________________
३१०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५२ ___ भाष्यम् :- तद्वदुपक्रमाभिहतो मरणसमुद्घातदुःखार्तः कर्मप्रत्ययमनाभोगयोगपूर्वकं करणविशेषमुत्पाद्य फलोपभोगलाघवार्थं कर्मापवर्तयति, न चास्य फलाभाव इति॥
- સ્થિતિ – वर्तयति षण्णवत्यादिकम्, अनपवर्तनाहँ पुनर्लघुकरणाभिज्ञोऽपि न शक्नोत्येवापवर्तयितुम्, एकपञ्चाशदुत्तरसहस्रादिकम्, गुणकार-भागहारक्रममेवात्र प्रयोजयति, न च सङ्ख्येयस्यार्थस्याभावो भवति, फलभूतस्य करणविशेषे सत्यपि प्रेप्सितफलाभेदमादर्शयति । करणव्यापारकालो बहुरल्पभेदः फलमविशिष्टमेवोभययोर्यथैत "द्वदुपक्रमाभिहतो मरणसमुद्घातदुःखार्तः कर्मप्रत्ययमनाभोगयोगपूर्वकं करणविशेषमुत्पाद्य फलोपभोगलाघवार्थं कर्मापवर्तयति, न चास्य फलाभाव इति, उपक्रमो =विषाग्नि-शस्त्रादिस्तेनाभिहतो मरणं = आयुःक्षयस्तत्र समुद्घातः, मरणसमुद्घातो, समुद्घातो नाम
ભાષ્યાર્થ: તેની જેમ ઉપકમોથી હણાયેલ, મરણ સમુદ્દઘાતરૂપ દુઃખથી પીડિત જીવ કર્મનાં નિમિત્તવાળા અનાભોગ યોગપૂર્વકના કરણ વિશેષને ઉત્પન્ન કરી, ફળનાં ભોગવટાની લાઘવતા માટે કર્મની અપવર્તન કરે છે અને એમ હોય ત્યારે આ આયુષ્ય કર્મનાં ફળનો અભાવ થઈ જતો નથી.
- હેમગિરા - લાંબો કાળ લગાડનાર એવા ગુણાકાર અને ભાગાકાર કરતાં અપવર્તનને યોગ્ય એવી ૬ આદિ રાશિને ટૂંકો કાળ લગાડનાર એવા અર્ધ વગેરે છેદ થકી અપવર્તિત કરે છે. અપવર્તનાને અયોગ્ય એવી ૧,૦૫૧ વગેરે રાશિને લઘુ કરણના અભિશ (= નિષ્ણાત) આચાર્ય પણ અપવર્તન કરવા માટે સમર્થ નથી જ આથી અહીં (= જ્યાં અપવર્તન ન થઈ શકે આવા સ્થળોમાં) ગુણાકાર અને ભાગાકારના ક્રમને જ આચાર્ય જોડે છે.
સંખેય અર્થનો અભાવ થઈ જતો નથી.’ એ વાક્ય કુલભૂત રાશિની પ્રાપ્તિમાં કારણ વિશિષ્ટ કરણ (= ભિન્ન ભિન્ન પ્રક્રિયા) હોવા છતાંય એ પ્રક્રિયાથી પ્રાપ્ત જે ઇચ્છિત ફળ છે તેના અભેદને દેખાડે છે અર્થાત્ પ્રક્રિયા રૂપ સાધનમાં ભેદ છે, સાધ્ય તો એક જ છે. ઉભયમાં (= ગુણાકાર-ભાગાકાર અને અપવર્તના એમ બે કરણમાં) કરણના વ્યાપારનો કાળ અધિક અને અલ્પ ભેદવાળો છે પણ ફળ તો અવિશિષ્ટ (= અલ્પ-અધિક ભેદ વિનાનું સરખું) જ છે.
તેની જેમ પ્રસ્તુતમાં પણ ઉપક્રમથી હણાયેલો, મરણ સમુદ્દઘાત સ્વરૂપ દુઃખથી પીડિત જીવ કર્મ નિમિત્તક, અનાભોગ યોગપૂર્વક વિશિષ્ટ કરણ ઉત્પન્ન કરી આયુષ્ય કર્મના ફળના ઉપભોગની લાઘવતા માટે કર્મનું અપવર્તન કરે છે પણ અહીં આ (આયુષ્ય) કર્મના ફળનો અભાવ નથી હોતો (આમ સામાન્યથી અર્થ કરી હવે વિશેષ અર્થ કરે છે). ૨. તવકુત્તિ પદો માળે ગત્તિ... ચિંતિતોડ્યું ને મુદ્રિતપુત નત્તિ (ઉં. માં.)1