________________
२४७
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- यस्मात् सुख-दुःखे तैरुपभुज्यते कर्म बध्यते वेद्यते निर्जीर्यते च, तस्मात् સોમો નીતિ ૨/૪
- સ્થિતિ अनुभव-निर्जरणे तु प्राक् कृतकर्मणोऽपि स्तः, कर्मबन्धस्त्वप्रमतत्वादतिदुर्घटः, तथाविधो योगप्रत्ययः पुनः केवलिनोऽपि न निवर्तत एवेति प्रतिपत्तव्यम् । तैजसशरीरेण तेजसि निसृष्टे दग्धे वैरिणि मनसः परितोषसुखमापाद्य जायते परमानन्दः, तथाऽनुग्राह्यपक्षे शिशिरतेजोनिसर्गेण परित्राते प्राणिनि प्रीतेरनुत्तमायाः प्रादुर्भावः। दुःखमपि वेद्यते तपःप्रभावादिभिर्बलवता परिरक्षितस्य द्विषोऽन्यस्य वा स्वनिसृष्टे तेजस्यप्रभवति मनागप्यपकर्तुमुपकर्तुं वा तैजसशरीरभाजः स्फुटमेव । एष चैवंविधसुख-दुःखोपभोगस्तैजसनिमित्त इति तेन द्वारेणोपजायते, अतस्तेन सुख-दुःखे उपभुज्येते, शापानुग्रहप्रवणत्वात्, तद्वारेणैव पुण्यस्यापुण्यस्य वा बन्धः तत्पूर्विके चानुभव-निर्जरे न प्रतिषेधुं पार्येते, अतस्तदपि सोपभोगम्,
ભાગ્યાર્થ ? જેથી કે તે શરીરોથી સુખ અને દુઃખ ભોગવાય છે, કર્મ બંધાય છે, વેઠાય છે અને ક્ષય પણ કરાય છે તેથી તેઓ ઉપભોગ સહિતના કહેવાય છે. ર/પા.
- હેમગિરા -
છે, તે આ રીતે – અનુભવ અને નિર્જરા પૂર્વે કરેલા કર્મની પણ તેમને હોય છે પરંતુ અપ્રમત્ત હોવાને લીધે નવીન કર્મબંધ તો અતિ મુશ્કેલ છે. છતાં તથાવિધ યોગનિમિત્તક કર્મબંધ તો કેવળીઓને પણ અટકતો નથી જ, આથી અહીં આહારક દેહ વિશે પણ યોગ પ્રત્યય કર્મબંધ તો અવશ્ય સ્વીકારવો.
લોક તૈજસમાં ઉપભોગ સિદ્ધિ ; (હવે તૈજસ શરીરમાં કઈ રીતે સુખ-દુઃખનો ઉપભોગ છે તેને જણાવે છે –) તૈજસ શરીર વડે તેજલેશ્યાનું વિસર્જન કરવાથી જ્યારે વૈરીનું દહન થાય ત્યારે (તેજસ શરીરવાળો જીવો મનથી (= માનસિક) સંતોષ રૂપ સુખને મેળવીને પરમ આનંદવાળો થાય છે તથા અનુગ્રહ કરવા યોગ્ય વ્યક્તિ ઉપર શીતતેજો (= શીત) લેયાને ફેંકવા વડે તે પ્રાણીની જ્યારે રક્ષા થાય ત્યારે અનુત્તમ (= સર્વોત્તમ) પ્રીતિની ઉત્પત્તિ થાય છે. એ જ રીતે તૈજસ શરીરવાળા જીવને જ્યારે પોતાના શત્રુને કોઈ બળવાન સાધક પોતાના તપના પ્રભાવ આદિથી રક્ષણ કરે ત્યારે અથવા જ્યારે અન્ય ઉપર પોતાના દ્વારા મુકાયેલી તેજોલેશ્યા કાંઈક પણ અપકાર કે ઉપકાર કરવા માટે સમર્થ ન થાય ત્યારે સ્પષ્ટ જ દુ:ખ પણ અનુભવાય છે અને આ આવા પ્રકારના સુખ અને દુઃખનો આ ઉપભોગ તૈજસ શરીરના નિમિત્તવાળો છે. અર્થાત્ તે તૈજસ શરીરના માધ્યમે સુખ-દુઃખનો ઉપભોગ થાય છે અને આથી તે તેજસ શરીર વડે સુખ-દુઃખનો ઉપભોગ કરાય છે એમ કહેવાય છે. કારણકે તૈજસ શરીર શાપ અને અનુગ્રહ કરવામાં ચતુર છે. તે તેજસ શરીર દ્વારા જ થતો પુણ્ય કે પાપનો બંધ અને તે તૈજસ શરીર પૂર્વક થતો ઉદય અને નિર્જરાનો પણ નિષેધ કરવો શક્ય નથી. એથી (= ઉપરોક્ત ઉપભોગ ઘટતા હોવાથી) તે તૈજસ શરીર પણ ૨. “સ્વપ્રમાવવાવ-૫ (ઉં. કાં.) ૨. “વિવૈવાનું - મુ. (g) 1