમ છે તેઓને) સંભવે જ છે પણ તે ઉપક્રમો તેમના પ્રાણોનો ઉચ્છેદ કરતાં નથી, આથી તે ચરમદે હવાળા જીવો સોપક્રમ (એવા અનાવર્તનીય) આયુષ્યવાળા કહેવાય છે. ત્યાં (= ચરમદેહવાળા જીવોમાં) એવા કોઈક નિરુપમ (એવા અનાવર્તનીય) આયુષ્યવાળા જીવો છે કે – જેઓમાં આ ઉપક્રમો નથી પણ સંભવતા.
સામર્થ્યથી લબ્ધ એવા અર્થને ભાગકારશ્રી દેખાડે છે – 'ાખ્ય'... કહેવાયેલા સ્વરૂપવાળા ઔપપાતિક આદિ જીવોથી જે વ્યતિરિકત (= ભિન્ન) જીવો છે તે શેષ જીવ સ્વરૂપે જાણવા (પપાતિકથી સર્વ દેવો, નરક આવી ગયા અને ચરમદે હ, અસંખ્ય વર્ષથી કેટલાક માનવ, તિર્યંચો આવી ગયા એટલે હવે આ સિવાયના શેષ તરીકે અચરમદે હવાળા એવા સંખ્યય વર્ષના આયુષ્યવાળા એવા તિર્યંચ, મનુષ્યો આવશે.) અને તે (શેપ) મનુષ્ય અને તિર્યંચો નિયમાં બંને પ્રકારના આયુષ્યવાળા હોય છે. અર્થાત્ શ્વાસોશ્વાસ નિરોધ વગેરે કારણ - સમૂહથી ઉપક્રમ હોવાથી કોઈક સોપકમ (અપવર્તનીય) આયુષ્યવાળા હોય છે તો વળી કોઈક તેઓથી (= કારણોથી) ઉપક્રમ પામતા નથી આથી નિરુપક્રમ (અનાવર્તનીય) આયુષ્યવાળા હોય છે. અપવર્તનીય આયુષ્યવાળા તો નિયમા સોપકમ (આયુષ્યવાળા) હોય છે' એવું જે પૂર્વે કહેવાયું હતું તેને વિશેષથી દેખાડવાની ઇચ્છાથી ‘ઉપવત્યપુષ'..... (ઔપપાતિક સિવાયના) શેષ મનુષ્યો અને તિર્યંચો અપવર્તનીય આયુષ્યવાળા અને અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. ત્યાં (= બે પ્રકારના આયુષ્યમાં) જે ઓ અપવર્તનીય આયુષ્યવાળા છે તેઓ નિયમા સોપકમ આયુષ્યવાળા છે અને જુઓ પરિશિષ્ટ-૨ ટીપ્પણી-૩૪