________________
१९६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३३
। गन्धहस्ति तेजसः उष्णाऽत्यन्तप्रसिद्धैव। त्रिविधाऽन्येषाम्। अन्येषामिति गर्भव्युत्क्रान्तितिर्यग्-मनुष्य-देव-तेजोव्यतिरिक्तानां सम्मूर्च्छनजन्मतिर्यग्-मनुष्य-नारकाणाम्, सम्मूर्च्छनजतिर्यग्-मनुष्याणां कस्यचिच्छीता कस्यचिदुष्णा कस्यचिदुभयस्वभावा स्थानविशेषादिति, नारकाणामाद्ये पृथिवीत्रये प्रकृष्टोष्णा, चतुर्थ्यां क्वचिन्नरके शीता क्वचिदुष्णा तथा पञ्चम्याम् । कथं पुनर्भिन्नाधारोभयस्वभावा स्यात् ? उच्यते → एकस्यां पृथिव्यामुभयमस्तीति न भिन्नाधारत्वम् ।।
ननु तत्रापि नारकभेदवर्तित्वादनुभयस्वभावत्वमेवेति ? उच्यते → चतुर्थ-पञ्चमपृथिवीनारकाणामुभयस्वभावेति सामान्याभिधानाददोषः। पाश्चात्योर्द्वयोः प्रकृष्टशीता, न त्वेषां साधारणाऽस्ति दुःखात्मक
- હેમગિરા – શીતોષ્ણ) યોનિ હોય છે. તેજસકાયની ઉષ્ણ યોનિ સુપ્રસિદ્ધ જ છે.
બીજાઓની ત્રણ પ્રકારની યોનિ હોય છે બીજાઓની એટલે ગર્ભજ તિર્યંચ, મનુષ્ય, દેવ તથા તેજસ્કાયથી અન્ય એવા સંમૂર્ણિમ જન્મવાળા તિર્યંચ અને મનુષ્યોની તથા નારકોની ૩ પ્રકારે યોનિ હોય છે. તેમાં સંમૂર્છાિમ જન્મવાળા તિર્યંચ અને મનુષ્યોની સ્થાન વિશેષને આશ્રયી કોઈકની શીત, કોઈકની ઉષ્ણ તો કોઈકની ઉભય સ્વભાવવાળી યોનિ હોય છે. નારકોની શરૂઆતની ૩ પૃથ્વીઓમાં પ્રબળ ઉણયોનિ હોય છે. ચોથી નરકમાં ક્યાંક શીત, ક્યાંક ઉષ્ણ હોય છે તે જ રીતે પાંચમી પૃથ્વીમાં પણ જાણવી.
: ઉભય યોનિની નરકમાં વિમર્શના . પ્રશ્નઃ પ્રસ્તુત નરકોમાં ભિન્ન-ભિન્ન આધારને આશ્રયી અર્થાત્ કોઈક પાડામાં શીત અને કોઈક પાથડામાં ઉણ યોનિ કહી છે, તો કઈ રીતે તે ભિન્ન આધારવાળી યોનિ ઉભય સ્વભાવવાળી શીતોષ્ણ ઘટે? પ્રશ્નનો આશય એ છે કે – એક જ ઠેકાણે શીત અને ઉષ્ણ બે ભેગી હોય તો શીતોષ્ણ કહેવાય અન્યથા નહીં.
ઉત્તરઃ (ચોથી કે પાંચમી) એક જ નરક પૃથ્વીમાં ઉભય (= શીત અને ઉષ્ણ) પ્રકારની યોનિ હોવાથી ભિન્ન આધારપણું નથી.
પ્રશ્ન : ત્યાં (= એક નરક પૃથ્વીમાં) પણ નારકોમાં અમુક ઠેકાણે શીત અને અમુક ઠેકાણે ઉષ્ણ એમ ભિન્નપણે વર્તતી હોવાથી યોનિમાં અનુભય સ્વભાવપણું જ ઘટશે. મિશ્રપણું (= શીતોષ્ણપણું) નહિ ઘટે.
ઉત્તર : ૪થી અને પમી પૃથ્વીમાં નારકોની ઉભય સ્વભાવવાળી યોનિ હોય છે. એમાં સામાન્ય રીતે નિર્દેશ કર્યો હોવાથી દોષ નથી અર્થાત્ ૪થી અને ૫મી નરકમાં ૧-૧ નરક પાથડાં વિશેષને આશ્રયી અનુભય સ્વભાવવાળી યોનિ હોવા છતાં પણ તે નરક સામાન્યમાં શીત અને ઉષ્ણ બંને પ્રકારની યોનિ મળતી હોવાથી તે નરકને ઉભય સ્વભાવવાળી કહેવામાં કોઈ દોષ નથી.