________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१९७ भाष्यम् :- नारकैकेन्द्रियदेवानां संवृता। गर्भजन्मनां मिश्रा। विवृताऽन्येषामिति ॥२/३३॥
- સ્થિતિ છે त्वात्, यद्यप्यविशेषेणोक्तं त्रिविधाऽन्येषामिति तथापि यथासम्भवमत्र विभागः। संवृतादित्रयविभागार्थमाह → नारकैकेन्द्रिय-देवानां संवृता (इति भाष्यम्) नारकाणां पृथिव्यप्तेजो-वायु-वनस्पतीनां च सहदेवानां सङ्कुटा, प्रच्छन्नेत्यर्थः। नारकाणां वज्रमयनरककुड्यव्यवस्थितत्वात् सङ्कुटा सती प्रवर्धमानवपुषामतिदुःखा, देवानां पुनः 'प्रच्छन्ना अपि प्रच्छदपट-देवदूष्यान्तरालवर्तिनी समुच्छ्वसच्छरीरभाजां सोच्छ्वासत्वादेव न दुःखा, पृथिव्यादीनां केषाञ्चित् कथञ्चिदवगन्तव्या। गर्भजानांमिश्रा = गर्भव्युत्क्रान्तितिर्यग्-मनुष्याणां संवृत-विवृता सङ्कुट-प्रकाशेत्यर्थः। विवृताऽन्येषां = नारकैकेन्द्रिय-देव-गर्भव्युत्क्रान्तितिर्यग्-मनुष्यव्यतिरिक्तानां सम्मूछेनजद्वीन्द्रियादितिर्यङ्-मनुष्याणामित्यर्थः।
ભાષ્યાર્થ: નારકી, એકેન્દ્રિય તથા દેવોની સંવૃત યોનિ હોય છે, ગર્ભથી જન્મનારાઓની મિશ્રયોનિ હોય છે તેમજ અન્યોની વિવૃત યોનિ હોય છે.૨/૩૩
હેમગિરા – પાછળની ૬ઠ્ઠી અને ૭મી પૃથ્વીમાં પ્રબળ શીતયોનિ હોય છે. વળી આ ૬-૭ પૃથ્વીમાં (પમી પૃથ્વીની જેમ) સાધારણ (= ઉભય સ્વભાવવાળી) યોનિ નથી, કારણકે દહી – ૭મી પૃથ્વી અતિ દુઃખમય હોય છે. જો કે ભાષ્યમાં અન્યોની (= સંમૂર્ણિમ-તિર્યંચ, મનુષ્ય અને નારકોની) ત્રિવિધ યોનિ હોય છે એમ સામાન્યથી કહેવાયું છે, તો પણ અહીં (= ઉપરોક્ત જીવોને વિશે) યથાસંભવ (જે યોનિ જ્યાં ઘટે ત્યાં તે રીતનો) વિભાગ કરવો.
હવે સંવૃત આદિ ૩ યોનિઓનું વિભાજન કરવા માટે “વૈદ્રિય' ઇત્યાદિ ભાષ્યને કહે છે. નારકો, એકેન્દ્રિયો અને દેવોની સંવૃતા યોનિ હોય છે અર્થાત્ નારકોની, દેવોની અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિઓની સાંકડી અર્થાત્ ઢંકાયેલી યોનિ હોય છે. નારકોની યોનિ નરકની વજમય દીવાલોમાં ગોઠવાયેલ હોવાથી સાંકડી હોય છે અને આથી વધતા શરીરવાળા નારકોને અત્યંત દુઃખને આપનારી હોય છે.
ઉશ્વાસ યુક્ત = સુખકારી દેહવાળા દેવોની પ્રચ્છાદિત (= વિછાવેલ) વસ્ત્ર તથા દેવદૂષ્યના અંતરાલમાં રહેનારી પ્રચ્છન્ન (= ઢંકાયેલી) પણ યોનિ ઉચ્છવાસ યુકત જ હોવાથી દુઃખરૂપ હોતી નથી. કોઈક પૃથ્વીકાય આદિને કથંચિત્ પ્રચ્છન્ન યોનિ જાણવી અર્થાત્ ખાણ વગેરેને આશ્રયીને પ્રચ્છન્ન યોનિ કોઈકમાં ઘટે. ગર્ભજોને મિશ્ર યોનિ હોય અર્થાત્ ગર્ભજ એવા તિર્યંચ અને મનુષ્યોની સંવૃતવિવૃતા અર્થાત્ સાંકડી અને પ્રગટ યોનિ હોય છે. વિવૃતાડvi ... અન્યોની વિવૃત યોનિ હોય છે એટલે કે નારક, એકેન્દ્રિય, દેવ, ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય સિવાયના સંમૂર્ણિમ જન્મવાળા એવા બેઇન્દ્રિયાદિ તિર્યો અને મનુષ્યોની વિવૃત યોનિ હોય છે. તેઓને વિસ્તૃત ૧. કછ - .