________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१८३ - જસ્થતિ - प्रथमान्त्य समययोरन्तर्गतौ च्युतजन्मदेशस्थत्वादाहारक एव, पूर्वोत्तरशरीरपरित्यागादानकालाभेदवर्तित्वाद्, कर्मपुद्गलादानं पुनर्योग-कषायहेतुकमन्तर्गतावपि सर्वत्र सर्वकालमस्ति, वर्षणसमये समादीप्तनाराचप्रक्षेपवत्, तद्यथा → जलधारासन्निपातापादितसामर्थ्य वर्षति पर्जन्ये नाराचद्रव्यं ज्याहस्तविप्रयोगाहितवेगमग्निज्वालाकलापादीप्तमम्भःपुद्गलग्रहणं कुर्वदेव गच्छति, एवमयमन्तरात्मा कार्मणेन शरीरेण कर्मोष्णत्वात् पुद्गलग्रहणं कुर्वन्नविच्छिन्नमागामिजन्मनेऽभिधावतीति, न खल्वेवंरूपस्य पुद्गलादानस्य प्रतिषेधः, किन्तु परिपोषहेतुको य आहार औदारिक-वैक्रियशरीरद्वयस्य स विवक्षितः प्रतिषेध्यत्वेनेति, अतोऽन्तर्गतावेकं समयं समयद्वयं वाऽनाहारकः, शेषं कालमनुसमयमाहारयति = एकद्विसमयव्यतिरिक्तं शेषकालमाहारमभ्यवहरति । अत्यन्तसंयोगप्रदर्शनार्थमनुसमयमित्युक्तम्। अनुसमय
– હેમગિરા - છે. આનું પણ કારણ એ છે કે - પૂર્વ શરીરના ત્યાગના અને અપર શરીરના ગ્રહણના કાળ સાથે અંતર્ગતિના પ્રથમ અને અંત્ય સમયનો અભેદ છે.
કામણ પુગલોનું ગ્રહણ આહાર રૂપ નથી ? વિશેષ એ છે કે - યોગ અને કષાયના કારણે કર્મ પુદ્ગલોનું ગ્રહણ તો અંતર્ગતિમાં ય સર્વ દેશ અને સર્વ કાલમાં ચાલુ જ હોય છે. આને સમજવા માટે વરસાદ થતી વખતે બળતા બાણના પ્રક્ષેપનું દષ્ટાંત જાણવું, તે આ મુજબ છે – જેમ જળધારાને વરસાવવામાં પ્રાપ્ત થયેલા સામર્થ્યવાળા વાદળા વરસે ત્યારે દોરી અને હાથના વિશિષ્ટ પ્રયોગથી વેગને પામેલું, અગ્નિની વાળાના સમૂહથી જાજવલ્યમાન એવું બાણ, (તે વરસાદના) પાણીના પુદ્ગલોને ગ્રહણ કરતું જ (અવિચ્છિન્નપણે) પસાર થાય છે. એ જ પ્રમાણે આ અંતરાત્મા કર્મની ઉષ્ણતાના કારણે અંતર્ગતિમાં કાર્મણ શરીરથી કાશ્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરતો આગામી જન્મસ્થાનમાં અવિચ્છિન્નપણે દોડે છે અર્થાત્ પહોંચે છે.
ખરેખર અંતર્ગતિમાં આવા પ્રકારનાં પુગલોને ગ્રહણ કરવાનો (કોઈ શાસ્ત્રમાં) નિષેધ નથી કરાયો પરંતુ ઔદારિક અને વૈક્રિય આ બે શરીરના પોષણ કરવામાં હેતુભૂત જે આહાર છે તે આહાર (અંતર્ગતિમાં) નિષેધ કરવા રૂપે વિવક્ષિત છે. આથી અંતર્ગતિમાં ૧ સમય કે ૨ સમય જીવ અનાહારક હોય છે. શેષ... ૧ કે ૨ સમય સિવાયના શેષ કાલને વિશે દરેક સમયમાં જીવ આહાર ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કરવાની પ્રક્રિયાનો અત્યંત સંયોગ દેખાડવા માટે ‘મન ’ એવો પ્રયોગ ભાષ્યમાં કહેવાયો છે, તેથી અર્થ આ પ્રમાણે કરવો કે – અનુસમય એટલે વિચ્છેદ વિના દરેક સમયે.
(હવે કઈ રીતે અનુસમય આહાર ગ્રહણ કરે છે તે આ પ્રમાણે સમજવું +) ગર્ભાદિમાં ઉત્પત્તિ થાય ત્યારે પ્રથમ સમયથી માંડી અંતર્મુહૂર્ત સુધી જીવને ઓજાહાર હોય છે. ત્યારબાદ ૧. નામ - પ. ૨. વસન્ત- પ. ૩. તિ : - મુ. ૪. (ઉં. પ.)