Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 324
________________ २९२ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५१ - થક્તિ - तथा हि कालाकालसमाप्त्योरायुषः सम्भवत्यनेकं निदर्शनं, तबलाच्च प्रतीतिरुपजायते श्रोतुः, अतस्तदभिधानम्, आम्रफलपाकवत्, भस्मकव्याधिपरिगतपुरुषभोजनवत्, वेष्टितार्द्रपटविततशोषवत्, वेष्टितपलालवृत्तरज्जुप्रगुणीकृतदाहवत्, एकार्थेषु बुद्धि-मन्दग्राहककालभेदवत्, 'एकमार्गेऽश्व-पङ्गुगमनभेदवत्, यथैता भिन्नकालानुवर्तिन्योऽप्यवस्थास्तुल्यनिदर्शनगतास्तथा तुल्येऽपि कर्मणि स्वपरिणामादिक्रियाविशेषाद् भिन्नोऽनुभवकालः परम-मध्यम-जघन्याख्यः, तस्माद् द्विविधमायुरपवर्तनीयमनपवर्त्य चेति व्यवस्थितम् ॥ • હેમગિરા અને તેના બળ થકી શ્રોતાને પ્રતીતિ (= બોધ) ઉત્પન્ન થાય છે. આથી તે દષ્ટાંતોનું કથન કરાય છે, તે આ મુજબ છે – (૧) જેમ આંબાના ફળને ઘાસાદિમાં રાખવામાં આવે તો જલ્દીથી પાકી જાય છે. જ્યારે એમને એમ સ્વભાવિક રીતે પકાવતાં ઘણો કાળ લાગે છે. (૨) જેમ ભસ્મક વ્યાધિથી ઘેરાયેલા પુરુષને આપેલો પ્રચુર આહાર પણ જલદીથી ભસ્મીભૂત થઈ જાય છે જ્યારે સામાન્ય તંદુરસ્ત માનવને એ આહાર પચાવતાં ઘણો સમય લાગે છે. (૩) વીંટળાયેલા ભીના કપડાને ખુલ્લું કરી સૂકવતાં જલ્દીથી સૂકાઈ જાય છે, જ્યારે ખુલ્લું કર્યા વિના સૂકવતાં ઘણો સમય લાગે છે. (૪) જેમ પલાલ (= ઘાસ વિશેષ)ને એકઠું કરીને બનાવેલા દોરડાને ભેગું કરીને દહન કરવામાં આવે તો શીધ્ર બળી જાય છે જ્યારે ભેગું કર્યા વિના દોરડાને બાળતાં ઘણો સમય લાગે છે. (૫) જેમ એકનો એક પદાર્થ હોવા છતાં તેનો બોધ બુદ્ધિશાળી શીવ્રતયા કરે છે જ્યારે મંદબુદ્ધિને ઘણીવાર લાગે છે. (૬) એકના એક માર્ગના વિષે અશ્વનું ગમન શીવ્રતયા થાય છે. તેથી અરવ પહેલો પહોંચી જાય છે. જ્યારે પાંગળાનું ગમન ઘણું ધીમે થતું હોવાથી તેને પહોંચતા ઘણી વાર લાગે છે, (તેમ આયુષ્ય વિષે પણ સમજવું.) th કિયા એક સમય અનેક . જેમ હમણાં વર્ણવેલી વિવિધ કાળવર્તી અવસ્થાઓ એક તુલ્ય દષ્ટાંતમાં જ રહે છે. (જેમકે બાળવાનું કાર્ય તો એકજ પણ અવસ્થા - સમય જુદા, પહોંચવાનું સ્થાન એક જ પણ પહોંચનારની અવસ્થા – સમય જુદા) તેમ તુલ્ય પણ આયુષ્ય કર્મને વિશે બંધ વેળાએ પોતાના મંદ ઉત્કૃષ્ટ પરિણામ આદિ વિશિષ્ટ ક્રિયાના કારણે અનુભવનો કાળ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એવા નામે ભિન્ન હોય છે. તેથી આયુષ્યના અપવર્તનીય અને અનપવર્તનીય એમ બે પ્રકાર છે એ નક્કી થયું. હવે બે પ્રકારના અનાવર્તનીય આયુષ્યોને કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકારશ્રી મનપવર્તનીય ... ઇત્યાદિ ભાષ્યને કહે છે - અનાવર્તનીય આયુષ્ય સોપક્રમ અને નિરુપક્રમ એમ બે પ્રકારે છે. (તેમાં સોપકમિટને જણાવતાં કહે છે કે, ઉપક્રમણ તે ઉપકમ. આયુષ્યને નજીક લાવવા (= ટૂંકાવવા)માં જે કારણ તે ઉપક્રમ શબ્દથી કહેવા યોગ્ય છે અર્થાત્ અતિ દીર્ઘકાલીન સ્થિતિવાળું ૨. વાર્થપુ - (ઉં. જ.) ૨. “મન્વયુદ્ધ - જ. ૩. “માડથુપ " - g..

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376