________________
२४६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४५
- અસ્થતિ – शुभाशुभगुणाः खल्वमी शब्दादयो विषया न मनस्विनः परितोषमाधातुं क्षमा इत्यनित्यतावगमपूर्विकां वैराग्यवासनामेवाधिवसति, न तूत्कर्षमायाति, निन्दां वा समादत्ते, किन्तु यथावस्थिततया स्वसङ्कल्पशिल्पविरचनां विधूय तान् विषयान् स विद्वान् परिणमयति, कर्मबन्धानुभव-निर्जरणानि त्वस्य तथाविधास्रवजनितानि न सम्भाव्यन्तेऽप्रमत्तत्वादेव, न चावश्यं कार्मणेऽसम्भवता सकलेनोपभोगेन तत्र भवितव्यम्, सुख-दुःखोपभोगेनापि हि भोगवदेवेष्यते न निरुपभोगं यथासम्भवमर्थप्रतिपत्तेः, सामान्यतो वा सम्भवः,
- હેમગિરા - થાય ત્યારે સુખ-દુઃખનો ઉપભોગ સંભવે છે.
3 આહારક શરીર નિરૂપભોગ નથી : પ્રશ્નઃ અપ્રમત્તને આહારક શરીર હોય છે એમ પૂર્વે કહેવાયું છે તેમાં શું દોષ છે અર્થાત્ તે વાત શું ખોટી છે કે જેથી હમણાં એને ઉપભોગવાળો બતાવી રહ્યા છો, કેમકે ઉપભોગ લાવશો તો અપ્રમત્તતા જતી રહેશે. તે આ રીતે શબ્દાદિની ઉપલબ્ધિમાં સુખ-દુ:ખનો ઉપભોગ થતાં રાગ-દ્વેષ જન્ય વિશિષ્ટ કર્મબંધ આદિ થશે અને રાગ-દ્વેષ થતાં અપ્રમત્તતા શી રીતે ટકશે?
ઉત્તર : જ્યારે શબ્દાદિની ઉપલબ્ધિ થાય ત્યારે પણ એમાં આ જીવ પ્રમાદી બનતો નથી કેમકે ખરેખર અનવસ્થિત (પરિવર્તનશીલ) એવા શુભ અને અશુભ ગુણવાળા આ શબ્દાદિ વિષયો ચતુર સાધકને સંતોષ આપવા માટે સક્ષમ નથી.' એમ અનિત્યતાના બોધપૂર્વકના વૈરાગ્યના સંસ્કારને જ અપ્રમત્ત સંયમી વાસિત (= ભાવિત) કરે છે, પણ (આ શબ્દાદિ મનોજ્ઞ વિષયો મળવાથી તે) ઉત્કર્ષને (અહંકાર-હર્ષને) વશ થતો નથી અને અમનોજ્ઞ મળવાથી) નિંદા-શોકને કરતો નથી કિંતુ પોતાના સંકલ્પો સ્વરૂપ શિલ્પની રચના (= ઈમારત)ને ધૂણાવી (= વિધ્વંસ કરી)ને તે વિદ્વાન (= આહારક શરીરધારી ચૌદપૂર્વ) તે શબ્દાદિ વિષયોને યથાવસ્થિતપણે (= રાગ અને દ્વેષ કર્યા વિના જે રીતે છે તે રીતે) પરિણમાવે છે. વળી તેવા પ્રકારના આશ્રવથી જનિત કર્મોના બંધ, અનુભવ અને નિર્જરા સ્વરૂપ વિશિષ્ટ ઉપભોગ આ સંયમીને સંભવતા નથી કેમકે એ વખતે આ અપ્રમત્ત જ હોય છે અર્થાત્ સુખ-દુઃખના ઉપભોગમાં પણ રાગ-દ્વેષ રહિત, સમતાયુક્ત હોય છે તેમજ (આહારક શરીરને ઉપભોક્તા કહેવા માટે) કાર્પણ શરીરમાં નહિ સંભવતા એવા સમગ્ર વિશિષ્ટ ઉપભોગ ત્યાં = આહારક શરીરમાં અવશ્ય હોવા જોઈએ એવું નથી કેમકે કામણ શરીરમાં નહિ સંભવતા એવા એક સુખ-દુ:ખ સ્વરૂપ વિશિષ્ટ ઉપભોગ વડે પણ આહારક શરીર ઉપભોગવાળું જ ઈચ્છાય છે, નિરૂપભોગ નહીં. (સુખ-દુઃખના ઉપભોગ સ્વરૂપ એક ઉપભોગ વડે પણ ઉપભોગવાળું કહેવાય છે એનું કારણ આ છે કે) યથાસંભવ (= જેમાં જેટલો સંભવે તેટલો) અર્થ સ્વીકારાય છે અથવા સામાન્યથી (સકલ ઉપભોગનો) સંભવ ૨. વર્ષvi સંભવતા - . માં.