________________
२३०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४३
- સ્થિતિ – मलीमसप्रभो मणिरिति संव्यवहरन्ति लौकिकाः, तस्याः छायाया' निर्वर्तकं = उत्पादकं तैजसं, शरीरेष्वौदारिकादिषु केषुचित् मणि-ज्वलन-ज्योतिष्कविमानवदिति। यथा हि मणयः स्फटिकाङ्क-वैडूर्यादयो भ्राजिष्णुच्छाया विमलपुद्गलारब्धत्वात्, ज्वलनो वा निरस्तप्रत्यासन्नतिमिरव्रातः प्रद्योतते स्वतेजसा, ज्योतिष्कदेवानां वा चन्द्रादित्यादीनां विमानान्यतिभास्वराणि निर्मलद्रव्यारब्धत्वात्, तथा तैजसशरीरापेक्षमौदारिकादिषु शरीरेषु केषुचिदेव स्फुरन्मजाजालमुपलभ्यते, न सर्वेषु, अन्यथा तद्भावात् कया युक्त्या तत् तथा भवेत् ? एतच्च तेष्वेव शरीरेषु द्रष्टव्यं यानि लब्धेराधारतां प्रतिपद्यन्ते, अन्यथा ग्रन्थो न सङ्गच्छेत तथा भ्राजिष्णुप्रभेत्यादि च, किं कारणं ? ये हि लब्धिप्रत्ययमेवेच्छन्ति तैजसं तेषां तावदन्यत्र लब्धेरभावान्न घटते, आचार्याभिप्रायोऽपि नायं, पराभिप्रायप्रस्तावात्। अपरे वर्णयन्ति
- હેમગિરા બે પ્રશ્ન : પ્રભા ક્યારેય પણ ભ્રાજિષ્ણુ (= ચમકદાર) જ હોય છે. તો “પ્રભા’ આગળ ‘બ્રાજિષ્ણુ એવું વિશેષણ લખવા દ્વારા તેને શા માટે વિશેષિત કરાય છે ?
ઉત્તર : દરેક પ્રભા ચમકદાર જ હોય તેવું એકાંતે નથી કેમકે કેટલીક પ્રભા ભ્રાજિષ્ણુ ન દેખાતાં મલીન રૂપે પણ દેખાય છે, જેમકે મલિન પ્રભાવાળો મણિ' એવું લૌકિક જનો બોલે છે, તેથી ભ્રાજિષ્ણુ વિશેષણ જોડવ્યું છે. કેટલાક ઔદારિક આદિ શરીરોમાં મણિ, અગ્નિઅથવા
જ્યોતિષ-વિમાનોના જેવી છાયા = કાંતિના સમુદાયનું ઉત્પાદક તેજસ શરીર હોય છે. અર્થાત્ જેમ સફટિક રત્ન, અંક રત્ન, વૈડૂર્ય રત્ન આદિ મણિઓ નિર્મળ પુદ્ગલોથી બનેલા હોવાથી તેજસ્વી આભાવાળા હોય છે અથવા નિરસ્ત કર્યો છે સમી પવર્તિ અંધકારનો સમૂહ જેણે એવો અગ્નિ પોતાના તેજ વડે તેજસ્વી હોય છે અથવા તો ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષ દેવોના વિમાનો નિર્મળ દ્રવ્યોથી નિર્મિત હોવાથી અતિભાસ્વર (= તેજસ્વી) હોય છે, તેમ કેટલાક જ ઔદારિકાદિ શરીરોમાં તૈજસ શરીરને આશ્રયી ટૂરાયમાન થતો તેજનો સમૂહ મેળવાય છે. સર્વમાં નહીં અન્યથા (તૈજસ્ લબ્ધિવાળા ઔદારિકાદિ શરીરોમાં જ તેજનો સમૂહ હોય છે. બધા શરીરોમાં નહીં એવું જો ન માનીએ પણ) બધા શરીરમાં જ તેનો (લબ્ધિ તૈજસ શરીરનો) સદ્ભાવ માનીએ તો કઈ યુક્તિથી તે કેટલાક દારિકાદિ તેવી રીતે (પ્રભાના સમૂહવાળા) થાય ? ટૂંકમાં -
આ પ્રભાનો સમૂહ તે જ શરીરોમાં દેખાય છે કે જેઓ તૈજસ લબ્ધિની આધારતાને પ્રાપ્ત કરે છે જો અન્યથા (= તૈજસ લબ્ધિ રહિત શરીરોમાં પણ ભાજિષ્ણુ પ્રભા) માનશો તો ‘તથા પ્ર ઇત્યાદિ ગ્રંથ (=ભાષ્ય) સંગત નહીં થઈ શકે.
પ્રશ્નઃ ક્યા કારણે સંગત નહીં થઈ શકે?
ઉત્તર : અર્થ સંગત નહિ થવાનું કારણ એ છે કે જેઓ લબ્ધિ પ્રત્યય (= લબ્ધિના ૨. તા - 5 (ઉં.) ૨. છાયા (થા) નિર્વ -પુ (ઉં. વ.) રૂ. વિપુ-પુ (ઉં. માં.) ૪. તમા° ૫. - (ઉં. જી.)