________________
२५६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९
• શ્વત્તિ - "अकृत्स्नश्रुतस्यर्द्धिमतः” इत्यनेन विशेषणकलापेनेति, एवंविधश्चतुर्दशपूर्वधर एव सञ्जातलब्धिस्तन्निवर्तयति, नान्यः श्रुतविदन्यो वा अवधारणफलम् ।
किमर्थं पुनरसौ तां लब्धिमुपजीवतीत्याह → कस्मिंश्चिदर्थे इत्यादि (भाष्यम्)। श्रुतज्ञानगम्ये कस्मिंश्चिदेवार्थेऽत्यन्तगहने सन्दिहानस्तदर्थनिश्चितये विदेहादिक्षेत्रवर्तिनोऽर्हतश्चरणकमलाभ्याशमौदारिकेण वपुषा न खलु पार्यते गन्तुमित्यवबुध्य सञ्जातर्द्धिविशेषो लब्धिप्रत्ययमेव नान्यप्रत्ययमुपजनयति आहारकशरीरं, गत्वा च तत्राशु भगवन्तमालोकितसमस्तलोकालोकमालोक्याभिवन्द्य पृष्ट्वा च विच्छिन्नसंशयः परिपूतपाप्मा पुनरागत्य तमेव देशं यत्र प्राग् गच्छतौदारिकमनाबाधबुद्ध्या न्यासकवनिक्षिप्तं स्वप्रदेशजालावबद्धं तदवस्थमास्ते, ततो विहायाहारकमुपसंहारमानीयात्मप्रदेशजालं
– હેમગિરા - અવીતરાગ હોવાથી આહારક શરીરને કરે છે અને આથી જ વાચકશ્રી દ્વારા કરેલી રચનાથી સંતોષને નહીં પામતાં કેટલાક વ્યાખ્યાકારો “મન્નથુતમિત્તઃ' એવા આ વિશેષણના સમૂહ વડે અધિક સૂત્રને કહે છે અર્થાત્ પ્રસ્તુત આચાર્યક્ત સૂત્રના ચાવંશપૂર્વધાર્યવ’ એ પદમાં રનથુતર્લિંમતઃ' (= અસર્વશ્રુતવાળા અને ઋદ્ધિવાળા = લબ્ધિવાળા) એવા વિશેષણો ઉમેરે છે. પ્રાપ્ત થયેલી લબ્ધિવાળા આવા પ્રકારના (અભિન્ન અક્ષરવાળા) ૧૪ પૂર્વધર જ તે (= આહારક શરીર)ને બનાવે છે પરંતુ અન્ય કોઈ (લબ્ધિશૂન્ય) ચૌદપૂર્વી કે ન્યૂન ચૌદપૂર્વી વગેરે બનાવે નહીં. આ જ અવધારણ કથનનું ફળ જાણવું.
પ્રશ્નઃ આ ૧૪ પૂર્વી શા માટે તે લબ્ધિને વિપૂર્વે છે?
ઉત્તર : ભાષ્યકારશ્રીએ ‘Íિશ્વિથૈ...' ઇત્યાદિ ભાષ્ય ઉક્ત પ્રશ્નના ઉત્તર રૂપે કહ્યું છે, તેનો અર્થ આ પ્રમાણે – શ્રુતજ્ઞાનથી જાણી શકાય એવા અત્યંત ગહન એવા કોઈક જ પદાર્થમાં શંકાવાળા (તે ૧૪ પૂર્વ) તે શંકિત અર્થના નિશ્ચય (= નિવારણ) માટે મહાવિદેહ વગેરે ક્ષેત્રમાં રહેનારા તીર્થંકરના ચરણકમળની સમીપમાં દારિક શરીર વડે ખરેખર જવા માટે સમર્થ નથી એ જાણીને ઉત્પન્ન થયેલ વિશિષ્ટ આહારક લબ્ધિવાળા ૧૪ પૂર્વધર મુનિ જ લબ્ધિના નિમિત્તે = સહારે જ આહારક શરીરને ઉત્પન્ન કરે છે, અન્ય કોઈ નિમિત્તે આહારક શરીરને નથી કરતા અને આ રીતે આહારક શરીરને વિકૃર્વિને) ત્યાં (= મહાવિદેહાદિ ક્ષેત્રમાં) જલ્દીથી જઈને જોયો છે સમગ્ર લોક અને અલોક જેમને એવા પરમાત્માને જોઈને, વંદન કરીને અને પ્રશ્ન પૂછીને નષ્ટ થયેલ સંશયવાળા શુદ્ધ (= પવિત્ર) થયેલ પાપ કર્મવાળા, ફરી જ્યાં પરમાત્મા પાસે જતાં પહેલા પોતાના આત્મ પ્રદેશોના સમૂહથી યુક્ત એવું ઔદારિક શરીર અનાબાધ (= કોઈપણ બાધા ન પહોંચે એવી) બુદ્ધિથી થાપણની જેમ મૂકાયેલું તદવસ્થ રહેલું છે, તે જ દેશમાં આવીને ત્યાર પછી આહારક શરીરને મૂકીને અને આત્મપ્રદેશના સમૂહનો ઉપસંહાર કરીને (= પાછા ૨. પૂતાણા - મુ. ()