________________
१६०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२७
- TWત્તિ – विधां श्रेणिमनुपत्य गमनमुपजायते आकाशप्रदेशानां या श्रेणिस्तामनुजायते गतिर्भवत्ययमर्थः समासस्तु, कथमेतच्चिन्त्यम् आकाशग्रहणं ? धर्मादिद्रव्यनिवृत्त्यर्थम्, तदेव ह्यवगाहदानेन व्याप्रियते, न शेषमिति। उक्तलक्षणायाः श्रेणेविंगता या गतिः सा विश्रेणिर्जीवानाम्, पुद्गलानां तु स्वभावाद्, विश्रेणिर्न भवतीति गतिर्नियम्यते । पूर्वापरायता वियत्प्रदेशश्रेणयो दक्षिणोत्तरायताश्चापराः तथा चोर्ध्वमधश्च धर्माधर्मद्रव्यद्वयावधिका यास्तास्वेव गतिसद्भावात् ता एव विभिद्य न कदाचिदपि प्रयान्तीति॥२/२७।।
अत्राह → सैवंस्वभावा गतिः किमृज्वेव गत्वोपरमति, अथ कृत्वापि वक्रं पुनरुपजायते ? उच्यते → पुद्गलानामनियमः, सिद्ध्यतस्त्वेकान्तेनैवाविग्रहेत्यत आह →
- હેમગિરા પ્રકારની શ્રેણીને અનુસરીને (જીવ કે પુદ્ગલનું) ગમન થાય છે. એટલે ટૂંકમાં આ અર્થ થયો કે - આકાશપ્રદેશોની જે શ્રેણી છે તેને અનુસરનારી એવી ગતિ (જીવ અને પુદ્ગલની) થાય છે.
ક “આકાશ' પદનું પ્રયોજન : પ્રશ્નઃ શા માટે આકાશનું ગ્રહણ છે, એ ચિંતવવું જોઈએ અર્થાત્ દેશનુfm?' એમ ન લખતાં ‘કાશકન્ટેનુfr:' એમ કેમ લખ્યું?
ઉત્તર : ‘આકાશ' પદનું ગ્રહણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની નિવૃત્તિ માટે અર્થાત્ નિરાકરણ કરવા માટે જાણવું, કારણકે તે આકાશ જ વસ્તુમાત્રને અવગાહ (= અવકાશ) આપવા વડે વ્યાપાર કરે છે, શેષ ધર્માસ્તિકાયાદિ નહિ.
હમણાં કહેવાયેલા સ્વરૂપવાળી શ્રેણીમાંથી નીકળી ગયેલી જે ગતિ અર્થાત્ શ્રેણી વિનાની ગતિ તે વિશ્રેણી ગતિ કહેવાય. જીવોની અને (પરપ્રયોગથી નિરપેક્ષ) પુદ્ગલોની સ્વભાવથી વિશ્રેણી ગતિ હોતી નથી. આ પ્રમાણે ગતિનું નિયમન સૂત્રમાં કરાય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે – પૂર્વ અને પશ્ચિમ દિશામાં લાંબી તથા દક્ષિણ અને ઉત્તર દિશામાં લાંબી અને તે રીતે ઉર્ધ્વ અને અધોદિશામાં લાંબી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બંને દ્રવ્યની અવધિવાળી અર્થાત્ તે બેથી યુક્ત એવી જે આકાશપ્રદેશની શ્રેણીઓ છે, તેઓને વિષે જ ગતિનો સંભવ હોવાથી તેઓને (આકાશ પ્રદેશની શ્રેણીઓને) ભેદીને અર્થાત્ છોડીને ક્યારે પણ (પુગલ કે જીવો) જતાં જ નથી.૨/૨૭.
૨/૨૮ સૂત્રની અવતરણિકા : પ્રશ્ન : તે આવા સ્વભાવવાળી ગતિ શું ઋજુ (= સીધી) જ જઈને અટકી જાય છે કે ફરી વક (વળાંક) કરીને પણ ઉત્પન્ન થાય છે ?
ઉત્તરઃ પુદ્ગલોને માટે એવો કોઈ નિયમ નથી (અર્થાત્ તેઓ ઋજુગતિ વડે જ જઈને અટકતાં નથી પરંતુ વક્રગતિ પણ કરી શકે). સિદ્ધ થતાં જીવોને તો એકાંતથી જ અવિગ્રહ ગતિ હોય છે. આથી આ વાતને જ જણાવનાર ૨/૨૮ સૂત્રને વાચકવર્યશ્રી કહે છે.