________________
२०६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३७
- ગન્ધત્તિ •
स्थूलद्रव्यवर्गणा'समारब्धमौदारिकप्रायोग्यपुद्गलग्रहणकारणपुद्गलविपाक्यौदारिकशरीरनामकर्मोदयनिष्पन्नम्। एवमितरशरीरेष्वपि वैक्रियादिशब्दप्रक्षेपादेष दण्डको वाच्यः । विक्रिया विकारो बहुरूपताऽनेककरणं तया निर्वृत्तमनेकाद्भुताश्रयं विविधगुणर्द्धिसम्प्रयुक्तपुद्गलवर्गणाप्रारब्धं वैक्रियम् । शुभतर-शुक्लविशुद्धद्रव्यवर्गणाप्रारब्धं प्रतिविशिष्टप्रयोजनायाह्रियतेऽन्तर्मुहूर्तस्थित्याहारकम्, 'कृत्यल्युटो' बहुलं' वचनात्। तेज इत्यग्निः, तेजोगुणोपेतद्रव्यवर्गणासमारब्धं तेजोविकारस्तेज एव वा तैजसमुष्णगुणं शापानुग्रहसामर्थ्याविर्भावनं तदेव यदोत्तरगुणप्रत्यया लब्धिरुत्पन्ना भवति तदा परं प्रति दाहाय विसृजति रोषविषाध्मातमानसो गोशालादिवत्, प्रसन्नस्तु शीततेजसाऽनुगृह्णाति । यस्य पुनरुत्तरगुणलब्धि– હેમગિરા •
શરીર કહેવાય છે. કહેવાનો આશય એ છે કે અસાર અને સ્થૂલ એવા પુદ્ગલ દ્રવ્યની વર્ગણાથી બનેલું ઔદારિક શરીર કહેવાય છે. ઔદારિક શરીરને પ્રાયોગ્ય એવા પુદ્ગલોને ગ્રહણ કરવામાં કારણભૂત એવા પુદ્ગલ વિપાકી ઔદારિક શરીર નામકર્મના ઉદયથી બનેલું આ ઔદારિક શરીર હોય છે. એવી રીતે ઇતર (વૈક્રિય આદિ)શરીરોમાં પણ ઔદારિકના બદલે વૈક્રિય વગેરે શબ્દોનો પ્રયોગ કરીને આ ઠંડક પાઠ કહેવો.
૨. વૈકિય શરીર : વિક્રિયા એટલે વિકાર અર્થાત્ બહુરૂપતા (= જુદા જુદા ઘણાં રૂપ કરવા) અથવા અનેક કરણ (= એક સરખા ઘણાં રૂપ કરવા) તે વિક્રિયા આદિથી બનેલું વૈક્રિય શરીર કહેવાય છે. અનેક અદ્ભુત ઉપલબ્ધિ (રૂપ, લબ્ધિ વગેરે)ના આશ્રયવાળું તથા વિવિધ ગુણ ઋદ્ધિથી યુક્ત એવી પુદ્ગલ વર્ગણા વડે નિષ્પન્ન આ વૈક્રિય દેહ હોય છે.
૩. આહારક શરીર : અમુક વિશેષ પ્રયોજન માટે જે ગ્રહણ કરાય તે આહારક શરીર કહેવાય છે. આ આહારક શરીર વધુ શુભ, શુક્લ (-શ્વેત) અને વિશુદ્ર દ્રવ્ય વર્ગણાથી બનેલું છે અને અંતર્મુહૂર્તની સ્થિતિવાળું છે. ‘કૃત્યલ્યુટો બહુલ’ પાણિની-૩/૩/૧૧૩ સૂત્રથી ‘કૃત્ય’ પ્રત્યય એ નિર્દિષ્ટ અર્થ સિવાય બીજા અર્થમાં પણ આવતો હોવાથી યયોત વ્યુત્પત્તિ કરી છે.
૪. તૈજસ શરીર : તેજ એટલે અગ્નિ. તેજોગુણથી યુક્ત એવી દ્રવ્યવર્ગણાથી (= તૈજસ વર્ગણાથી) બનેલું અર્થાત્ તેજનો વિકાર અથવા તેજ રૂપ જ તેજસ શરીર કહેવાય છે. તે તૈજસ શરીર ઉષ્ણ ગુણવાળું છે તથા શ્રાપ અને અનુગ્રહ કરવાના સામર્થ્યને પેદા કરનાર છે. જ્યારે જીવને તપ વગેરે ઉત્તરગુણના નિમિત્તવાળી (તેજોલેશ્યા) લબ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે રોષ રૂપી વિષથી વ્યાપ્ત ચિત્તવાળો સાધક ગોશાલાદિની જેમ સામેવાળી વ્યક્તિને સળગાવી દેવા, અન્ય વ્યક્તિ ઉપર તે જ તૈજસ શરીર (= તેજોલેશ્યા) ફેંકે છે, વળી પ્રસન્ન થયેલ સાધક તો (તે વ્યક્તિ પર) શીતલેશ્યા દ્વારા અનુગ્રહ કરે છે (વીર પ્રભુએ જેમ કરુણાથી ગોશાલા પર અનુગ્રહ १. °णाप्रारब्धं रा. । २. कृल्ल्युटो बहुलवचनात् - मु, अस्माभिस्तु मुद्रितव्याकरणपुस्तक प्राप्तपाठो गृहितः ।