________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१९५ भाष्यम् :- गर्भजन्मनां देवानां च शीतोष्णा। तेजःकायस्योष्णा। त्रिविधाऽन्येषाम्।
- સ્થિતિ – त्कृतास्ते सचित्ताः कदाचिन्मिश्रा इति, ये तु न स्वरूपतामापादितास्तेऽचित्ताः, अपरे वर्णयन्ति → असृक् सचेतनं शुक्रमचेतनमिति, अन्ये ब्रुवते → शुक्र-शोणितमचित्तं योनिप्रदेश: सचित्त' इत्यतो मिश्रा। त्रिविधाऽन्येषामिति । देव-नारक-गर्भव्युत्क्रान्ति तिर्यग्-मनुष्यव्यतिरिक्तानां सम्मूर्च्छनजन्मनां तिर्यग्-मनुष्याणामित्यर्थः। तेषामनियमेन कदाचित् सचित्ता कदाचिदचित्ता कदाचिन्मिश्रेति, यथा गोकृम्यादीनां सचित्ता, काष्ठघुणादीनामचित्ता, गोकृम्यादीनामेव केषाञ्चित् पूर्वकृतक्षते समुद्भवतां मिश्रेति।।
___ अधुना शीतादित्रिकं विभजते → गर्भजन्मनां देवानां च शीतोष्णा गर्भव्युत्क्रान्तीनां तिर्यग्मनुष्याणां देवानां चोभयस्वभावा स्वभावादेव जायते, देवानां साधारणा सुखबहुलत्वात् क्षेत्रानुभावाच्च,
ભાષ્યાર્થ: ગર્ભથી જન્મ લેનારાઓની તથા દેવોની યોનિ શીતોષ્ણ હોય છે. તેજસકાયની ઉણ હોય છે. અન્યોની (= સંમૂર્ણિમ તિર્યંચમનુષ્યો અને નારકોની) ત્રણે પ્રકારે (શીત, ઉષ્ણ, ઉભય) યોનિ હોય છે.
– હેમગિરા - ત્યાં (= રૂધિરના કણોમાં) જે કણો યોનિ સાથે આત્મસાત્ (= એકમેક થાય છે) તેઓ સચિત્ત અથવા ક્યારેક મિશ્ર હોય છે, વળી જે ઓ (યોનિમાં રહેલા છતાં) તરૂપતાને પ્રાપ્ત નથી કરતા અર્થાત્ જેઓ યોનિ સ્વરૂપ નથી બન્યા તેઓ અચિત્ત છે.
બીજા ઘણાં કહે છે કે – રૂધિર સચિત્ત છે અને શુક્ર (= વીર્ય) અચિત્ત હોય છે.
બીજા કેટલાક કહે કે શુક અને રૂધિર બંને અચિત્ત છે, પણ યોનિ પ્રદેશ સચિત્ત હોય છે આ પ્રમાણે હોવાથી મિશ્ર કહેવાય છે. અન્યોની ત્રણ પ્રકારની યોનિઓ હોય છે અર્થાત્ દેવ, નારક, ગર્ભજ તિર્યંચ અને મનુષ્યથી અન્ય એવા સંમૂર્છાિમ જન્મવાળા તિર્યંચ અને મનુષ્યોની ૩ પ્રકારે યોનિઓ હોય છે. તેઓમાં યોનિના નિયમના અભાવે ક્યારેક સચિત્ત, ક્યારેક અચિત્ત તો ક્યારેક મિશ્ર યોનિ હોય છે. જેમકે ગાયના શરીરમાં પેદા થતાં કૃમિ વગેરે જીવોની સચિત્ત યોનિ હોય છે. લાકડાના કીડાની યોનિ અચિત્ત હોય છે. તથા જુના ફોડલા પર અર્થાત્ જુના થયેલા ક્ષત = ઘા પર ઉદ્ભવતા કેટલાક ગોકૃમિ આદિ કીડાઓની મિશ્ર યોનિ હોય છે.
અત્યારે શીતાદિ (= શીત, ઉષ્ણ, શીતોષ્ણ) ૩ યોનિઓનું ભાષ્યકારશ્રી વિભાજન કરે છે. જન્મનાં ..... ગર્ભ જન્મવાળાઓની અને દેવોની શીતોષ્ણ યોનિ હોય છે અર્થાત્ ગર્ભજ તિર્યંચ અને મનુષ્યો તથા દેવોની સ્વભાવથી જ ઉભય (= શીતોષ્ણ) સ્વભાવવાળી યોનિ હોય છે. સુખ બહુલતા તથા ક્ષેત્ર અનુભાવ = પ્રભાવને લીધે દેવોની સાધારણ (= ઉભય સ્વભાવવાળી १. योनिप्रदेशाः, २. सचित्ताः, ३. योनिः मिश्रा, एतानि पाटान्तराणि लोकप्रकाशगततत्त्वार्थोद्धरणे सन्ति, तदनुसारमत्र भावानुवाद कृतः चिह्नितोऽयं पाठो मुद्रितपुस्तके नास्ति। ४. विभज्यते - रा. / विभजन्ते - पा।