________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
गन्धहस्त
स्वरूपाऽपि ग्राह्या, परमाणोस्तावत्यामेव ' अवस्थानात् द्व्यणुकादेस्तावत्यामधिकायां चेत्येवमनन्तप्रदेशिकस्कन्धपर्यवसानं पुद्गलद्रव्यमुपयुज्य वाच्यम् । तत्रानुश्रेणीति श्रेणिमनु अनुश्रेणि श्रेण्यामनुसारिणी गतिरितियावत्, अनुगङ्गं वाराणसी यथा । गमनं = गतिः = देशान्तरप्राप्तिः, सा चाकाशश्रेण्यभेदवर्तिनी स्वयमेव समासादितगतिपरिणतेर्जन्तोर्गतिहेतुसकललोकव्यापिधर्मद्रव्यापेक्षा प्रादुरस्ति ।
१५७
भवान्तरसङ्क्रान्त्यभिमुखो जीवो मन्दक्रियावत्त्वात् कर्मणो यानेवाकाशप्रदेशानवष्टभ्य शरीरवियोगं करोति तानेवाभिन्दन् देशान्तरं गच्छत्यूर्ध्वमधस्तिर्यग् वा, विश्रेणिगत्यभावाद्, धर्मास्तिकाय→ હેમગિરા -
વળી અન્યત્ર તો (= જીવની ગતિ સિવાયની વિવક્ષામાં) આ શ્રેણી મોતીના પાતળા હારની જેમ એક એક આકાશ પ્રદેશની રચના વડે બનેલા સ્વરૂપવાળી પણ ગ્રાહ્ય છે કારણકે એક પરમાણુની અવસ્થિતિ તો તેટલામાં (= એક આકાશ પ્રદેશવાળી શ્રેણીમાં) જ છે. હ્રયણુકાદિની અવસ્થિતિ તેટલામાં (= એક આકાશ પ્રદેશવાળી શ્રેણીમાં) અને અધિકમાં (= બે આકાશ પ્રદેશવાળી શ્રેણીમાં) હોય છે. આ પ્રમાણે અનંત પ્રદેશિક સ્કંધ સુધી પુદ્ગલ દ્રવ્યને આશ્રયીને કહેવું.
ત્યાં (= અનુશ્રેણિ ગતિઃ ૨/૨૭ સૂત્રમાં રહેલ) ‘શ્રેણી’ શબ્દનો અર્થ કર્યા પછી હવે અનુશ્રેણી શબ્દની વ્યાખ્યા કરતાં કહે છે કે - અનુશ્રેણી એટલે ‘શ્રેણીની પાછળ રહે તે’ અર્થાત્ શ્રેણીને વિશે અનુસરણ કરનારી (= શ્રેણી તરફ જનારી) ગતિ તે અનુશ્રેણી ગતિ. ‘અનુમ્ વરાળી' (= ગંગા તરફ કે ગંગાની પાસે (= કાંઠે) વારાણસી નગરી છે.) એ વાક્યમાં જેમ ‘અનુપમ્’ પદમાં અવ્યયીભાવ સમાસ છે તેમ પ્રસ્તુત ‘અનુશ્નેળિ’ પદમાં પણ સમજવો. ગતિ એટલે ગમન અર્થાત્ દેશાંતર પ્રાપ્તિ અને તે ગતિ આકારા શ્રેણીની સાથે અભેદ રૂપે વર્તનારી, ગતિમાં હેતુભૂત અને સકલ લોક વ્યાપી એવા ધર્માસ્તિકાય દ્રવ્યની અપેક્ષાવાળી, આપ મેળે જ ગતિ કરવાને પરિણત થયેલા જીવને ઉત્પન્ન થાય છે.
* જીવ અને પુદ્ગલની પરપ્રયોગથી વિશ્રેણીગતિ
ભવાંતરમાં સંક્રમણ કરવાને અભિમુખ થયેલો જીવ કર્મની મંદક્રિયાવાળો હોવાથી જે આકાશ પ્રદેશોનો આશ્રય લઈને (ઔદારિકાદિ) શરીરનો ત્યાગ કરે છે, તે જ આકાશ પ્રદેશને નહિ ભેદતો = છોડતો, અર્થાત્ એઓનો જ આશ્રય લેતો ઊંચે, નીચે અથવા તિર્યક્ દિશાએ દેશાંતરમાં જાય છે કેમકે આ ૩ દિશાની શ્રેણી સિવાયની વિશ્રેણીમાં જીવની ગતિનો અભાવ હોય છે. તેમજ લોક પૂર્ણ થયા પછી ધર્માસ્તિકાય દ્રવ્યનો અભાવ હોવાથી જીવ વધુમાં વધુ લોકના પર્યંતે જ સ્થિર થઈ જાય છે (પણ આગળ જઈ શકતો નથી). તથા એક ભવથી બીજા ભવે જતાં જીવને જો લોક પર્યંતવર્તી નિષ્કુટ રૂપ ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનું હોય તો ધર્માસ્તિકાયની
?. વ્યવસ્થાનાત્ - મુ. (ä. મા.)