________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२६५ भाष्यम् :- यथोद्गमं वा निरतिशेष, ग्राह्यं, "छेद्यं, भेद्यं, दाह्यं, "हार्यमित्युदारर्णादौदारिकम्, नैवमन्यानि।
- गन्धहस्ति अथवाऽन्यथा व्युत्पत्तिः → यथोद्गमं वा निरतिशेषमित्यादि भाष्यम् । यो य (योग्य ?) उद्गमो = यथोद्गमं निरतिशेष = निःशेषं निरतिशयं वा मांसास्थि-स्नाय्वाद्यवबद्धत्वात् सर्वमेव तुल्यम्, ग्राह्यादिधर्मयोगाद् गृह्यते पाण्याद्यवयवैरिन्द्रियैर्वा, छिद्यते परश्वादिना, भिद्यते नाराचादिना, दह्यतेऽग्निभास्करादिना, ह्रियते महावायुवेगेनेत्येवमादिभिर्विदारणादुदारमुच्यते, पृषोदरादित्वाच्च संस्कारयत्युदारणादौदारिकम्।
ભાષ્યાર્થ: (૪) અથવા જે જે (યોગ્ય) ઉગમ નિરતિશેષ (= નિશેષ હોય), ગ્રાહ્ય હોય, છેદ હોય, ભેદ હોય, દાહ્ય હોય, હરવા લાયક હોય, આ પ્રમાણે આવા પ્રકારના છેદન ભેદન આદિ દ્વારા વિદ્યારણ (= નાશ) કરી શકાતું હોવાથી ઉદાર કહેવાય છે અને ઉદારણ (= નાશ) પામતું હોવાથી દારિક કહેવાય છે. આ પ્રમાણે બીજા શરીર નથી,
- હેમગિરા બે ર અન્ય દેહોમાંના અવસ્થિતપણાની કારણતા ? વૈક્રિય શરીરને પ્રતિક્ષણે શારીરિક વૃદ્ધિ કે જરા અવસ્થા સાથે કોઈ સંબંધ નથી કેમકે આ વૈકિય શરીર સદા અવસ્થિત હોય છે. તે રીતે આહારક શરીર પણ આવું જ હોય છે અર્થાત્ તેમાં પણ ‘જરા’ કે ‘વૃદ્ધિ’ હોતી નથી, અવસ્થિત જ હોય છે, વળી તૈજસ અને કાર્મણ શરીરમાં તો સુતરાં જરા કે વૃદ્ધિ સાથે યોગ નથી કારણ કે એ બેમાં અંગોપાંગ આદિનું નિર્માણ હોતું નથી. અથવા બીજી રીતે દારિક’ની વ્યુત્પત્તિને કહેનાર – ‘અથાકં વા નિતિશેષમ્' ઇત્યાદિ ભાષ્ય છે. (તેનો સમુદાયાર્થ ઉપર ભાષ્યાર્થમાં છે. હવે તેના અવયવાર્થને કહે છે ...)
(૪) યોગમે – જે જે (યોગ્ય) ઉદ્દગમ (= ઉત્પત્તિ / પ્રાદુર્ભાવ) તે યોગમ, આ ઉદ્ગમ નિરતિશેષ એટલે નિઃશેષ (= માંસ, હાડ, સ્નાયુ વગેરે સમગ્ર સામગ્રીવાળો) હોય અથવા સ્વભાવતઃ નિરતિશય = અતિશય રહિત હોય અર્થાત્ માંસ, હાડકાં, સ્નાયુ આદિથી યુક્ત હોવાથી બધે સમાન હોય. આ ઉગમ ગ્રાહ્ય વગેરે ધર્મોથી યુક્ત હોવાના કારણે હાથ આદિ અવયવો અથવા ઇન્દ્રિયો વડે ગ્રહણ કરાય છે, કુહાડી આદિથી છેદાય છે, બાણ આદિથી ભેદાય છે, આગ કે સૂર્ય આદિથી બળાય છે, મહાવાયુના વેગથી હરણ કરાય છે. આ પ્રમાણે કુહાડા, અગ્નિ ઇત્યાદિ વડે વિદારણ (= નાશ) પામતું, દહન કરી શકાતું હોવાથી (આ શરીરને) ઉદાર કહેવાય છે. ૨. “તાદ - (૫) ટાનુHIRપાકો ગૃહતો જુઓ પરિશિષ્ટ-૬ ટીપ્પણી- ૨૩, ૨૪