________________
१९०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३२
यथा प्रच्छदपटस्योपरिष्टाद् देवदूष्यस्याधस्तादत्रान्तरालवर्तमानान् पुद्गलान् 'वैक्रियशरीरतयाऽऽददानो देवः समुद्भवति, इदं च पूर्वाभ्यां भिन्नलक्षणम्, नहि प्रच्छदपट-देवदूष्यपुद्गलानेवासौ शरीरीकरोति, नापि शुक्रादिपुद्गलानाददान उत्पद्यते, तस्मात् प्रतिविशिष्टक्षेत्रप्राप्तिमात्रमेवास्य जन्मनो निमित्तं भवति, तथा नारकाणां नरककुड्यव्यवस्थितातिसङ्कुटमुखनिष्कुटा वातायनकल्पा योनिस्तत्र वैक्रिय-शरीरपुद्गलानादाय निष्पीड्यमाना वज्रमयनरकतले जलमध्यक्षिप्तपाषाणवन्महता वेगेन प्रतिपतन्ति। एवमेतत् त्रिविधं जन्म वेदितव्यमात्मनः शरीरतयात्मलाभ इति। अपरे वर्णयन्ति → सम्मूर्च्छनमेवैकं सामान्यतो जन्म, तद्धि गर्भोपपाताभ्यां विशेष्यत इति अत्र च सम्मूर्छनमादौ, प्रत्यक्ष - बहुस्वामित्वात्; तदनु गर्भः, प्रत्यक्षौदारिकशरीरसाधर्म्यात्; तत उपपातः, स्वामिवैधात्, इति ॥२/३२॥
– હેમગિરા –
- ઉપપાત જન્મનું સ્વરૂપ ફક ઉપપાત જન્મઃ જન્મ ક્ષેત્રની પ્રાપ્તિના જ નિમિત્તવાળો જે જન્મ છે તે ઉપપાત શબ્દ વડે કહેવાય છે અર્થાત્ ઉપપાત જન્મ કહેવાય છે. જેમકે (દેવલોકમાં દેવશય્યા ઉપર) બિછાવેલા વસ્ત્રની ઉપર તથા (એ બિછાવેલ વસ્ત્રની ઉપર રહેલા) દેવદૂષ્યની નીચે, આમ અહીં બન્નેની વચ્ચે રહેલા પુદ્ગલોને વૈકિય શરીર તરીકે ગ્રહણ કરતો દેવ ઉત્પન્ન થાય છે અને આ જન્મ પૂર્વના બન્ને જન્મો કરતા અલગ લક્ષણવાળો છે કેમકે બિછાવેલા વસ્ત્ર અને દેવદૂષ્ય સંબંધી પુગલોને આ જીવ શરીર રૂપે કરતો જ નથી તેમજ શુક આદિ પુદ્ગલોને ગ્રહણ કરતો પણ ઉત્પન્ન થતો નથી. તેથી વિશિષ્ટ કક્ષાના ક્ષેત્રની જે પ્રાપ્તિ છે એ જ માત્ર આ ઉપપાત જન્મનું નિમિત્ત હોય છે તથા નારકીઓને નરકની દીવાલોમાં રહેલ અતિ સાંકડા મુખવાળા નિષ્ફટો (= કુંભીઓ) એ યોનિ તરીકે હોય છે અને તેઓનો આકાર વાતાયન (= બારી) સરખો જાણવો.
ત્યાં (= યોનિમાં) વૈકિય શરીરના પુદ્ગલોને ગ્રહણ કરીને અત્યંત પીડાતા એવા નારકીના જીવો વજય નરકની ભૂમિ પર જળના મધ્યમાં નંખાયેલા પાષાણ (= પત્થર)ની જેમ મોટા વેગ વડે પડે છે. (આ પણ ઉપપાત જન્મ કહેવાય છે.) આ પ્રમાણે આત્માને શરીરની પ્રાપ્તિ થવા સ્વરૂપ જ આ ત્રણ પ્રકારના જન્મ જાણવા. બીજા કેટલાક કહે છે કે, સામાન્યથી ‘સમૂચ્છન’ એ એક જ જન્મ છે, અને ખરેખર તે સંપૂર્ઝન જન્મ જ ગર્ભ અને ઉપપાત વડે વિશેષિત કરાય છે.
અહીં (= ૩ પ્રકારના જન્મમાં) સમૂર્છાિમ જન્મ પ્રથમ કહ્યો છે કેમકે આ જીવો (સામાન્યથી) પ્રત્યક્ષ દેખાય છે તેમજ એના સ્વામી (જીવો) ઘણાં (= અનંતા) છે. ત્યાર પછી ગર્ભ જન્મ કહેવાય છે કારણકે સંમૂર્છાિમ અને ગર્ભમાં પ્રત્યક્ષત્વ અને ઔદારિક શરીરની સમાનતા છે. ગર્ભજ જીવો પણ સંમૂર્ણિમ જીવોની જેમ પ્રત્યક્ષ છે અને ઔદારિક શરીરવાળા છે. આના પછી ઉપપાત જન્મ કહેવાય છે કેમકે એમાં સ્વામીનું વૈધર્મે છે અર્થાત્ આના સ્વામી વૈક્રિય ૨. વૈશિવાય - પ. ૨. પ્રાપ્તિવાક્ય - ૫. પ્ર. નં. (ઉં. માં)