________________
१८२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३१
- સ્થિતિ - इति वा, अतः प्रस्तावापास्तत्वान्न विद्वन्मनांस्याराधयत्येतद् व्याख्यानम् । यदि पुनः पञ्चसमयायां गतौ वाशब्देन समयत्रयं समुच्चीयते? उच्यते → अभिहितं प्राक् न तादृश्यां गत्यां कश्चिदुपपद्यते, अथास्ति सम्भवः न कश्चिद् दोषः।।
____ अथ किमाहारकविशेषमङ्गीकृत्य अनाहारकत्वमाख्यायते सूरिणा उत सर्वाहारनिषेध इति ? सर्वाहारनिषेध इत्याह, कति वाऽऽहाराः ? ननु त्रयः, ओजआहारो लोमाहारः प्रक्षेपाहार इति, तत्रौजआहारोऽपर्याप्तकालावस्थायां कार्मणशरीरेणाम्बुनिक्षिप्ततप्तभाजनवत् पुद्गलादानं सर्वप्रदेशैर्यत् क्रियते जन्तुना प्रथमोत्पादकाले योनौ अपूपेनेव प्रथमकालप्रक्षिप्तेन घृतादेरिति, एष च आन्तमॊहर्तिकः। लोमाहारस्तु पर्याप्तकावस्थाप्रभृति यत् त्वचा पुद्गलोपादानमाभवक्षयाच्च सः। प्रक्षेपाहारः ओदनादिकवलपानाभ्यवहारलक्षणः। अतोऽब्राहारत्रयमपि प्रतिषिध्यते, भवस्थतायामेव त्रितयाभ्यनुज्ञानात्।
- હેમગિરા -
અનાહારક = ૩ આહારનો ત્યાગ : પ્રશ્ન વાચકશ્રીએ શું વિશિષ્ટ આહારની અપેક્ષાએ અનાહારકપણું કહ્યું છે કે સર્વ આહારના નિષેધની અપેક્ષાએ? જો સર્વ આહારના નિષેધને આશ્રયીને આ પ્રમાણે વાચકશ્રી કહે છે તો તે આહારો કેટલા પ્રકારના છે તે કહો ?
ઉત્તરઃ આહાર ૩ પ્રકારના છે. ૧) ઓજ આહાર, ૨) લોમ આહાર, ૩) પ્રક્ષેપ = કવલ આહાર. ત્યાં (= ૩ આહારમાં) ઓજ આહાર -- જેમ પાણીમાં નંખાયેલું તપ્ત ભાજન તે પાણીનું ગ્રહણ કરે છે (અથવા તો બીજી રીતે કહીએ તો) જેમ ઉકળતા ઘી આદિમાં પ્રથમવારમાં નંખાયેલી પૂરી એ પોતાના સર્વ પ્રદેશો દ્વારા ઘી આદિને ગ્રહણ કરે છે તેમ જીવ વડે એ યોનિને વિષે જન્મનાં પ્રથમ સમયે અપર્યાપ્ત કાળની અવસ્થામાં કામણ શરીર દ્વારા સર્વ આત્મપ્રદેશોથી જે પુગલોનું ગ્રહણ કરાય છે તે જ આહાર છે. આ આહાર ગ્રહણનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે.
લોમાહાર - પર્યાપ્તાવસ્થાથી માંડીને જીવન પર્યત ત્વચા વડે જે પુગલોનું ગ્રહણ થાય છે તે લોમાહાર છે.
પ્રક્ષેપ (- કવલ) આહાર - ભાત આદિના કવલ અને પાણીને આરોગવાના સ્વરૂપવાળો પ્રક્ષેપ આહાર હોય છે.
અહીં પ્રસ્તુતમાં આવા પ્રકારના ત્રણેય આહારનો નિષેધ કરાય છે કારણકે ભવસ્થ સ્થિતિમાં જ ત્રણે આહાર કહેવાયેલા છે. જીવ અંતર્ગતિમાંના પ્રથમ સમયમાં પૂર્વભવ સંબંધી ચ્યવનદેશમાં અને અંતિમ સમયમાં આગામી ભવના જન્મ-દેશમાં રહેલો હોવાથી આહારક જ હોય ૨. પાવાવ - ૫ (ઉં.વ.) ૨. ૧ પૂણેનૈવ - પ્રા. રૂ. વં ચ - . ૪. સાન્તર્મુર્તિા - પુ (ઉં. વ.)