________________
२८९
- અસ્તિત્વ
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् अथवा त्रिभाग-त्रिभाग-त्रिभागे वाऽवशेष इति। एतदुक्तं भवति → त्रिभागावशेषायुषो नवभागशेषायुषः सप्तविंशतिभागावशेषायुषो वा परभवायुर्बध्नन्ति, ततः परं न बध्नन्तीत्यर्थः।
तत्रावनि-जल-ज्वलन-मारुत-तरु-द्वि-त्रि-चतुरिन्द्रियाणां निरुपक्रमायुषां च पञ्चेन्द्रियाणां नियमत एव त्रिभागावशेषे बन्धो भवत्यायुषः, सोपक्रमायुषां पुनः पञ्चेन्द्रियाणामनियमेन बन्धो यावत् सप्तविंशतिभागावशेषकल्पनेति, ते च प्राणिनस्तदैव तदायुर्बध्नन्तोऽध्यवसायविशेषात् केचिदपवर्तनार्ह कुर्वन्ति केचिदनपवर्तनीयमिति, मन्दपरिणामप्रयोगोपचितमपवर्यं तीव्रपरिणामप्रयोगोपचितमनपवर्त्यम्, तत्रापवर्तना नाम प्राक्तनजन्मविरचितस्थितेरल्पतापादनमध्यवसानादिविशेषात्, अनपवर्तनीयं पुनस्तावत्कालस्थित्येव न ह्रासमायाति स्वकालावधेरारात्, तैलवर्तिक्षयतो निर्विघातप्रदीपोपशान्तिवद् घनसंहतत्वाद् वा पवनश्लेषवत्, तच्च किलाखिन्नवीर्यारब्धत्वादसङ्ख्येयसमयोपार्जितमायुरनपवर्त्यम्, तथा गाढबन्धन
– હેમગિરા - આગળ થનારા જન્મના અનુભવને અનુરૂપ આયુષ્ય બાંધે છે અથવા તો જ્યારે ત્રીજા ભાગનો ત્રીજો ભાગ અવશેષ રહે ત્યારે બાંધે, અથવા જ્યારે ત્રીજા ભાગનાં ત્રીજા ભાગનો ત્રીજો ભાગ અવશેષ રહે ત્યારે બાંધે. ભાવાર્થ આ મુજબ છે કે ત્રીજા ભાગના અવશેષ આયુષ્યવાળા અથવા નવમા ભાગના શેષ આયુષ્યવાળા અથવા સત્તાવીશમા ભાગના અવશેષ આયુષ્યવાળા જીવો પરભવના આયુષ્યને બાંધે છે અર્થાત્ ત્યાર પછી બાંધતા નથી.
ત્યાં (= આયુષ્યને બાંધવાના ૩ વિકલ્પોમાં) પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય તથા (સંખ્યાત વર્ષના) નિરુપક્રમી આયુષ્યવાળા પંચેન્દ્રિય (મનુષ્ય અને તિર્યંચો)ને નિયમા જ પોતાના આયુષ્યનો જ્યારે ત્રીજો ભાગ અવશેષ રહે ત્યારે આયુષ્યનો બંધ થાય છે. વળી (સંખ્યાત વર્ષવાળા) સોપકમ આયુષ્યવાળા પંચેન્દ્રિય (મનુષ્ય અને તિર્યંચો)ને આયુષ્યનો બંધ જ્યાં સુધી સત્તાવીસમો ભાગ અવશેષ રહે ત્યાં સુધીમાં હોય છે.
3 અપવર્તનીય - અનાવર્તનીય આયુષ્યનું મૂળ કારણ કે આમ તેમને અચોક્કસ અનિયમિત રીતે આયુષ્યનો બંધ હોય છે અને આયુષ્યને બાંધનારા કેટલાક પ્રાણીઓ ત્યારે જ વિશિષ્ટ અધ્યવસાય થકી તે આયુષ્યને અપવર્તનાને યોગ્ય કરે છે અને કેટલાક જીવો અનપવર્તનાને અયોગ્ય કરે છે. જે મંદકક્ષાના પરિણામથી બંધાયેલું હોય તે અપવર્તનીય હોય છે અને જે તીવ્ર પરિણામના પ્રયોગથી બંધાયેલું હોય તે અનાવર્તનીય હોય છે. ત્યાં અપવર્તના એટલે ‘પૂર્વજન્મમાં બંધાયેલી (= રચના કરાયેલી) સ્થિતિને વિશિષ્ટ અધ્યવસાન આદિ (= ઘાત વગેરે ઉપક્રમ)થી અલ્પ કરવી તે”. અનપવર્તનીય એટલે બાંધેલું આયુષ્ય તેટલા કાળની સ્થિતિવાળું જ રહે અર્થી પોતાના આયુષ્યની કાળ મર્યાદા પહેલા નાશ ન પામે. જેમ ૨. વનીતૈત્યર્થ: છું. ૨. મત મુ. (ઉં. વ.)