________________
१९४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३३ गन्धहस्ति • तत्र आसां मध्ये योनीनां देव-नारकाणामचित्ता योनिर्भवति, शेषा व्युदस्यन्ते, देवानां प्रच्छदपटदेवदूष्यान्तरालं योनिस्तच्चाचेतनं, न जीवप्रदेशाधिष्ठितम्, नारकाणां तु वज्रमयनरककुड्येषु वातायनकल्पा योनयो भवन्त्यचेतनाः, गर्भजानां मिश्राः = तिर्यञ्चो मनुष्याश्च गर्भजन्मभाजस्तेषां मिश्राः, प्रागचित्तायाः प्रस्तुतत्वात् सचित्ताचित्तेत्यर्थः । योषितां किल नाभेरधस्तात् 'सिराद्वयं पुष्पमालांवैकक्ष्यकाकारमस्ति, तस्याधस्तादधोमुखसंस्थितकोशाकारा योनिस्तस्याश्च बहिश्चूतकलिकाकृतयो मांसमञ्जर्यो जायन्ते, ताः किलासृक् स्फुटित्वा ऋतौ स्रवन्ति, तत्र केचिदसृजो लवाः 'कोशकाकारां योनिमनुप्रविश्य सन्तिष्ठन्ते, पश्चाच्छुक्रसम्मिश्राँस्तानाहारयन् जीवस्तत्रोत्पद्यते, तत्र ये योन्याऽऽत्मसा→ હેમગિરા -
(પ્રગટ કે વિસ્તૃત) યોનિ, ૯) મિશ્ર એટલે (સંવૃત + વિવૃત એમ) ઉભય સ્વભાવવાળી યોનિ આમ આટલી (= ૯) યોનિઓ છે. હવે જન્મવાળા જીવોમાં કોને કઈ યોનિ હોય છે એનું વિભાજન કરાય છે, આના માટે તત્ર... ઇત્યાદિ ભાષ્ય કહે છે. ત્યાં = આ ૯ યોનિઓની મધ્યમાં દેવો તથા નારકોની અચિત્ત યોનિ હોય છે. (આ વાત કરવા દ્વારા) શેષ સચિત્ત અને મિશ્ર યોનિ)ની બાદબાકી કરાય છે. દેવશય્યા પર વિછાવેલું વસ્ત્ર અને દેવદૂષ્યનું મધ્યવર્તિ સ્થાન દેવોની યોનિ છે અને તે (મધ્યવર્તિ સ્થાન) અચેતન હોય છે અર્થાત્ જીવ પ્રદેશોથી અધિષ્ઠિત નથી. નારકોની નરકની વજ્રમય દીવાલોમાં બારીના આકાર જેવી યોનિઓ અચેતન હોય છે. ગર્ભજોની મિશ્ર હોય છે અર્થાત્ ગર્ભથી જન્મ લેનારા જે તિર્યંચ અને મનુષ્યો છે, તેની મિશ્રયોનિઓ હોય છે એટલે કે સચિત્તાચિત્ત હોય છે. અહીં મિશ્ર તરીકે સચિત્તાચિત્તનું ગ્રહણ કરવું (શીતોષ્ણાદિનું નહિ), કારણકે હમણાં પ્રસ્તુતમાં પહેલા અચિત્ત યોનિની વાત કરી ગયા છે તેથી તેના જ વિરોધીનું મિશ્રમાં ગ્રહણ કરવું.
* મનુષ્યોની યોનિનું વર્ણન
(આ પ્રસંગે ગર્ભજ મનુષ્યોની યોનિ કેવા પ્રકારની હોય છે તે કહે છે કે) સ્ત્રીઓની નાભિની નીચે પુષ્પોની માળા અને વૈશ્યક (= જનોઈની જેમ એક ખભા ઉપરથી અને બીજા ખભાની નીચેથી ધારણ કરાતી એક માળા) જેવા આકારવાળી બે નાડી હોય છે. તેની હેઠળ અધોમુખ રહેલા કોશ (= ડોડા)ના આકારવાળી યોનિ હોય છે અને તેની બહાર આંબાની કળી (= ખીલ્યા વગરનું પુષ્પ)ની આકૃતિવાળી માંસની મંજરી (= રેખા)ઓ થાય છે. તેઓ (= મંજરીઓ) ખરેખર ઋતુકાળે ફાટીને રૂધિર રૂપે ઝરે છે અર્થાત્ મંજરીઓમાંથી રૂધિરનો સ્રાવ થાય છે. ત્યાં રૂધિરના કેટલાક ટીપાં કોશાકારવાળી યોનિમાં દાખલ થઈને સ્થિર રહે છે, પાછળથી શુક્રથી મિશ્રિત થયેલા તે રૂધિરના કણોનો આહાર કરતો જીવ ત્યાં ઉત્પન્ન થાય છે. છુ. ‘શિધ્રુવં’। ૨. વેજક્ષા રૂ. સ્વિત્વા। ૪. જોશાા