________________
१६४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२९
- અતિ – पातदेशं प्राप्नोति, कुटिलगतौ यावद् वक्रं तावत् पूर्वकम्, तत्परतो भविष्यज्जन्मविषयमायुरुदेतीत्येवंविधार्थज्ञापनाय जीवस्येत्यवोचत्। समुच्चयार्थं दर्शयति → वक्रा चावक्रा च उभयी गतिः ।
किं पुनः कारणमत्र येन कदाचिद् वक्रा कदाचिदवक्रेति ? अत आह → उपपातक्षेत्रवशात् (इति भाष्यम्) उपपातक्षेत्रं यत्र जन्म प्रतिपत्स्यते तस्य वशः = आनुलोम्यं = अनुकूलता उपपात क्षेत्रवशस्तस्मादुपपातक्षेत्रवशात् कारणात्। तिर्यगूर्ध्वमधश्च प्राक् चतुर्थ्य इति (इति भाष्यम्) दिक्षु विदिक्षु च व्यावहारिकीषु स म्रियमाणो यावत्यामाकाशश्रेणाववगाढस्तावत्प्रमाणां श्रेणिममुञ्चन् (तिर्यग्) उर्ध्वमधश्च प्राक् चतुर्थ्यो विग्रहेभ्यः सविग्रहया गत्योपपद्यते, न चायं नियमः प्रतिपत्तव्योऽन्तर्गत्या
- હેમગિરા – ઉત્પત્તિ ક્ષેત્રને પ્રાપ્ત કરે છે, ત્યાં સુધી પૂર્વભવનું જ હોય છે. (જ્યારે) કુટિલ (= વિગ્રહ) ગતિમાં તો જ્યાં સુધી વળાંકને પામે છે ત્યાં સુધી જીવનું આયુષ્ય પૂર્વભવનું હોય છે, ત્યાર પછી ભાવિના જન્મ વિષયક આયુષ્ય ઉદય પામે છે. આવા પ્રકારના (ઋજુ અને વિગ્રહગતિમાં રહેલા જીવન = આયુષ્ય સ્વરૂ૫) અર્થને જણાવવા ખાતર ભાષ્યમાં સંસારિ ‘નવ” એવું * , . ઉર' શબ્દના સમુચ્ચય અર્થને ભાષ્યકારશ્રી જણાવે છે... વક્ર અને અવક્ર એ બંને ગતિ (સંસારી જીવની) જાત્યંતર સંક્રાંતિમાં હોય છે.
જ વળાંકનું કારણ ? અહીં (= અંતર્ગતિમાં) એવું શું કારણ છે કે જેથી જીવની ક્યારેક વક્રગતિ અને ક્યારેક અવકગતિ હોય છે ? એવા પ્રશ્નના સમાધાન રૂપે ભાગ્યમાં વાચકપ્રવરશ્રી ‘૩૫પાતક્ષેત્રવત્' એ ભાષ્યને કહે છે. તેનો વિગ્રહ ટીકામાં સ્પષ્ટ છે અને અર્થ આ પ્રમાણે છે –
જીવ જ્યાં જન્મ પ્રાપ્ત કરવાનો હોય તે ઉપપાત ક્ષેત્ર કહેવાય અને તેને અનુકૂળ = આધીન તે ઉપપાત ક્ષેત્ર વશ અને તે ઉપરાત ક્ષેત્રના વશ સ્વરૂપ કારણ થકી જીવની ક્યારેક વક્રગતિ અને ક્યારેક અવક્રગતિ હોય છે. “તિર્થપૂર્ણમ્...' - વ્યવહારિક (પૂર્વાદિ) દિશા અને (ઈશાનાદિ) વિદિશામાં મરતો તે જીવ જેટલી આકાશપ્રદેશની શ્રેણીમાં અવગાઢ હોય તેટલા પ્રમાણવાળી શ્રેણીને નહીં મુકતો તિછું, ઉપર કે નીચે ૪ વિગ્રહથી પહેલાની એટલે કે ૩ વળાંક સુધીની સવિગ્રહ = સવકા ગતિ વડે ઉત્પન્ન થાય છે. અહીં આ નિયમ સ્વીકારવા યોગ્ય નથી કે અંતર્ગતિ અવશ્ય વિગ્રહવાળી (= વળાંકવાળી) હોવી જોઈએ પરંતુ “યેષાં વિરવતી ...' જે જીવોની વિગ્રહવાળી ગાં હોય છે તેઓને ૩ વળાંક સુધી વિગ્રહો થાય છે અર્થાત્ જે જીવોની ઉપપાત ક્ષેત્રના વશ થકી વિગ્રહવાળી ગતિ હોય છે, તે જીવોની ઉત્કૃષ્ટથી ૩ વળાંકથી યુક્ત ગતિ જાણવી.