________________
૨૮૮
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५१ भाष्यम् :- अत्रोच्यते → द्विविधान्यायूंषि-अपर्वतनीयानि अनपवर्तनीयानि च।
- અસ્થતિ - परिणतिशतजर्जरसकलसन्धयः स्थविरास्तीव्रहेतिहस्तास्तीरयित्वा समरमपंगच्छन्तोऽवलोक्यन्ते, अतोऽवगम्यते न खलु कश्चिदकाल एव विषमाण्यवगाहमानोऽपि शरशतापादितक्षतिरपि प्रकृष्टदुःखवेदना”मरणमभिलषन्नपि प्राणैर्वियुज्यते,एवमनेकस्मिन् संशयबीजप्रसवे सति प्रश्नप्रवृत्तौ प्रतिवचनमुच्यते → द्विविधान्यायूंषि → अपवर्तनीयान्यनपर्वतनीयानि चेति अकाले मृत्योरस्ति सम्भव इत्येवंविधार्थप्रदर्शनपरायणमिदमास्तीर्यते भाष्यम्। द्विविधान्यायूंषि = जीवितानि भवन्ति, प्रयोगविशेषाच्च द्वैविध्यं, न स्वभावात्, तत्रायुषो बन्धकास्तावत् सम्यग्मिथ्यादृष्टिविरहिता मिथ्यादृष्टेरारभ्य यावदप्रमत्तसंयत इति षट्सु स्थानेषु जन्तवः अजघन्योत्कृष्टाध्यवसायविशेषभाजः पृथुकषायाः साद्यध्रुवायुर्विकल्पयुजः, तत्र नारक-देवासङ्ख्येयवर्षायुषः प्राणिनः षण्मास्यामवशेषायां नियमादायुषोबन्धकाः। शेषास्त्वायुषस्त्रिभागेऽवशेषे पुरोवर्तिजन्मानुभवयोग्यमायुर्बध्नन्ति, त्रिभाग-त्रिभागे वाऽवशेष इति ।
ભાષ્યાર્થ : ઉત્તર : (ના, અકાળ મૃત્યુ નથી કેમકે) આયુષ્ય બે પ્રકારે છે - (૧) અપવર્તનીય અને (૨) અનપવર્તનીય.
- હેમગિરા - પામીને (= જય મેળવીને) પાછા ફરતા દેખાય છે. આથી એવું જણાય છે કે ખરેખર વિષમ પરિસ્થિતિમાં રહેલો હોવા છતાં, સેંકડો બાણોથી પ્રાપ્ત થયેલી ક્ષતિવાળો પણ, પ્રબળ દુઃખની વેદનાથી પીડિત થયેલો કોઈ પ્રાણી, મરણને ઇચ્છવા છતાં પણ, અકાળે પ્રાણોથી મુકાતો નથી. આ પ્રમાણે જ્યારે અનેક સંશય રૂપી બીજથી ઉત્પન્ન થનારી પ્રશ્નની પ્રવૃત્તિ થાય છે ત્યારે ઉત્તર કહેવાય છે – ‘અકાળમાં મૃત્યુનો સંભવ છે એવા પ્રકારના અર્થને રજૂ કરવામાં તત્પર દિવઘા... ઇત્યાદિ આ ભાષ્યનો વિસ્તાર કરાય છે – બે પ્રકારના આયુષ્ય = જીવન હોય છે (૧) અપવર્તનીય અને (૨) અનાવર્તનીય અને આ બે પ્રકાર વિશિષ્ટ પ્રયોગથી છે, નહિ કે સ્વભાવથી.
રંક પરભવના આયુષ્યબંધના વિકલ્પો : ત્યાં મિશ્ર ગુણસ્થાનક સિવાય પ્રથમ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી માંડી યાવત્ અપ્રમત્ત સંયત (૭મા) ગુણસ્થાનક આવે ત્યાં સુધીના જીવો આયુષ્યનો બંધ કરનારા હોય છે. આ પ્રમાણે ૬ ગુણસ્થાનકો વિશે જીવો (આયુષ્ય બાંધતી વખતે) અજઘન્ય અને અનુત્કૃષ્ટ વિશિષ્ટ અધ્યવસાયવાળા, પૃથુ = વધારે કષાયવાળા તથા સાદિ અધુવ (= સાદિસાત) આયુષ્યના વિકલ્પથી યુકત હોય છે. ત્યાં (= આયુષ્ય બંધની બાબતમાં) નારક અને દેવ તેમજ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા પ્રાણીઓ (= મનુષ્યો અને તિર્યંચો) આયુષ્યના જ્યારે ૬ માસ બાકી રહે ત્યારે નિયમા આયુષ્યનો બંધ કરનારા હોય છે. વળી શેષ જીવો તો પોતાના આયુષ્યનો જ્યારે ત્રીજો ભાગ અવશેષ રહે ત્યારે ૨. પાન્તો .