________________
२७८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९
- અસ્થતિ तथा स्थितिकृतो भेदः → औदारिकं जघन्येनान्तर्मुहूर्तस्थिति, उत्कर्षेण त्रिपल्योपमस्थिति । वैक्रियं जघन्येनान्तर्मुहूर्तस्थिति, उत्कर्षेण त्रयस्त्रिंशत्सागरोपमस्थिति । आहारकमन्तर्मुहूर्तस्थित्येव । तैजस-कार्मणयोः सन्तानानुरोधादनादित्वमपर्यवसानता चाभव्यसम्बन्धितया, अनादित्वं सपर्यवसानता च भव्यसम्बन्धित्वेनेति।
तथाऽल्पबहुत्वकृतो विशेषः → सर्वस्तोकमाहारकं यदि सम्भवति कदाचिन्न सम्भवत्यपि। किं कारणम् ? येन तस्यान्तरमुक्तं जघन्येनैकसमयः, उत्कृष्टतः षण्मासाः, तद्यदि भवति ततो जघन्येनैकमादि कृत्वा यावदुत्कर्षेण नवसहस्राणि युगपद् भवन्त्याहारकशरीराणाम्। आहारकाद् वैक्रियशरीराण्यसङ्ख्येयगुणानि नारक-देवानामसङ्ख्येयत्वात् असङ्ख्येयोत्सर्पिण्यवसर्पिणीसमयराशि-समसङ्ख्यानि भवन्ति। वैक्रियशरीरेभ्य औदारिकशरीराण्यसङ्ख्येयगुणानि, तिर्यक्शरीरमनुष्याणाम
- હેમગિરા - અવગાઢ હોય છે.
આઠમો સ્થિતિકૃત ભેદ – ઔદારિક શરીર જઘન્યથી અંતર્મુહૂર્તની સ્થિતિવાળું હોય છે, ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમની સ્થિતિવાળું હોય છે. વૈકિય શરીર જઘન્યથી અંતર્મુહૂર્તની તથા ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિવાળું હોય છે. આહારક શરીર જઘન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિવાળું જ હોય છે. તૈજસ-કાશ્મણ શરીરની સ્થિતિ પ્રવાહની અપેક્ષાએ અભવ્ય જીવને આશ્રયીને અનાદિ અને અપર્યવસિત (= અનાદિ-અનંત) હોય છે અને ભવ્ય જીવને આશ્રયીને અનાદિ અને પર્યવસિત (અનાદિ-સાંત) હોય છે.
નવમો અલ્પબહુવકૃત ભેદ - આહારક શરીર જો હોય તો સર્વથી થોડા હોય છે, ક્યારેક નથી પણ હોતા.
પ્રશ્ન : કાયમ ન હોય એનું કારણ શું?
ઉત્તરઃ કાયમી ન હોવાનું કારણ એ છે કે તે આહારક શરીરનું આંતરું આગમમાં જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટ ૬ માસનું કહેવાયું છે. તે આહારક શરીર જો હોય તો તેની સંખ્યા જઘન્યથી ૧ આદિથી માંડી યાવત્ ઉત્કૃષ્ટથી ૯ હજાર પ્રમાણ એક સાથે હોય છે.
આહારક શરીર કરતાં વૈકિય શરીરો અસંખ્યગુણા છે કારણકે નારક અને દેવો સંખ્યા પ્રમાણથી અસંખ્યાત છે. આ અસંખ્યાતું અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયોની રાશિ સમાન સંખ્યાવાળું હોય છે.
વૈક્રિય શરીરો કરતાં ઔદારિક શરીરો અસંખ્યગુણા હોય છે કારણકે તિર્યંચ શરીરો અને મનુષ્યો અસંખ્યાતા છે. આ અસંખ્યાતું અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયોની રાશિ ૨. તાન્તર્મુહૂર્ત - મા.