________________
२३४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४१ __ भाष्यम् :- तद्यथा → तैजस-कार्मणे वा स्याताम् ।१। तैजस-कार्मणौदारिकाणि વા : ૨
-- गन्धहस्ति एकस्मिन् काले एकस्य जीवस्य भाज्यानि = विकल्प्यानि, आ चतुर्थ्य इति यावच्चत्वारि युगपदेकजीवस्य भवन्त्यप्रत्याख्यानपक्षे।
अथैकीयमतेन तेजसं प्रत्याख्यातं तदा त्रीणि युगपदेकस्य स्युः, आचार्यस्याभिप्रायः → कार्मणवत तैजसं प्रायः सर्वदा सर्वस्यास्ति, यतस्ते आदिनी एषामिति विग्रहं कृतवान् । ये तु प्रत्याचक्षते तेषां विग्रहः → तत् आदि कार्मणमेषां तानि तदादीनि। उभयथा च भाष्यं भविष्यति, आचार्यस्य तु विग्रहगतो कर्मकृत एव योगो भवति, न तु तैजसमित्यत्रैव लब्ध्यपेक्षत्वात्, तत् किल नास्ति तस्यामवस्थायामन्यत्र त्वाचार्यस्य तैजसं सर्वत्रास्ति। तामिदानीमात्माभिप्रायानुसारिणी भजनां दर्शयन्नाह → तद्यथे1 ભાષ્યાર્થ ? તે આ પ્રમાણે - (૧) તૈજસ અને કાર્યણ એમ ૨ શરીર હોય. (૨) અથવા તૈજસ, કામણ અને ઔદારિક એમ ૩ શરીર હોય.
- હેમગિરા સ્થાપન કરીને શેષ ઔદારિકાદિ શરીરો એક જીવમાં એક સાથે ૪ સુધી વિકલ્પ = ભજના એ હોય છે. આ અર્થ અપ્રત્યાખ્યાન (= તૈજસ શરીરને કાર્મણથી પૃથક સ્વરૂપે માનનારા)ના પક્ષમાં જાણવો. હવે જ્યારે એકીયમત વડે કાશ્મણ શરીર કરતાં તેજસ શરીર જુદું ન ગણાય ત્યારે એક સાથે એક જીવને ૩ શરીરો હોય છે. વાચક આચાર્યશ્રીનો અભિપ્રાય આ મુજબ જણાય છે કે – કાશ્મણની જેમ તૈજસ શરીર પ્રાયઃ સર્વ જીવને સર્વદા હોય છે કેમકે “તાનિ' પદનો વિગ્રહ કરતાં ભાષ્યમાં (‘તે મિિન ષ') તે બે આદિમાં છે આઓની એવો વિગ્રહ કર્યો છે. (આ વિગ્રહમાં ‘તે' નપુંસકલિંગ દ્વિવચનનો પ્રયોગ કરીને તેનાથી તૈજસ અને કાર્મણ બંનેનું ગ્રહણ કર્યું છે.)
જે ઓ (તૈજસ-કાશ્મણ શરીરને એક સ્વરૂપે માની) સહજ તૈજસ શરીરનો નિષેધ કરે છે તેઓનો વિગ્રહ આ મુજબ છે કે – ‘તે કામણ શરીર આદિમાં છે જે ઓની એવા ઔદારિકાઠિ શરીરો. (આ વિગ્રહમાં ‘તત્' નપુંસકલિંગ એકવચનનો પ્રયોગ કરીને તેનાથી માત્ર કાર્મણનું જ ગ્રહણ કર્યું છે.) એમ બંને રીતે પણ ભાષ્ય સંગત થઈ જશે. વાચકપ્રવરશ્રીના મતે (પૂર્વે ૨/ ૨૬ સૂત્ર મુજબ) તો વિગ્રહગતિમાં કામણકૃત જ યોગ હોય છે, પરંતુ તૈજસકૃત યોગ (લબ્ધિતેજસની અપેક્ષાએ) નથી હોતો કેમકે અહી (= અંતર્ગતિમાં) જ આચાર્યશ્રીને તૈજસ શરીર લબ્ધિની અપેક્ષાએ વિવક્ષિત છે, અને તે લબ્ધિની અપેક્ષાવાળું તૈજસ શરીર તે અંતર્ગતિ અવસ્થામાં નથી અર્થાત્ અંતર્ગતિમાં લબ્ધિ તૈજસની અપેક્ષા હોવાથી ત્યાં એકીય મત પ્રમાણે તૈજસ શરીરનો અભાવ માનીને કામણ શરીરવાળો માત્ર કર્મકૃત એક જ યોગ સ્વીકાર્યો છે. અન્યત્ર (= આ અંતર્ગતિ સિવાય) તો બધે ઠેકાણે તૈજસ રૂપે સહજ તૈજસ શરીર આચાર્યશ્રીને વિવક્ષિત છે.