Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 322
________________ २९० सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५१ - દક્તિ – त्वान्निकाचितबन्धात्मनियमादनपवायुर्भवति। अथवैकनाडिकापरिगृहीतमायुः संहतिमत्त्वात् संहतपुरुषराशिवदभेद्यं वा एकनाडिकाविवरप्रक्षिप्तबीजनिष्पादितसस्यसंहतिवद् वा, विवराद् बहिः पतितबीजप्रसूतं हि सस्यमसंहतत्वात् प्रविरलतायां सत्यां सर्वस्यैव गवादेर्गम्यम्, एवं किलायमात्माऽऽयुर्बध्नन्ननेकात्मलब्धिपरिणामस्वाभाव्याच्छरीरव्याप्यपि सन्नाडिकामार्गपरिणामो' भवति, ततस्तामवस्थामासाद्य यानायुष्कपुद्गलान् बध्नाति ते नाडिकाप्रविष्टत्वात् संहतिमत्त्वे सत्यभेद्या विष-शस्त्राग्न्यादीनामिति, मन्द-तीव्रपरिणामसन्निधानाच्च स तत् तथा जन्मान्तर एव रचयति इहत्यजन्मव्याधिवत् । अल्पाद्धातुवैषम्यनिदानापथ्यसेवनाद् यो व्याधिः समुपजातः स कालान्तरेणोपेक्ष्यमाणः समासादितोदग्रवृद्धिः समूलघातं निहन्ति शरीरकं, न पुनराश्वेव, निपुणभिषग्वरोपदिष्टतत्प्रत्यनीकक्रियाकलापानुष्ठानाच्च द्राग् विच्छेदमापाद्यते, तथैव यन्मन्दपरिणामप्रयोगकारणाभ्यासादासादितमनेनायुर्जन्तुनाऽतीतजन्मनि तदपवर्तनार्हमाचक्षते ४क्षतक्लेशाः। - હેમગિરા – દીવામાં તેલ અને દીવેટના ક્ષય થકી કોઈપણ પ્રકારના વ્યાઘાત વિનાનો તે દીપક ઉપશાંત થઈ જાય છે (તેમ આ આયુષ્ય પણ સ્વદલિક ક્ષય મુતાબિક કોઈપણ ઉપઘાત વિના આપોઆપ શાંત થઈ જાય છે.) અથવા આયુષ્ય ઘન (= મજબૂત) પણે બંધાયેલું હોવાથી પવનથી સૂકાયેલ ચીકણા દ્રવ્યની જેમ અનાવર્તનીય હોય છે અને ખરેખર તે અસંખ્ય સમયોથી ઉપાર્જિત આયુષ્ય અખિન્ન (= પ્રબળ) વીર્યથી આરંભાયેલું હોવાથી “અનાવર્ચ” હોય છે. તથા (આયુકર્મકલિક) ગાઢ બંધન રૂપ હોવાથી અર્થાત્ નિકાચિત બંધ સ્વરૂ૫ નિયમન (= બંધન) થકી આયુષ્ય અનપવર્ય હોય છે. અથવા તો એક નાડિકા (= એક જ ધારા) વડે ગ્રહણ કરાયેલ આયુષ્ય ઘટ્ટ સમૂહ રૂ૫ હોવાથી સંઘષ્ટિત થયેલ પુરુષોના સમૂહની જેમ અભેદ્ય હોય છે અથવા એક નાડિકાનાં બાકોરામાં નાંખેલા/વાવેલા બીજથી ઉત્પન્ન થયેલી (આજુ બાજુ વિખેરાયા વિના ઘટ્ટ થઈને રહેલી) ધાન્ય રાશિની જેમ અભેદ્ય હોય છે. નાડિકાના વિવરમાંથી બહાર પડેલા બીજોથી ઉગેલું ધાન્ય એ સમૂહ રૂપ ન હોવાથી જ્યારે આજુ બાજુ વિખરાય ત્યારે બધા જ ગાય આદિ પશુઓને ભક્ષ્ય થાય અર્થાત્ અભેદ્ય ન રહેતાં ભેદ્ય થઈ જાય છે. આમ ઉપર કહ્યા પ્રમાણે આ આત્મા આયુષ્યને બાંધતો અનેક આત્મસામર્થ્ય રૂ૫ પરિણામના સ્વભાવથી શરીરવ્યાપી હોવા છતાં પણ નાડીકા માર્ગનાં પરિણામવાળો થાય છે. ત્યાર પછી તે અવસ્થા (= પરિણામ)ને મેળવીને જે આયુષ્યના પુગલોને બાંધે તેઓ નાડિકામાં પ્રવેશ પામેલા હોવાથી ઘટ્ટ સમૂહ રૂપ હોય છે અને આથી વિષ, શસ્ત્ર, અગ્નિ વગેરે માટે અભેદ્ય હોય છે અને મંદ-તીવ્ર પરિણામના સન્નિધાનથી = આશ્રયથી તે આત્મા તે આયુષ્ય કર્મના પુદ્ગલને આ ભવ સંબંધી વ્યાધિની જેમ તથાસ્વરૂપે (= અપવર્તનીય ૨. સન્નતિ - gો ૨. પરિમાણો - | સ્વરિમાળ - માં. રૂ. વળ્યાતિ - મુ. (પ.) ૪. તકર્તા : હું, મા..

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376