________________
१७२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२९
किं पुनः कारणमेकसमयैवाविग्रहा भवति न द्विसमया त्रिसमया वा, तावदसौ मृतो जात्ववक्रं यावत् समयद्वयं कालतः पूर्णमेव समयत्रयमपीत्यत आह → प्रतिघाताभावात् । को वा नियमोऽवग्रहत्रयात् परतोऽन्यो विग्रहो नास्तीति, चत्वारि पञ्च वा वक्राणि विधाय किमिति नोत्पत्तिस्थानमाप्नोतीति ?
उच्यते → विग्रहनिमित्ताभावाच्च, येन हि यत् स्थानमाप्तव्यमृज्वा गत्या स तदविश्राम्यनन्तराले स्वभावादेव केनचिदप्रतिहतः प्रतिघातहेतुना तदवश्यं प्राप्नोति, किं तत्र द्वितीयादिसमयकल्पनया ? अतः प्रतिघाताभावात् अन्तराले तस्यैकसमयैव भवति।
- હેમગિરા - ગતિ ન હોય. એકેન્દ્રિય જીવોની ત્રિવિગ્રહો અને બીજી (= અવિગ્રહા, એક વિગ્રહ અને દ્વિવિગ્રહ) ગતિઓ હોય છે.
a .. અવિગ્રહા ગતિ એક સમયની જ હોય ? ” પ્રશ્નઃ શું કારણ છે કે ૧ સમયવાળી જ અવિગ્રહ ગતિ હોય, ૨ સમયવાળી કે ૩ સમયવાળી નહીં? અર્થાત્ મરેલો આ જીવ ક્યારેક ત્યાં સુધી અવક (= સીધો) જાય કે જ્યાં સુધી કાળથી ૨ સમય અથવા ૩ સમય પણ પૂર્ણ થઈ જ જાય. તો શું વાંધો ? તો પછી ૧ સમયવાળી જ અવિગ્રહ (= જુ) ગતિ હોય એમ કેમ કહ્યું?
ઉત્તર : આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભાષ્યકારશ્રી કહે છે પ્રતિપાતામાવાત્ જુગતિમાં પ્રતિઘાતનો અભાવ હોવાથી તે એક સમય કરતાં વધારે સમયની નથી હોતી.
પ્રશ્ન : ૩ વિગ્રહ થયા બાદ અન્ય કોઈ વિગ્રહ હોતો નથી એ વાતમાં નિયમ = હેતુ શું છે? અર્થાત્ (જે રીતે જીવ ૧, ૨ કે ૩ વિગ્રહ કરીને ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરે છે તે રીતે) ૪ કે ૫ વિગ્રહ કરીને ઉત્પત્તિના સ્થાનને કેમ પ્રાપ્ત કરતો નથી?
ઉત્તર : બીજા પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકારશ્રી કહે છે કે વિનિમિત્તામાવાન્ત = ‘વિગ્રહના નિમિત્તનો અભાવ હોવાથી ત્રણ પ્રકારની વિગ્રહગતિ સ્વમર્યાદાને ઓળંગતી નથી તથા ત્રણ વળાંક = વિગ્રહ કરતાં વધારે ૪ કે ૫ વળાંક કરતી નથી.
(હવે પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં જે પ્રતિઘાતનો અભાવ સ્વરૂપ હેતુ કહ્યો, તેનો અર્થ આ પ્રમાણે છે ) જે જીવ ઋજુગતિથી જે સ્થાન પ્રાપ્ત કરે છે તે સ્થાનના અંતરાલમાં વિશ્રામ નહિ લેતો, તે (જીવ) સ્વભાવથી જ (અલોક રૂ૫) કોઈપણ પ્રતિઘાતના હેતુ વડે નહીં હણાયેલો (એક સમય વડે) તે સ્થાનને અવશ્ય પ્રાપ્ત કરે છે, તો ત્યાં અવિગ્રહગતિની વાતમાં બીજા, ત્રીજા વગેરે સમયની કલ્પના વડે શું? આથી અંતરાલમાં પ્રતિઘાતનો અભાવ હોવાથી તે જીવની એક સમયવાળી જ અવિગ્રહ = ઋજુગતિ હોય છે.