Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 343
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ३११ – થતિ स्वशरीरकादात्मप्रदेशापकर्षो मूर्छानुगतश्चेतनाविमुक्त इवाव्यक्तप्रबोधलक्षणोऽस्तमितसकलबहिर्वर्तिचेष्टाक्रियाविशेषः स एव चातिचिररूढमूलप्रदेशोत्खननरूपत्वाद् दुःखं तेना” = विषण्णः किंकर्तव्यताविमुखः कर्मप्रत्ययं = कर्मकारणं करणविशेषमुत्पाद्यापवर्तनाख्यम्, कर्मकारणता तु करणविशेषस्य पूर्वभवबन्धकाल एव प्रयत्नशैथिल्यात् सोपक्रमबन्धः, अत्यन्तापरिज्ञानमनाभोगः अनाभोगकृतो योगः अनाभोगकृतयोगः, योगः = चेष्टाविशेषः अनाभोगयोगस्तत्पूर्वकं तत्कारणम् । एतदुक्तं भवति → अजानान एव हि तदपवर्तनाकरणेनापवर्तनाहँ कर्मापवर्तयति आहाररसादिविपरिणामवत्, किमर्थं पुनरपवर्तयति ? फलोपभोगार्थमायुष्कर्मफलोपभोगायानाभोगनिर्वर्तितेन वीर्यविशेषेणेति, न चास्य = - હેમગિરા # મરણ સમુદ્રઘાત સમયે થતી અપવર્તના દર ઉપક્રમ એટલે વિષ, અગ્નિ. શસ્ત્રાદિ, તેનાથી હણાયેલો તે ઉપક્રમથી હણાયેલો, મરણ એટલે આયુનો ક્ષય. ત્યાં (= મરણ વખતે) જે સમુદ્દઘાત થાય છે તે મરણ સમુદ્દઘાત. મરણ સમુદ્દઘાત કહેવાય. આ સમુઘાત વખતે (૧) જીવને પોતાના શરીરમાંથી આત્મપ્રદેશોનું અપકર્ષ = ખેંચાણ થાય છે, (૨) જીવ મૂચ્છ સહિત હોય છે, (૩) જીવ જાણે ચૈતન્ય શૂન્ય થયો હોય તેમ અત્યંત અવ્યક્ત બોધવાળો હોય છે અને (૪) જીવ સર્વ બહારની ચેષ્ટા સ્વરૂપ વિશિષ્ટ યિાથી શૂન્ય હોય છે, આવો જે મરણ સમુદ્દઘાત છે તે જ દુઃખ છે કેમકે તે અતિ લાંબા કાળથી ઘટ્ટ બની ગયેલા મૂળ આત્મ પ્રદેશો (= શરીરની સાતે ધાતુમાં વ્યાપ્ત આત્મપ્રદેશો)ને ઉખેડવા સ્વરૂપ છે. તેનાથી પીડિત = વિષાદગ્રસ્ત = કિંકર્તવ્યતાથી વિમુખ થયેલ જીવ કર્મના કારણવાળા અપવર્તના નામના વિશિષ્ટ કરણને ઉત્પન્ન કરીને ફળના ઉપભોગની લાઘવતા માટે કર્મની અપવર્તનાને કરે છે | આ વિશિષ્ટ કરણમાં (= અપર્વતના કરણમાં) કર્મ પણ કારણભૂત છે તે આ રીતે કે પૂર્વ ભવમાં આયુષ્યના બંધકાળે પ્રયત્નની શિથિલતાનાં લીધે આયુષ્યકર્મનો સોપકમ બંધ થયો હતો. આ અપવર્તનાકરણ કેવું છે તે જણાવતાં કહે છે ... અત્યંત અપરિજ્ઞાન તે અનાભોગ, અનાભોગથી કરાયેલ યોગ તે અનાભોગકૃતયોગ. યોગ એટલે ચેષ્ટા વિશેષ, (અનાભોગથી કરાયેલી વિશિષ્ટ ચેષ્ટા તે અનાભોગયોગ. અહીં મધ્યમ પદ લોપી સમાસ જાણવો.) તે અનાભોગયોગ પૂર્વક અર્થાત્ અનાભોગયોગના કારણવાળું અપવર્તનાકરણ હોય છે. કહેવાનો આશય એ છે કે અજાણ જ એવો જીવ અપવર્તનને યોગ્ય કર્મને અપવર્તનાકરણ વડે અપવર્તિત કરે છે. જેમ ગ્રહણ કલ આહારના રસ વગેરેનું પરિણમન (અનાભોગ યોગથી શરીરમાં) થાય છે તેમ આમાં પણ સમજવું. કર અપવર્તનાથી કર્મનું ફળ હણાતું નથી ? પ્રશ્નઃ જીવ કર્મનું અપવર્તન શા માટે કરે છે ?

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376