________________
• गन्धहस्ति
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३७ च्छरीराणि इत्यन्वर्थसंज्ञासिद्ध्यर्थं न कायग्रहणमाश्रितं लघीयोऽपि । आदावौदारिकं स्थूलाल्पप्रदेशबहुस्वामित्वात्, ततो वैक्रियं पूर्वस्वामिसाधर्म्यात्, ततोप्याहारकं लब्धिसाधर्म्यात्, ततस्तैजसं सूक्ष्मासङ्ख्येय(अनंत)स्कन्धात्मकत्वात् ततः कार्मणं सर्वकारणाश्रयसूक्ष्मानन्तप्रदेशत्वादिति ॥२/३७॥ न्यायाद् वचनाच्च ।
अत्राह → कथं पुनरयं विशेषो निश्चीयते औदारिकादीनामिति ? उच्यते वचनं त्विदं यथाक्रमं तेषां पूर्वस्मात् (परं परं सूक्ष्मम् इति सूत्रम्) । → હેમગિરા -
२१२
ચાય ૩h:,
કહેવાય છે. એ પ્રમાણેની અન્વર્થ સંજ્ઞાની (= યથાર્થ નામની) સિદ્ધિ માટે અત્યંત નાનો એવો પણ ‘કાય’ શબ્દ ન મૂકતાં ‘શરીર’ શબ્દ મૂક્યો છે. (વળી ‘કાય’ શબ્દ તો ‘સમૂહ' વગેરે અર્થનો ય વાચક છે.)
* ઔદારિકાદિ શરીરોના સંખ્યા ક્રમનું રહસ્ય
સૂત્રમાં ઔદારિકાદિ પદના ક્રમનો આશય આ મુજબ છે→ સ્થૂલ અને અલ્પ પ્રદેશવાળું તથા ઘણાં (= સર્વાધિક) સ્વામીવાળું હોવાથી ઔઠારિક શરીરને પ્રથમ બતાવ્યું છે ત્યાર બાદ વૈક્રિયને મૂક્યું છે. કારણકે પૂર્વની (ઔદારિકની) સાથે સ્વામીનું સાધર્મ્ડ છે અર્થાત્ પૂર્વના સ્વામી એવા તિર્યંચ અને મનુષ્યો જ વૈક્રિય લબ્ધિની અપેક્ષાએ વૈક્રિય શરીરના પણ સ્વામી છે. આમ બન્ને શરીરના સ્વામી લબ્ધિવાળા તિર્યંચ અને મનુષ્ય થવાથી સ્વામીનું સાધર્મ્ડ આવ્યું. આના પછી ‘આહારક’ શરીરને મૂક્યું છે કારણકે લબ્ધિને આશ્રયીને (વૈક્રિય અને આહારકમાં) સામ્યતા છે (વૈક્રિય શરીર જેમ લબ્ધિને આશ્રયી ઉત્પન્ન થાય છે તેમ આહારક શરીર પણ લબ્ધિ આશ્રિત જ છે). આના પછી તૈજસ શરીરને મૂક્યું છે કારણકે તે આહારક કરતાં સૂક્ષ્મ અને અનંત સ્કંધરૂપ છે. (અનંત પરમાણુવાળા સ્કંધ-પ્રદેશની અપેક્ષાએ ઔદારિકથી માંડી આહારક સુધીના શરીરો ઉત્તરોત્તર અસંખ્યગુણા સ્કંધવાળા હોય છે. જ્યારે તૈજસ અને કાર્મણ અનંતગુણા હોય છે. તેથી ટીકામાં જે ‘અનંત સ્કંધાત્મક’ તૈજસ શરીર કહ્યું તેનો ભાવાર્થ ‘પૂર્વ શરીરો કરતાં અનંત ગુણા = અનંત પરમાણુવાળા અનંત સ્કંધ રૂપ પ્રદેશાત્મક' એવો કરવો.) ત્યાર પછી કાર્મણ શરીરનો નિર્દેશ છે, કારણકે તે સર્વ શરીરોનું કારણ, સર્વ શરીરોનો આશ્રય, અત્યંત સૂક્ષ્મ અને (પૂર્વ શરીર કરતાં) અનંત પ્રાદેશિક છે. ૨/૩૭।।
૨/૩૮ સૂત્રની અવતરણિકા : પ્રશ્ન ઃ કઈ રીતે ઔદ્વારિકાદિ શરીરોની (ઉપર કહેલ આ ઔદારિકથી વૈક્રિય સૂક્ષ્મ છે, આમ આગળ આગળના શરીરો સૂક્ષ્મ છે, એવી) આ વિશેષતાઓ નિશ્ચિત કરી શકાય ?
ઉત્તર ઃ ન્યાય (= તર્ક)થી તથા વચન (= સૂત્ર)થી આ નિશ્ચય થાય છે. ન્યાય (પૂર્વે વર્ગણાનું સ્વરૂપ બતાવતાં) કહેવાઈ ગયો છે. વચન આ પ્રમાણે કે તે ઔદારિકાદિ શરીરોમાં